Home »National News »Latest News »National» SC First Time Issued Contempt Notice To High Court Judge

સુપ્રીમ કોર્ટે પહેલીવાર કોઇ હાઇકોર્ટના જજને ઇસ્યુ કરી કન્ટેમ્પ્ટ નોટિસ

divyabhaskar.com | Feb 08, 2017, 16:24 PM IST

  • 2011 માં મદ્રાસ હાઇકોર્ટના જજ હોઇ જસ્ટિસ કર્ણને એક સાથી જજ વિરુદ્ધ જાતિસૂચક શબ્દ ઉચ્ચારવા માટે ફરિયાદ નોંધાવી હતી. (ફાઇલ)
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે બુધવારે કલકત્તા હાઇકોર્ટના પ્રવર્તમાન જજ જસ્ટિસ સી.એસ. કર્ણન વિરુદ્ધ કન્ટેમ્પ્ટ ઑફ કોર્ટની નોટિસ જાહેર કરી છે. કોર્ટે એમ પણ કીધું છે કે તેમને કોઇપણ જ્યુડિશિયલ કે એડમિનિસ્ટ્રેટિવ કામ ન આપવામાં આવે. આવું પહેલીવાર થયું છે જ્યારે સુપ્રીમ કોર્ટે તરફથી હાઇકોર્ટના કોઇ જજ પાસેથી કામ પાછું લેવામાં આવ્યું હોય. ઉલ્લેખનીય છે કે જસ્ટિસ કર્ણને વડાપ્રધાનને પત્ર લખીને સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ જજો અને મદ્રાસ હાઇકોર્ટના પ્રવર્તમાન જજો પર ભ્રષ્ટાચારના આરોપો લગાવ્યા હતા.
 
કોર્ટમાં હાજર થઇને સફાઇ આપે
 
- ચીફ જસ્ટિસ ખેહરની અધ્યક્ષતાવાળી 7 જજોની બેન્ચે જસ્ટિસ કર્ણનને 13 ફેબ્રુઆરીએ કોર્ટમાં હાજર થવા જણાવ્યું છે.
- નોટિસમાં કહેવામાં આવ્યું છે કે શા માટે તેમના વિરુદ્ધ કન્ટેમ્પ્ટ ઑફ કોર્ટની કાર્યવાહી ન કરવામાં આવે અને શા માટે જ્યુડિશિયલ અને એડમિનિસ્ટ્રેટિવ કામ કરતા રોકવામાં ન આવે.
- કોર્ટે તેમને કેસની સુનાવણી થાય ત્યાં સુધી તમામ જ્યુડિશિયલ અને એડમિનિસ્ટ્રેટિવ ફાઇલો કલકત્તાના રજિસ્ટ્રાર જનરલને પરત કરવા જણાવ્યું છે.
- જસ્ટિસ કર્ણને કેટલાક દિવસો પહેલા પીએમને પત્ર લખીને ઘણા જજો પર ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા હતા.
- તેમણે પોતાના પત્રમાં આ અંગે તપાસની માંગણી પણ કરી હતી. સુપ્રીમ કોર્ટે આને કન્ટેમ્પ્ટ ઑફ કોર્ટ માન્યો હતો.
- એટોર્ની જનરલે વિનંતી કરી હતી કે કર્ણન પર એક્શન લઇને સુપ્રીમ કોર્ટે એક દાખલો બેસાડવો જોઇએ.
 
કર્ણને શું લખ્યું હતું પત્રમાં?
 
- જસ્ટિસ કર્ણને પીએમને 23 જાન્યુઆરીએ એક પત્ર લખ્યો હતો, જેમાં કહ્યું હતું કે નોટબંધીથી ભ્રષ્ટાચાર ઓછો થયો છે, પરંતુ જ્યુડિશિયરીમાં મનમાનીઓ અને ભયરહિત ભ્રષ્ટાચાર થઇ રહ્યો છે.
- તેમણે પત્રમાં સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટના પ્રવર્તમાન અને નિવૃત્ત જજોના નામ પણ લખ્યા હતા. આ કેસની કોઇ એજન્સી દ્વારા તપાસની માંગ પણ કરી હતી.
 
પહેલા પણ વિવાદોમાં રહ્યા છે જસ્ટિસ કર્ણન
 
- જસ્ટિસ કર્ણન 2011 માં મદ્રાસ હાઇકોર્ટમાં જજ હતા. તે સમયે તેમણે એક સાથી જજ વિરુદ્ધ જાતિસૂચક શબ્દ ઉચ્ચારવાની ફરિયાદ નોંધાવી હતી.
- 2014 માં મદ્રાસ હાઇકોર્ટમાં જજોની નિમણૂંકને લઇને તેઓ ત્યારના ચીફ જસ્ટિસના ચેમ્બરમાં ઘૂસી ગયા હતા.
- આ ઉપરાંત, જસ્ટિસ કર્ણને તેમને મદ્રાસ હાઇકોર્ટમાંથી કલકત્તા હાઇકોર્ટ ટ્રાન્સફર કરાવવા માટે આ મામલાની જાતે જ સુનાવણી શરૂ કરી દીધી હતી.
- ત્યારબાદ તેના વિરુદ્ધ મદ્રાસ હાઇકોર્ટે સુપ્રીમ કોર્ટમાં પિટિશન ફાઇલ કરી હતી. આ કેસ અત્યારે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે. 
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: SC first time issued contempt notice to high court judge
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended