Home »National News »Latest News »National» Sangh Entry In Jaipur Literature Festival For The First Time In Last 10 Years

રાજકારણ નથી આવડતું, ઊંચી ખુરશીઓ પર બેસતા ડર લાગે છેઃ ગુલઝાર

divysbhaskar.com | Jan 20, 2017, 09:20 AM IST

  • “ઉબલતી હાંડિયાં ઇતની, સભીમેં જિંદગી ઉબલતી હૈ, લેકિન ન પકતી હૈ ન ગલતી હૈ- યે ઝિંદગી યૂં હી ચલતી હૈ.”
જયપુર: દસમા જયપુર લિટરેચલ ફેસ્ટિવલની શરૂઆત ગુરુવારથી થવા જઇ રહી છે. વીતેલા વર્ષોમાં આ સાહિત્યનો મેળાવડો માર્ક્સવાદ હેઠળ જ વાંચતો-લખતો, શીખતો-શીખવાડતો અને ઉઠતો-બેસતો રહ્યો છે. પૂરું ચિંતન-મનન, ખંડન-મંડન, મંચન-સર્જન જે અનુભવથી થયું છે, તેને માર્ક્સવાદી ખાતરથી જ પોતાનો ખોરાક મળતો રહ્યો છે. પરંતુ, આ વખતે લિટફેસ્ટમાં માર્ક્સવાદી સૌંદર્યશાસ્ત્ર ગાયબ છે અને સાથે તે ચહેરાઓ પણ નજરે નહી પડે જે સાહિત્યમાં નવા-નવા રાજકીય અસ્ત્રો-શસ્ત્રો લઇને આ આખા મહોત્સવને શાનદાર બનાવતા હતા. આશ્ચર્ય તો એ છે કે ડાબેરીઓ ગયા તો ગયા, તેની જગ્યા જમણેરીઓ એટલેકે આરએસએસના ફાયરબ્રાન્ડ બુદ્ધિજીવીઓએ લઇ લીધી છે. સરકારની ટીકા કરવાવાળા સાહિત્યકારો આ ઉત્સવનો હિસ્સો નહી બને. આ લિટફેસ્ટના પહેલા દિવસે ગુલઝાર કી-નોટ સ્પીકર બનીને આવ્યા. તેઓ બોલ્યા કે મને રાજકારણ નથી આવડતું ને મને ઊંચી ખુરશીઓ પર બેસવાનો ડર લાગે છે. 
 
લિટફેસ્ટમાં ફરી છવાયો ગુલઝારનો જાદુ
 
- ગુલઝાર મંચ પર આવતાંની સાથે જ બોલ્યા, “ભાષણ કરવું મને સૌથી અઘરું લાગે છે. અત્યાર સુધી નઝમ સંભળાવીને ચાલ્યો જતો હતો, પરંતુ આ વખતે આયોજકોએ મને કી-નોટ સ્પીકર બનાવી દીધો. મને એ ખુરશીઓ પર બેસવામાં ડર લાગે છે જેના પર બેસવાથી પગ જમીન પર નથી રહેતા.”
- “ફૂલ ભલે ગમે તેટલી ઊંચી ડાળીએ લાગે પરંતુ, માટીથી જોડાયેલું રહે છે, ત્યારે જ ખિલે છે. જમાનાને ફોસલાવવો સહેલો નથી. તમે કોઇ બાળકને ફોસલાવી શકો છો પણ આખા સમાજને નહી ફોસલાવી શકો.”
- “જ્યારે કોઇ વાસણની અંદર ઉભરો આવતો હોય ત્યારે વાસણ પરનું ઢાંકણ ખડખડવા લાગે છે. તેની એ વરાળ એ જ મારું લખાણ છે. મારા અંદરનો ઊભરો એ જ મારું લખાણ છે.”
- “ભારતમાં તહેવારોની અલગ જ મજા છે. પતંગનો પણ તહેવાર છે ને રંગનો પણ તહેવાર છે. હવે પુસ્તકોનો પણ તહેવાર છે. દરેક ભાષા રાષ્ટ્રીય છે. તમે તમિલ, બંગાળીને કોઇ પ્રદેશમાં કેવી રીતે વિભાજિત કરી શકો છો?”
- પછી કહ્યું, “ઉબલતી હાંડિયાં ઇતની, સભીમેં જિંદગી ઉબલતી હૈ, લેકિન ન પકતી હૈ ન ગલતી હૈ- યે ઝિંદગી યૂં હી ચલતી હૈ.”
 
સંઘથી કોણ આવશે
 
- આરએસએસમાં નંબર ત્રણ પ્રચારક દત્તાત્રેય હોસબોલે અને મનમોહન વૈદ્યને પહેલીવાર એક સેશનમાં સાંભળવાનો મોકો મળશે. પહેલીવાર જ બીજેપીનો રાજ્યમાં મુખ્ય ચહેરો અને મુખ્યમંત્રી વસુંધરા રાજે પણ એક સેશનમાં બોલશે.
- બૌદ્ધિક ઉત્પાદન આપનારા જમણી પાંખના આથી પણ મોટા નામો આ યાદીમાં સામેલ છે. સ્વાભાવિક છે કે સવાલ જ્યારે સાહિત્યનો હોય ત્યારે તેમાં સત્તા તરફથી વૈચારિક ભાગીદારી રહેવાની જ છે. જોવાનું એ છે કે આ વખતે લાલમાંથી ભગવો થયેલો લિટફેસ્ટ બીજા કેટલા રંગો બતાવશે.
- રાજકારણમાં વિશ્વાસ, શ્રદ્ધા, નિષ્ઠા અને નેતૃત્વમાં બદલાવ આવવો તો સામાન્ય વાત છે. પણ શું સાહિત્યનો આ મહાકુંભ પણ તે બાજુ ઢળી રહ્યો છે?
 
સમલૈંગિકતા પર આપવામાં આવેલા નિવેદનને કારણે ચર્ચામાં રહેલા સંઘના પ્રચારક હોસબોલે
 
- ગયા વર્ષે માર્ચમાં સમલૈંગિકતા પર આપેલા વિવાદાસ્પદ નિવેદનના કારણે દત્તાત્રેય હોસબોલે આરએસએસનો સૌથી ચર્ચાસ્પદ ચહેરો બન્યા હતા.
- તેઓ મૂળે કન્નડના છે અને અંગ્રેજી સાહિત્યમાં પોસ્ટ ગ્રેજ્યુએટ છે. હવે તેઓ આગામી યુપી ચૂંટણીમાં બીજેપીની ઇલેક્શન મેનેજમેન્ટ સ્ટ્રેટેજીમાં મુખ્ય ભૂમિકા ભજવશે.
- ઉલ્લેખનીય છે કે આરએસએસના નંબર 3 નેતા દત્તાત્રેયને નોતરુ આપવા માટે આયોજકોને ઘણી ટીકાઓનો સામનો પણ કરવો પડ્યો છે.
 
લઘુમતીઓની ચર્ચા પર વૈદ્યએ આપેલું નિવેદન
 
-મનમોહન વૈદ્ય ઓક્ટોબર 2014 માં વિવાદોમાં ઘેરાયા હતા જ્યારે તેમણે લઘુમતી શબ્દની વારંવાર થતી ચર્ચાઓ પર નિરાશા દર્શાવતા કહ્યું હતું કે ભારતમાં કોઇ લઘુમતી કોમ નથી, બધા હિંદુઓ છે.
 
આ લોકોને હાંસિયામાં ધકેલી દીધા
 
- અસહિષ્ણુતા વિવાદના અગ્રણીઓ ઉદયપ્રકાશ, અશોક વાજપેયી, કે. સચ્ચિદાનંદ, આ લોકોને આયોજકોએ હાંસિયામાં ધકેલી દીધા. રશ્દીના પુસ્તક ધ સેટેનિક વર્સીઝ પર પ્રતિબંધ લાગ્યા પછી પણ તેને વાંચનારા હરિ કુંજરૂ જેવા વામપંથી સાહિત્યકાર પણ લિટફેસ્ટનો હિસ્સો નથી.
 
લિટફેસ્ટમાં આજે
 
- કી-નોટ, ગુલઝાર અને એન્ની વૉલ્ડમેનનું સંબોધન.
- બપોરે 12.30 વાગે ‘ઇનર એન્જિનિયરિંગ : અ યોગીઝ ગાઇડ ટુ જોય’ પર સદગુરુ પ્રવચન આપશે.   
- આ જ સમયે એસ. એલ. ભાયરપ્પા ‘સાક્ષી-ધ વિટનેસ’ વિષય પર પોતાની વાત કહેશે.
- સાંજે 5.30 વાગે સ્વાનંદ કિરકિરે અને માનવ કૌલ ‘કિતના કુછ જીવન’ પર પોતાની વાત કરશે. 
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Sangh entry in Jaipur Literature Festival for the first time in last 10 years
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended