Home »National News »Latest News »National» Investigation Order Against Former SC Chief Ranjit Sinha

કોલસા કૌભાંડ: SC ના ભૂતપૂર્વ ચીફ રણજીત સિન્હા વિરુદ્ધ તપાસનો આદેશ

divyabhaskar.com | Jan 23, 2017, 16:27 PM IST

  • સુપ્રીમ કોર્ટે સીબીઆઇ ડાયરેક્ટરને પોતાની મદદ માટે 2 અધિકારીઓની પસંદગી કરવા કહ્યું છે. (ફાઇલ)
નવી દિલ્હી:  સુપ્રીમ કોર્ટે ભૂતપૂર્વ સીબીઆઈ ચીફ રણજીત સિન્હા વિરુદ્ધ તપાસનો આદેશ આપ્યો છે. આ માટે એક સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમ (એસઆઇટી) બનાવવા જણાવ્યું છે. સિન્હા પર આરોપ છે કે તેમણે કોલસા કૌભાંડની તપાસને પ્રભાવિત કરવાનો પ્રયત્ન કર્યો છે.
 
કોર્ટને આપવી પડશે તપાસની જાણકારી
 
- જસ્ટિસ એમ.બી. લોકુરની અધ્યક્ષતાવાળી બેન્ચે સીબીઆઇ ડાયરેક્ટરને પોતાની મદદ માટે એક અધિકારીની પસંદગી કરવા જણાવ્યું છે. આ તપાસની જાણકારી કોર્ટે આપવી પડશે.
- બેન્ચે એ પણ જણાવ્યું કે કોલસા કૌભાંડના આરોપીઓની સાથે સિન્હાના કથિત સંબંધોની તપાસ કરવામાં આવે.
- સીબીઆઇના પૂર્વ સ્પેશિયલ ડાયરેક્ટર એમ.એલ. શર્માના રિપોર્ટમાં સિન્હાને આરોપી દર્શાવવામાં આવ્યા હતા.
- બેન્ચના ઓર્ડર પ્રમાણે, “સિન્હાના કોલસા કૌભાંડમાં સામેલ લોકો સાથે સાંઠગાંઠ હોવાના પ્રાથમિક પુરાવાઓના આધારે તેમના વિરુદ્ધ કેસ કરવામાં આવ્યો છે.”
 
પાછલી સુનાવણીઓમાં એટોર્ની જનરલે શું કહ્યું હતું?
 
- કેસની છેલ્લી સુનાવણી 12 જૂલાઇ, 2016 ના રોજ થઇ હતી.
- ત્યારે એટોર્ની જનરલ મુકુલ રોહતગીએ કોર્ટને જણાવ્યું હતું કે શર્માના રિપોર્ટમાં એમ જણાવવામાં આવ્યું હતું કે કૌભાંડમાં સંડોવાયેલા હાઇપ્રોફાઇલ આરોપીઓ સાથે સિન્હાની સાંઠગાંઠ હતી.
- પેનલની રિપોર્ટ સિન્હાની વિરુદ્ધમાં આવવાની બાબતે એટોર્ની જનરલે સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારનો પક્ષ મુક્યો હતો.
- રોહતગીએ કહ્યું હતું કે ફક્ત પેનલના રિપોર્ટના આધારે સિન્હા વિરુદ્ધ કોઇ કાર્યવાહી કરવાની મંજૂરી આપી શકાય નહી.
- સિનિયર વકીલ પ્રશાંત ભૂષણે કોર્ટને સિન્હાના ઘરની વિઝિટિંગ ડાયરી પણ સોંપી હતી. ડાયરીમાં કોલસા કૌભાંડના આરોપીઓ સાથે સિન્હાની મુલાકાતનો ઉલ્લેખ છે.
- આમાંથી કેટલાક આરોપીઓ વિરુદ્ધ તપાસ ચાલી રહી છે.
- રોહતગીએ કોર્ટને એમ પણ કહ્યું હતું કે ડાયરી અને રજિસ્ટરમાં નોંધાયેલી આ મીટિંગોને સાચી માનવામાં પણ આવે તો પણ તેના લીધે કૌભાંડની તપાસ પર ખોટી અસર થઇ છે તે વાત સાબિત થતી નથી.
- 7 ડિસેમ્બર, 2015 ના રોજ કોર્ટે સિન્હાના સરકારી નિવાસની ડાયરી શર્માની અધ્યક્ષતાવાળી પેનલને આપવા જણાવ્યું હતું.  
 
કોર્ટે કેમ લીધો ફેંસલો?
 
- કોર્ટે આ આદેશ એક એનજીઓ કોમન કોઝ (સામાન્ય ઉદ્દેશ) તરફથી રજૂ થયેલી દલીલોને સાંભળ્યા પછી આપ્યો હતો.
- એનજીઓનો આરોપ છે કે કોલસા કૌભાંડના કેટલાક આરોપીઓની સાથે મળીને સિન્હાએ તેમને બચાવવાની કોશિશ કરી.
- કોર્ટે કોલસા કૌભાંડ મામલાના સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુચર આર.એસ. ચીમાને પણ એસઆઇટીની મદદ કરવા જણાવ્યું છે. 
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Investigation order against former SC chief Ranjit Sinha
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended