Home »National News »Latest News »National» Samajwadi Party Declares 191 Candidates List Atiq Ahmed Not Get Ticket

સપાએ 191 ઉમેદવારોનું લિસ્ટ જાહેર કર્યું, શિવપાલને સ્થાન, અતીકની ટિકિટ કપાઈ

divyabhaskar.com | Jan 20, 2017, 13:26 PM IST

લખનઉ. સમાજવાદી પાર્ટીએ શુક્રવારે પ્રથમ, બીજા અને ત્રીજા તબક્કાના મતદાન માટે 191 ઉમેદવાદની યાદી જાહેર કરી છે. લિસ્ટમાં અતીક અહમદ, બેની પ્રસાદ વર્માના દીકરા રાકેશ વર્માની ટિકિટ કાપવામાં આવી છે. ઈટાવાની જસવંત નગર સીટ પરથી શિવપાલ યાદવને ટિકિટ મળી છે. ઉપરાંત અરવિંદ સિંહ ગોપની ટિકિટ પણ કાપવામાં આવી છે.
 
અખિલેશના લિસ્ટમાં 26%મુસ્લિમ ઉમેદવારો
 
સપામાં સાઈકલ પર હકનો ફેંસલો આવ્યા બાદ પાર્ટી અધ્યક્ષ અખિલેશ યાદવે જાહેર કરેલા પ્રથમ લિસ્ટમાં 26.1 ટકા મુસ્લિમ ઉમેદવારોનો ટિકિટ આપવામાં આવી છે. 191માંથી 50 મુસ્લિમ ઉમેદવારોને સ્થાન આપવામાં આવ્યું છે.
 
આઝમ ખાનના દીકરાને મળી ટિકિટ
 
- સમાજવાદી પાર્ટીએ આજે જાહેર કરેલા લિસ્ટમાં નરેશ અગ્રવાલની દીકરા નિતિન અગ્રવાલને હરદોઈની ટિકિટ મળી છે.
- આઝમ ખાનના દીકરા અબ્દુલ્લા આઝમને રામપુરની સ્વાર સીટથી ટિકિટ ફાળવવામાં આવી છે.
 
અતીક અહમદની ટિકિટ કપાઈ
 
- આ પહેલાં શિવપાલના લિસ્ટમાં કાનપુર કેંટથી અતીકને ટિકિટ આપવામાં આવી હતી. અખિલેશ પહેલાંથી જ અતીકના નામ પર વાંધો ઉઠાવી ચૂક્યો હતો. શુક્રવારે જાહેર કરવામાં આવેલા લિસ્ટમાં તેનું નામ પણ કાપી નાંખવામાં આવ્યું છે.
 
બેની પ્રસાદ વર્માનો દીકરો પણ કપાયો
 
- મુલાયમના જૂના સાથી બેની પ્રસાદ વર્માના દીકરા રાકેશ વર્માની ટિકિટ પણ કાપવામાં આવી છે.
- ગત ચૂંટણીમાં શિવપાલે બારાબંકીના રામનગરથી અખિલેશના નજીકના મંત્રી અરવિંદ સિંહ ગોપની ટિકિટ કાપીને બેની પ્રસાદ વર્માની દીકરા રાકેશ વર્માને ટિકિટ આપી હતી.
 
મૈનપાલ સિંહને ન મળી ટિકિટ
 
- શિવપાલ યાદવે મેરઠ સરઘના સીટથી મૈનપાલ સિંહ ઉર્ફે પિન્ટુ રાણાને ટિકિટ આપી હતી.
- આ સીટ પરથી અખિલેશે પોતાના પ્રથમ લિસ્ટમાં તેની નજીકના અતુલ પ્રધાનને ટિકિટ આપી હતી.
- હવે અખિલેશે અતુલની ટિકિટ યથાવત રાખીને મૈનપાલ સિંહની ટિકિટ કાપી છે.
 
ડિસેમ્બરના અંતમાં જાહેર થયું હતું કેન્ડિડેટ્સ લિસ્ટ
 
- ઉલ્લેખનીય છે કે ડિસેમ્બર મહિનામાં સમાજવાદી પાર્ટીમાં ટિકિટ લઈને અખિલેશ, મુલાયમ અને શિવપાલ યાદવમાં વિવાદ થયો હતો.
- ડિસેમ્બરના અંતિમ સપ્તાહમાં ત્રણેય લોકોએ પોત-પોતાની રીતે લિસ્ટ જાહેર કર્યા હતા.
- મુલાયમે 26 ડિસેમ્બરે બપોરે 3 કલાકે 403 વિધાનસભા સીટમાંથી 325 કેન્ડિડેટ્સની જાહેરાત કરી હતી.
- જેના 30 કલાક બાદ 29 ડિસેમ્બરની રાતે 9 વાગે અખિલેશે 235 ઉમેદવારો જાહેર કર્યા હતા.
- તેના 2 કલાક બાદ શિવપાલ યાદવે 68 કેન્ડિડેટ્સનું લિસ્ટ જાહેર કર્યું હતું.
- અખિલેશે 171 તો મુલાયમે 176 સીટિંગ એમએલએને ટિકિટ આપી હતી.
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Samajwadi party declares 191 candidates list atiq ahmed not get ticket
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext