Home »National News »Latest News »National» Sasikala To Be Elected As Tamil Nadu Cm In Aiadmk Meeting On Sunday

શશિકલા બનશે તામિલનાડુના CM? આજે મળશે AIADMKની મહત્વપૂર્ણ બેઠક

divyabhaskar.com | Feb 05, 2017, 07:57 AM IST

  • પાર્ટીના મહાસચિવ વીકે શશિકલા મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળે તેવી થઈ રહેલી અટકળો
ચેન્નાઈ. તામિલનાડુમાં સત્તારૂઢ AIADMK સરકારના આંતરિક સમીકરણો ઝડપથી બદલાઈ રહ્યા છે. પાર્ટીના મહાસચિવ વીકે શશિકલા મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળે તેવી અટકળો વ્યક્ત કરવામાં આવી રહી છે. આજે મળનારી પાર્ટી મીટિંગમાં આ અંગેનો નિર્ણય લેવામાં આવી શકે છે. આ બેઠકના કારણે તામિલનાડુમાં નેતૃત્વ પરિવર્તનની અટકળો વધુ મજબૂત થઈ ગઈ છે. જાણકારી મુજબ 8 કે 9 ફેબ્રુઆરીએ શશિકલા સીએમ પદના શપથ લઈ શકે છે.
 
પન્નીરસેલ્વમને પકડાવાશે પાણીચું
 
-5 ડિસેમ્બરે તામિલનાડુના મુખ્યમંત્રી જયલલિતાના આકસ્મિક અવસાન બાદ પન્નીરસેલ્વમને મુખ્યમંત્રી પર સોંપવામાં આવ્યું હતું.
- જયલલિતા જ્યારે હોસ્પિટલમાં ભરતી હતા ત્યારે તેમણે જ પન્નીરસેલ્વમની કાર્યકારી મુખ્યમંત્રી તરીકે નિમણૂક કરી હતી.
- જયલલિતાના નિધન બાદ પાર્ટીમાં વિવાદ હોવા છતાં પણ શશિકલાને મહાસચિવ બનાવાઈ હતી. 
 
આજે નિર્ણયની શક્યતા
 
- સૂત્રોના જણાવ્યા મુજબ રવિવારે બોલાવવામાં આવેલી પાર્ટી ધારાસભ્યોની બેઠકમાં શશિકલાને પાર્ટીની સાથે સાથે સરકારનું પણ સુકાન સોંપવા અંગે નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા છે. 
- જયલલિતાના વિશ્વાસુ અને તામિલનાડુ સરકારના વર્તમાન સલાહકાર શીલા બાલકૃષ્ણનને પણ શુક્રવારની રાત્રે રાજીનામું આપી દેવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આ તમામ તૈયારી શશિકલાને નેતૃત્વ સોંપવામાં આવવાની શક્યતાને લઈ કરવામાં આવ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
 
પન્નીરસેલ્વમને જલ્લિકટ્ટુ વિવાદ પડશે ભારે?
 
- તામિલનાડુની પારંપરિક રમત જલ્લિકટ્ટુ પર જ્યારે વિવાદ ખૂબ વધી ગયો ત્યારે રાજ્યના મુખ્યમંત્રીએ વડાપ્રધાન સાથે મુલાકાત કરી.
- જોકે આ બેઠકનું કોઈ પરિણામ ન આવ્યું, પરંતુ થોડા દિવસો બાદ વટહુકમ લાવીને રમત યોજવા દેવાનું જણાવવામાં આવ્યું.
- રાજ્યમાં જલ્લિકટ્ટુ મુદ્દે થયેલા દેખાવોના બહાને પણ પન્નીરસેલ્વમને મુખ્યમંત્રી પદેથી ખસેડવામાં આવે તેમ માનવામાં આવી રહ્યું છે.
 
જયલલિતાના છેલ્લા શ્વાસ સુધી રહ્યાં શશિકલા
 
- 1980ના દાયકામાં જયલલિતાની નજીક આવેલા શશિકલા છેવટ સુધી તેમની સાથે રહ્યા હતા.
- શશિકલાએ જ તામિલનાડુના પૂર્વ મુખ્યપ્રધાન જયલલિતાના અંતિમ સંસ્કાર કર્યાં હતાં.
- વડાપ્રધાન મોદી જ્યારે જયલલિતાને પુષ્પાંજલિ અર્પિત કરવા પહોંચ્યા ત્યારે શશિકલાના માથા પર હાથ મૂકીને તેમને સાંત્વના આપી હતી. 
- એક તબક્ક તેની ઉપર જયલલિતાને સ્લો પોઈઝન આપવાના આરોપ પણ લાગ્યાં હતાં. 
 
આગળની સ્લાઈડ્સમાં વાંચો, જયલલિતા અમ્મા તો શશિકલા ચિન્નામા....
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Sasikala to be elected as tamil nadu cm in aiadmk meeting on sunday
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended