Home »National News »Latest News »National» SC Cancelled Admissions Of 634 MBBS Students

વ્યાપમ: સોલ્વર દ્વારા એન્ટ્રન્સ ટેસ્ટ પાસ કરનાર 300 સ્ટુડન્ટ્સની MBBS ડિગ્રી થશે રદ

divyabhaskar.com | Feb 13, 2017, 18:22 PM IST

  • સુપ્રીમ કોર્ટે 2008 થી 2012 ની વચ્ચે એડમિશન લેનારા 634 મેડિકલ સ્ટુડન્ટ્સનું એડમિશન રદ કરી દીધું. (ફાઇલ)
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે સોમવારે મધ્યપ્રદેશના વ્યાપમ કૌભાંડ કેસમાં મોટો ચુકાદો આપ્યો. ચીફ જસ્ટિસ જે.એસ. એહરે તેમના ચુકાદામાં 2008 થી 2012ની વચ્ચે એડમિશન લેનારા 634 મેડિકલ સ્ટુડન્ટ્સનું એડમિશન રદ કરી દીધું. આ એ સ્ટુડન્ટ્સ છે જેમના વિશે તપાસમાં જાણવા મળ્યું હતું કે તેમણે સોલ્વરની મદદથી એન્ટ્રન્સની પરીક્ષા પાસ કરી હતી. તેમાંથી 300 સ્ટુડન્ટ્સનું ભણતર પૂરું થઇ ગયું હતું. એનો અર્થ એ કે હવે તેમને ડિગ્રી નહીં મળી શકે.
 
શું કહ્યું વ્હિસલબ્લોઅર્સે
 
- આ મામલા વિશે divyabhaskar.com એ વ્હિસ્લબ્લોઅર આનંદ રાય સાથે વાત કરી તો તેમનું કહેવું એમ છે કે પૈસાદામ મોટા લોકો હજુપણ કાયદાની પહોંચની બહાર છે. જે પૈસાદારોના છોકરાઓને એડમિશન આપવામાં આવ્યું હતું, તેઓ સરકારની બેજવાબદારીને કારણે હાઇકોર્ટમાંથી છૂટી ગયા. મધ્યપ્રદેશ સરકારે સુપ્રીમ કોર્ટને તેમના વિરુદ્ધ અપીલ પણ ન કરી.
- વ્યાપમમાં વ્હિસલબ્લોઅર્સના જણાવ્યા પ્રમાણે, વિદ્યાર્થીઓ તો આ કૌભાંડના પિરામિડની સૌથી નીચલી કડી છે, પરંતુ, પૈસાદાર લોકો હજુપણ કાયદાની પહોંચની બહાર છે.
- તેમના અનુસાર આ ચુકાદા પછી બોગી સિસ્ટમથી પરીક્ષા પાસ કરીને ડૉક્ટર બનેલા આશરે 300 વિદ્યાર્થીઓની ડિગ્રી રદ થઇ જશે. સાથે જ MBBS કરી રહેલા બાકીના વિદ્યાર્થીઓનું એડમિશન રદ થઇ જશે.
- ગ્લાલિયરના આશિષ ચતુર્વેદી, રતલામના પારસ સકલેચા અને ઇંદોરના ડૉ. આનંદ રાય વ્યાપમ કેસના વ્હિસલબ્લોઅર્સ છે. આ ત્રણેય સતત વ્યાપમના ગોટાળાઓ વિશે સવાલ ઉઠાવતા રહ્યા છે.
 
634 સ્ટુડન્ટ્સે બોગી સિસ્ટમથી ચીટિંગ કરી હતી
 
- બોગી સિસ્ટમ એટલે કે આ લોકોએ સિસ્ટમની છટકબારીઓનો ફાયદો ઉઠાવીને રોલ નંહરો એવી રીતે મેળવ્યા હતા કે તેમની આગળ અથવા પાછળ એક સોલ્વર બેઠો હોય.
- આ સોલ્વર એક મેરિટ હોલ્ડર સ્ટુડન્ટ હતો, જે ફક્ત ચીટિંગ કરાવવા માટે પરીક્ષામાં બેઠો હતો.
- કમિટીના રિપોર્ટ પછી વ્યાપમે આવા 634 સ્ટુડન્ટ્સના એડમિશન રદ કરી દીધાં હતાં. તેમના વિરુદ્ધ આ સ્ટુડન્ટ્સ હાઇકોર્ટ ગયા જ્યાં તેમને કોઇ રાહત મળી ન હતી.
- પછી તેમનો કેસ સુપ્રીમ કોર્ટ પહોંચ્યો જ્યાં ડિવિઝનલ બેન્ચમાં ચુકાદાને લઇને મતભેદ થયા હતા. પછીથી આ કેસની સુનાવણી ચીફ જસ્ટિસની અધ્યક્ષતાવાળી બેન્ચે કરી.
 
આ થશે અસર
 
- જે 634 સ્ટુડન્ટ્સના એડમિશન રદ કરવામાં આવ્યા છે તેમાંથી આશરે 300 ભણી ચૂક્યાં છે. કોર્ટના ચુકાદાથી તેમની ડિગ્રીઓ રદ થઇ જશે. તેઓ પ્રેક્ટિસ કે પીજી કોર્સ કંઇ જ નહી કરી શકે.
- જે સ્ટુડન્ટ્સનો MBBS નો કોર્સ ચાલી રહ્યો છે તેમનું એડમિશન રદ થઇ જશે.
 
મામલામાં ટેક્નિકલ પેચ છે
 
- વ્હિસલબ્લોઅર ડૉ. આનંદ રાયના મુજબ આ કેસમાં કેટલાક ટેક્નીકલ પેચ છે.
- 2008 થી 2011 સુધીની એન્ટ્રન્સ એક્ઝામ વાળા જે લોકોને કોર્ટે અયોગ્ય જાહેર કર્યા છે તેમના વિરુદ્ધ પોલીસ રિપોર્ટ નથી.
- જ્યારે 2012 અને 2013 ની એન્ટ્રન્સ એક્ઝામવાળા મામલામાં દોષી સાબિત થયેલા લોકો વિરુદ્ધ પોલીસ રિપોર્ટ નોંધાયેલો છે. એવામાં બાકી લોકો વિરુદ્ધ પણ એફઆઇઆર નોંધવાની વાતો ઉઠી શકે છે.
 
આગળની સ્લાઇડ્સમાં જાણો શું છે વ્યાપમ કૌભાંડનો આખો કિસ્સો...
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: SC cancelled admissions of 634 MBBS students
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext