Home »National News »Latest News »National» Geelani Admitted In Hospital Admitted In ICU

શ્રીનગર: હુર્રિયત નેતા ગિલાનીને છાતીમાં દુખાવો ઉપડ્યો, ICUમાં ખસેડાયા

divyabhaskar.com | Feb 02, 2017, 10:16 AM IST

  • શ્રીનગર: હુર્રિયત નેતા ગિલાનીને છાતીમાં દુખાવો ઉપડ્યો, ICUમાં ખસેડાયા,  national news in gujarati
શ્રીનગર: ભાગલાવાદી નેતા સૈયદ અલી શાહ ગિલાનીને બુધવારે રાત્રે છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. તેમને શ્રીનગરની શેર-એ-કાશ્મીર ઈન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાઈન્સિઝમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં તેમને લાઈફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યા છે. 

ગિલાનીની ઉંમર 86 વર્ષ છે. હોસ્પિટલમાં વરિષ્ઠ તબીબો તેમની સારવાર કરી રહ્યાં છે. તેમની ઉપર અનેક ટેસ્ટ્સ કરવામાં આવી રહ્યાં છે. તેમનું બ્લડ પ્રેશર ઊંચું હોવાનું જાણવા મળી રહ્યું છે. 

ગત વર્ષે પણ ગિલાની દિલ્હીમાં હતા ત્યારે પણ તેમને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો અને બ્લડ પ્રેશર વધી ગયું હતું. જેના પગલે તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. 
 
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Geelani admitted in hospital admitted in ICU
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext