Home »National News »Latest News »National» 61-Year-Old Chief Of AIADMK Is Sharing A Cell In Bengaluru Jail

શશિકલા - કેદી નંબર 9234, જેલની પહેલી રાત કેવી રહી? જમવામાં શું મળ્યું?

divyabhaskar.com | Feb 16, 2017, 12:46 PM IST

  • જેલમાં શશિકલાને ઊંઘવા માટે ચટ્ટાઈ, એક ધાબળો અને એક ઓશીકું આપવામાં આવ્યું.
નેશનલ ડેસ્ક. આવકથી વધુ સંપત્તિ કેસમાં સુપ્રીમ કોર્ટ દ્વારા દોષી કરાર કર્યા બાદ શશિકલા નટરાજને બુધવારે સરેન્ડર કર્યું હતું. બેંગલુરુની જેલમાં શશિકલાને બીજા કેદીઓની જેમ જ ખાવાનું આપવામાં આવ્યું. જોકે, શશિકલાએ કોર્ટને પોતાના ઘરના ખાવાની અપીલ કરી હતી પરંતુ કોર્ટે તેની ડિમાન્ડ ફવાવી દીધી હતી. જેલમાં શશિકલાને ચટ્ટાઈ પર ઊંઘવું પડ્યું હતું. સવારે ઉઠીને શશિકલાએ 10 મિનિટ સુધી મેડિટેશન કર્યું અને ત્યારબાદ તેને બ્રેકફાસ્ટમાં સ્થાનિક વ્યંજન પુલિયોગરે આપવામાં આવ્યું. જેલમાં શશિકલાને કેદી નંબર 9234ની નવી ઓળખ મળી છે.  
 
કેવી રીતે પસાર થઈ શશિકલાની રાત?

- બેંગલુરુની બેનાહોર સેન્ટ્રલ જેલમાં પહોંચતા જ શશિકલાની રજિસ્ટરમાં સહી લેવામાં આવી.
- ત્યારબાદ શશિકલાને કેદી નંબર 9234 આપવામાં આવ્યો.
- શશિકલાને ત્રણ બ્લુ કલરની સાડીઓ આપવામાં આવી. આ જેલમાં મહિલા કેદીઓનો પોશાક બ્લુ સાડી છે.
- જેલરે શશિકલાને તેની ડ્યૂટી સમજાવી હતી.  
 
પહેલા હતી કેદી નંબર 7403 હવે 9234થી ઓળખાશે
 
- 2014માં શશિકલા જ્યારે દિવંગત જયલલિતાની સાથે જેલ ગઈ હતી ત્યારે તેને કેદી નંબર 7403 મળ્યો હતો.
- તે સમયે શશિકલાએ ત્રણ અઠવાડિયા જેલમાં પસાર કર્યા હતા.
- આ વખતે શશિકલાને 9234 નંબર મળ્યો હોવાથી જેલ એડમિનિસ્ટ્રેશન તેને કેદી નંબર 9234 તરીકે બોલાવશે.
 
જેલમાં આ કામ કરીને કમાશે રોજના 50 રૂપિયા
 
- મીણબત્તી અને અગરબત્તી બનાવવાનું કામ શશિકલાને સોંપવામાં આવ્યું છે.
- શશિકલાને રવિવારે પણ રજા નહીં મળે.
- શશિકલાને રોજના 50 રૂપિયાની મજૂરી ચૂકવવામાં આવશે.
 
24 કલાકની સુરક્ષા પણ ખાવાનું કેદીઓ જેવું જ!
 
- શશિકલાને બીજા કેદીઓની જેમ જ પ્લેટ અને પાણી પીવાનો મગ મળ્યો.
- વીઆઈપી હોવાના કારણે તેને 24 કલાકની સુરક્ષા આપવામાં આવી.
- સાંજે 7 વાગ્યે ડિનર આપવામાં આવ્યું જેમાં તેને જેલમાં મળતી રોટલી, ભાત, દાળ અને દહીં આપવામાં આવ્યું.
- શશિકલાને ઊંઘવા માટે ચટ્ટાઈ, એક ધાબળો અને એક ઓશીકું આપવામાં આવ્યું.
 
મેડિકલ ચેકઅપ માટે 40 મિનિટ ઊભી રહી લાઈનમાં
 
- જેલમાં સરેન્ડરની પ્રક્રિયા પૂરી કર્યા બાદ શશિકલા અને ઇલાવરાસીને મહિલા બ્લોકમાં લઈ જવામાં આવ્યા હતા.
- જ્યાં શશિકલાએ એક ઘડિયાળ અને સોનાની ચેન જમા કરાવી હતી.
- ત્યારબાદ તેનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું.
- આ દરમિયાન 15 અન્ય પુરુષ કેદીઓની સાથે શશિકલાને 40 મિનિટ સુધી મેડિકલ ચેકઅપ માટે પોતાનો નંબર આવવાની રાહ જોવી પડી હતી.
 
આગળની સ્લાઈડ્સમાં વાંચો, જેલમાં કઈ સુવિધાઓની શશિકલાએ કરી હતી ડિમાન્ડ? કિલ્લેબંધી છતાં પોલીસ પર કરવામાં આવ્યો હતો હુમલો...શશિકલા એકાંતમાં રહેવાનું કરે છે પસંદ...
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: 61-year-old chief of AIADMK is sharing a cell in Bengaluru jail
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext