Home »National News »Desh» Sandhyas Husband Dead Because Of Illness

બાળકો માટે કુલી બની ગઈ મા, 45 પુરૂષો વચ્ચે પહેલી એકલી મહિલા

divyabhaskar.com | May 15, 2017, 11:43 AM IST

  • સંધ્યાએ બાળકોના ઉછેર માટે કુલી બનવાનું નક્કી કર્યું
જબલપુર:કટની રેલવે સ્ટેશન પર 30 વર્ષની સંધ્યા મરાવીને જોઈને લોકોને ઘણું જ આશ્ચર્ય થાય છે. કારણકે સંધ્યા અહીંયા કુલીનું કામ કરે છે. સંધ્યા સાથે વાત કરતા તે કહે છે કે, તે તેના બાળકોને ભણાવી-ગણાવીને ઓફિસર બનાવવા માગે છે અને તે માટે તે કોઈના સામે હાથ લાંબા કરવા નથી માગતી. સંધ્યા કુલીનું કામ કરીને તેના બાળકોની સાથે સાથે તેના સાસુને પણ સાચવે છે. 
 
બીમારીના કારણે થયું હતું હસબન્ડનું મોત
 
- સંધ્યાના ઘરમાં તેના ત્રણ બાળકો સાથે તેની વૃદ્ધ સાસુ પણ છે. સંધ્યાએ જણાવ્યું કે, 22 ઓક્ટોબર 2016ના રોજ બીમારીના કારણે તેના હસબન્ડ ભોલારામ મરાવીનું મૃત્યુ થઈ ગયુંહતું. ત્યારપછી તેને ઘના ખર્ચની ચિંતા થવા લાગી હતી. પછી તેણે તેના ઓળખાણ વાળા સાથે વાત કરી તો તેને ખબર પડી કે તેને તેના પતિની જગ્યાએ દયાની નોકરી મળી શકે છે. અંતે સંધ્યાએ કુલી બનવાનો નિર્ણય કર્યો.
 
સાંજે કરે છે ઘરનું કામ

- સંધ્યા કુંડમમાં રહે છે. અહીંથી રોજ તે 45 કિમી દૂર પહેલા જબલપૂર જાય છે અને પછી ત્યાંથી કટની પહોંચે છે. રોજ કામ પતાવીને તે સાંજે ઘરે આવે છે અને પછી રસોડાના કામમાં વ્યસ્ત થઈ જાય છે. નોંધનીય છે કે કુલીની ઓળખાણ માટે લાઈસન્સ સમયે એક બિલ્લો આપવામાં આવે છે અને તે પ્રમાણે સંઘ્યાનો નંબર 36 છે.
સંધ્યા 2017ની શરૂઆતથી કુલીનું કામ કરે છે.કટની સ્ટેશનમાં 45 કુલીમાં તે પહેલી મહિલા કુલી છે. નોંધનીય છે કે, સંધ્યાના ત્રણ બાળકોમાં શાહિલ સૌથી મોટો 8 વર્ષનો, હર્ષિત 6 વર્ષનો અને દીકરી 4 વર્ષની છે.
 
આગળની સ્લાઈડમાં જુઓ સંધ્યાની અન્ય તસવીરો
 
(Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Sandhyas husband dead because of Illness
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended