Home »National News »Latest News »National» SC Ordered 1 Year Jail To Gopal Ansal For Uphar Cinema Case

ઉપહારકાંડ: ગોપાલ અંસલને એક વર્ષની જેલ, 59 લોકોનાં થયા હતા મોત

divyabhaskar.com | Feb 09, 2017, 15:36 PM IST

  • 13 જૂન 1997 ના રોજ ઉપહાર સિનેમા માં આગ લાગી હતી જેમાં 59 લોકો માર્યા ગયા હતાં. - ફાઇલ
નવી દિલ્હી: 2015ના ચુકાદાને રિવ્યુ કરતા સુપ્રીમ કોર્ટે ગુરુવારે ઉપહાર સિનેમાના માલિક ગોપાલ અંસલને એક વર્ષની સજા સંભળાવી હતી. ગોપાલ 4 મહિનાની સજા ભોગવી ચુક્યો છે. કોર્ટે ગોપાલના ભાઈ સુશીલની સજા વધારી નથી. સુશીલ 5 મહિનાની સજા ભોગવી ચુક્યો છે. 1997માં થયેલા અગ્નિકાંડમાં 59 લોકોનાં મોત થયા હતા. 2015માં આ અંગે કોર્ટનો આદેશ આવ્યો હતો. જેના રિવ્યૂ માટે દાખલ કરવામાં આવેલી પિટિશન પર સુપ્રીમે ગુરુવારે સુનાવણી કરી હતી.
 
4 અઠવાડિયામાં સરન્ડર થવા જણાવ્યું
 
- ઉપહાર આગ અકસ્માત માટે સુપ્રીમ કોર્ટે ગોપાલ અંસલને 1 વર્ષની જેલની સજાનો આદેશ આપ્યો છે.
- 4 અઠવાડિયામાં ગોપાલ અંસલને સરન્ડર કરવા જણાવ્યું છે.
- આમાંથી 4 મહિનાની સજા ગોપાલ પહેલેથી જ કાપી ચૂક્યો છે. હવે તેણે બાકીના મહિનાઓની સજા જ કાપવાની છે.
- સુશીલ અંસલ તેમની જેલની સજા કાપી ચૂક્યો છે.
 
AVUTની પ્રતિક્રિયા
 
- કોર્ટના આ આદેશ પર એસોસિયેશન ઑફ વિક્ટિમ્સ ઑફ ઉપહાર ટ્રેજેડીએ (AVUT) તેમની પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે તેઓ ન્યાયતંત્રમાં વિશ્વાસ ખોઇ બેઠાં છે.
- એસોસિયેશનના નીલમ ક્રિશ્નમૂર્તિએ જણાવ્યું કે, “તેઓ કોર્ટના ચુકાદાથી ખૂબ જ નિરાશ થયા છે. કોર્ટમાં આવવું એ મારા જીવનની સૌથી મોટી ભૂલ હતી. પૈસાદાર અને પાવરફુલ લોકો ખાસ સત્તા ભોગવે છે.”
 
શું હતો ઉપહાર કાંડ?
 
- 13 જૂન 1997 ના રોજ ઉપહાર સિનેમામાં આગ લાગી હતી. ત્યારે 3-6 ના શોમાં બોર્ડર ફિલ્મ ચાલી રહી હતી.
- ભીષણ આગમાં દમ ઘૂંટવાથી 59 લોકો મૃત્યુ પામ્યા હતા.
- ભાગદોડમાં 103 લોકો ઘાયલ થયા હતા.
- આ ઘટનાના વિક્ટિમ્સ અને તેમના પરિવારજનોએ ત્યારબાદ એસોસિયેશન ઑફ વિક્ટિમ્સ ઑફ ઉપહાર ટ્રેજેડીની રચના કરી હતી.
- સુપ્રીમ કોર્ટે ત્યારે અંસલ બંધુઓને અસરગ્રસ્તોના પરિવારોને તાત્કાલિક વળતર આપવા માટે રૂ.30 કરોડનો દંડ ચૂકવવાનો આદેશ આપ્યો હતો. 
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: SC ordered 1 year jail to Gopal Ansal for Uphar cinema case
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext