Home »National News »Latest News »National» Aziz Blamed India For Increasing Nuclearization In Indian Ocean

હિંદ મહાસાગરમાં ભારતના વધી રહેલા ન્યુક્લિયર પાવરથી PAK ચિંતામાં : અઝીઝ

divyabhaskar.com | Feb 13, 2017, 10:00 AM IST

  • પાકિસ્તાનનો આરોપ છે કે ભારત હિંદ મહાસાગરમાં પોતાની તાકાત વધારી રહ્યું છે, જેનાથી આ વિસ્તારમાં શાંતિ ભંગ થવાનો ખતરો ઊભો થઇ ગયો છે. (ફાઇલ)
ઇસ્લામાબાદ: નવાઝ શરીફના વિદેશી બાબતોના સલાહકાર સરતાજ અઝીઝે હિંદ મહાસાગરમાં ભારતની વધતી જતી હાજરી વિશે ચિંતા વ્યક્ત કરી છે. અઝીઝે કહ્યું કે આ વિસ્તારમાં શાંતિને ડહોળવાનો પ્રયાસ થયો તો પાકિસ્તાન તેનો જડબાતોડ જવાબ આપશે. તેમણે ભારત પર હિંદ મહાસાગરનું ‘ન્યુક્લિયરાઇઝેશન’ કરવાનો પણ આરોપ લગાવ્યો.
 
મેરીટાઇમ કોન્ફરન્સને સંબોધી રહ્યા હતા અઝીઝ
 
- પાકિસ્તાની અખબાર ‘ધ ડોન’ અનુસાર, અઝીઝ રવિવારે કરાંચીમાં થયેલી ઇન્ટરનેશનલ મેરીટાઇમ કોન્ફરન્સને સંબોધી રહ્યા હતા.
- તેમણે કહ્યું કે હિંદ મહાસાગરના ન્યુક્લિયરાઇઝેશનથી આ વિસ્તાર અસ્થિર થયો છે. ભવિષ્યમાં આ ખતરો હજુ વધશે.
- અઝીઝે કહ્યું કે હિંદ મહાસાગરમાં મિલિટરાઇઝેશન, અતિશય ખતરનાક હથિયારો ભેગા કરવા, મિસાઇલની ક્ષમતાઓને વધારવી અ વિદેશી સેનાઓની હાજરી મહાસાગરની શાંતિ માટે સૌથી મોટાં પડકારો છે.
- તેમણે કહ્યું કે તેમના સિવાય આ વિસ્તારમાં સમુદ્રી લૂંટ, ગેરકાયદે માછલીઓ પકડવી, માણસો, ડ્રગ્સ અને હથિયારોની તસ્કરી, પ્રદૂષણ અને ક્લાઇમેટ ચેન્જ (હવામાનમાં ફેરફાર) સમુદ્ર સાથે જોડાયેલાં ખૂબ મોટાં પડકારો છે.  
 
ઇન્ડિયન નેવી પર દખલગીરી વધારવાનો આરોપ
 
- અઝીઝે જણાવ્યું કે હિંદ મહાસાગરમાં ઇન્ડિયન નેવીની વધી રહેલી દરમિયાનગીરી પાકિસ્તાન માટે ચિંતાનો વિષય છે.
- તેમણે કહ્યું, “હિંદ મહાસાગરની સિક્યુરિટી પાકિસ્તાન માટે સ્ટ્રેટેજિક મહત્વ ધરાવે છે.”
- “અમને હિંદ મહાસાગરની આર્થિક ક્ષમતાઓનો અંદાજ આવ્યો છે. તે દુનિયાના 30 થી પણ વધુ દેશોને દરિયાકિનારો પૂરો પાડે છે.”
- “તે એશિયાના મુખ્ય વિસ્તારોને કનેક્ટિવિટી આપે છે, તે ઉપરાંત, સાઉથ એશિયા, મિડલ ઇસ્ટ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને યુરોપને પણ જોડે છે.”
- “એવામાં સિક્યુરિટી વિશે તમામ પક્ષો વચ્ચે રેગ્યુલર વાતચીત થવી જોઇએ. આ ખૂબ જરૂરી છે.”
 
અમે અમારી ક્ષમતાઓ પર ધ્યાન આપીશું
 
- અઝીઝે જણાવ્યું કે આવનારા સમયમાં સમુદ્રમાં આ રીતે તાકાત ભેગી કરવાનું ચલણ હજુ વધશે.
- તેમણે કહ્યું કે અમે અમારા દેશનું ભલુ જાણીએ છીએ અને અમે હિંદ મહાસાગરમાં અમારી ક્ષમતાઓને વધુ મજબૂત કરવા પર ધ્યાન આપીશું.
 
અમેરિકન મેગેઝિને પણ લગાવ્યો ભારત પર આરોપ
 
- ઉલ્લેખનીય છે કે તાજેતરમાં અમેરિકાના મેગેઝિન ‘ફોરેન પોલિસી’ એ દાવો કર્યો હતો કે ભારત મૈસૂર પાસેના ચલકેરેમાં ન્યુક્લિયર શહેર વિકસાવી રહ્યું છે.
- એવો પણ દાવો હતો કે આ શહેર 2017 સુધીમાં બનીને તૈયાર થઇ જશે અને ભારત ચીન અને પાકિસ્તાનને પાછળ છોડી દેવા માટે આમ કરી રહ્યું છે.
- જોકે પાછળથી ભારતના એટોમિક એનર્જી ડિપાર્ટમેન્ટના સૂત્રોએ આ દાવાઓને નકારી કાઢ્યા હતા.
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Aziz blamed India for increasing nuclearization in Indian Ocean
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext