Home »National News »Latest News »National» Dr Richard Beale Address Media On Jayalalithaa Treatment And Challenges For Sasikala As Cm

બ્લડ ઈન્ફેક્શનના કારણે થયું જયલલિતાનું મોત, સારવાર કરનારા ડોક્ટરનો ખુલાસો

divyabhaskar.com | Feb 06, 2017, 16:46 PM IST

  • છેલ્લા દિવસોમાં જયલલિતાની સારવાર કરનારા ડૉક્ટર રિચાર્ડ બેલે
ચેન્નાઈ.  છેલ્લા દિવસોમાં જયલલિતાની સારવાર કરનારા ડૉક્ટર રિચાર્ડ બેલેએ કહ્યું કે, તામિલનાડુના મુખ્યમંત્રીનું મૃત્યુ ગંભીર ઇન્ફેક્શનના કારણે થયું હતું. ઉલ્લેખનીય છે કે જયલલિતા જ્યારે ચેન્નઇની અપોલો હોસ્પિટલમાં દાખલ થયા હતા. જ્યાં તેની સારવારમાં લંડનના ડૉ. બેલેની મદદ લેવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે જયલલિતાના અવસાનના બરાબર 2 મહિના બાદ રવિવારે શશિકલા નટરાજનને તામિલનાડુના નવા સીએમ તરીકે પસંદગી કરવામાં આવી. ક્યારેક વીડિયો પાર્લર ચલાવતી શશિકલા આજે મુખ્યમંત્રી બની છે, પરંતુ તેની સામે અનેક પડકારો છે. ઉપરાંત આવકથી વધારે સંપત્તિના મુદ્દે જયલલિતા સાથે શશિકલાનું નામ પણ હતું. આ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં આગામી સપ્તાહે સુનાવણી થશે.
સેપ્સિસના કારણે ઓર્ગન ફેઇલ થઇ ગયા હતા
 
- ડૉ. બેલેએ મીડિયાની સામે કહ્યું, “જયલલિતાનું કોઇ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ થયું ન હતું. કોઇ ચીરફાડ થઇ ન હતી. તેમનું મૃત્યુ સેપ્સિસ (બ્લડ ઇન્ફેક્શન) ના લીધે થયું હતું.”
- “ગંભીર ઇન્ફેક્શનને કારણે તેમના ઓર્ગન ફેઇલ થઇ ગયા હતાં.”
- “જયલલિતાને શ્રેષ્ઠ સારવાર આપવામાં આવી, પરંતુ ડાયાબિટીસના કારણે મુશ્કેલીઓ વધી ગઇ.”
- જયલલિતાના ડૉક્ટર તરફથી આવેલા આ નિવેદનોએ તેમના મૃત્યુ પાછળ કોઇ કાવતરું થયું હોવાની વાતોને ફગાવી દીધી છે.
- ચેન્નઇની એપોલો હોસ્પિટલના ડૉ. બાલાજીએ કહ્યું, “ઇલેક્શન કમિશનના ફોર્મ પર જ્યારે જયલલિતાએ અંગૂઠો લગાવ્યો હતો, ત્યારે તેઓ હોશમાં હતા. મેં તેમની સાથે વાત કરી હતી.”
 
શશિકલા પુષ્પાએ કરી હતી સીબીઆઇ તપાસની માંગણી
 
- ઉલ્લેખનીય છે કે જયલલિતાના મૃત્યુ પ્રત્યે શંકા દર્શાવતા તેના માટે સીબીઆઇ તપાસની માંગ કરવામાં આવી હતી.
- આ માટે AIADMK માંથી કાઢી મુકવામાં આવેલી સાંસદ શશિકલા પુષ્પા સહિત કેટલાક લોકોએ સુપ્રીમ કોર્ટમાં પિટિશન ફાઇલ કરી હતી.
- તેમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે જયલલિતાની બીમારીને લઇને છેલ્લે સુધી સત્ય છુપાવીને રાખવામાં આવ્યું.
- એમ પણ કહેવામાં આવ્યું કે જયલલિતાની બોડીને જોઇને લાગતું હતું કે તેમનું મૃત્યુ ઘણા સમય પહેલા થઇ ચૂક્યું હતું, પરંતુ તેને છુપાવવામાં આવ્યું.
- જોકે આ પિટિશનને રદ કરવામાં આવી હતી.
 
જયલલિતાના મૃત્યુને 2 મહિના થયા
 
- લાંબી બીમારી પછી 6 ડિસેમ્બરે 68 વર્ષની વયે જયલલિતાનું મૃત્યુ થયું. તેમણે ચેન્નઇની એપોલો હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ લીધા.
- ત્યારે જણાવવામાં આવ્યું હતું કે તેમને ફેફસામાં ઇન્ફેક્શન થયું છે.
- 4 ડિસેમ્બરની સાંજે તેમને કાર્ડિયાક અરેસ્ટનો હુમલો આવ્યો. ત્યારબાદ હાલત નાજુક બની અને 6 ડિસેમ્બરે મોડી રાતે તેમનું મૃત્યુ થયું હતું. 
 
શું છે સેપ્સિસ
 
- સેપ્સિસ બેક્ટેરિયાના ઈન્ફેક્શનથી ફેલાય છે. જે ઘણીવાર જીવલેણ સાબિત થાય છે.
- તેના પ્રારંભિક લક્ષ્ણો હાર્ટ બીટ વધવી, તાવ આવવો અને ઝડપી શ્વાસ ચાલવા છે.
- સેપ્સિસના કારણે લોહીમાં શ્વેત કણોની સંખ્યા વધી જાય છે.
- બ્લડમાં કોઈ પણ ટોક્સિસ એજન્ટની હાજરીથી તેના પર ખોટી અસર થાય છે અને તે સેપ્સિસ બની શકે છે.
- શરીરની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોવાના કારણે સેપ્સિસ થવાનો ખતરો વધી જાય છે.
- એન્ટીબાયોટિક્સનો ખોટો ઉપયોગ કે ડોક્ટરની સલાહ વગર તેના ઉપયોગથી ઈમ્યુનો પાવર ઘટી શકે છે.
 
આગળની સ્લાઈડ્સમાં વાંચો,  શશિકલા સામે શું પડકાર છે...
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Dr richard beale address media on jayalalithaa treatment and challenges for sasikala as cm
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended