Home »National News »Latest News »National» Samajwadi Party Only To Alliance With Congress Not Rld

RLD નહીં માત્ર કોંગ્રેસ સાથે સપા કરશે ગઠબંધન, 300 સીટ પર લડશે ચૂંટણી

divyabhaskar.com | Jan 20, 2017, 08:41 AM IST

  • સપાએ કહ્યું કે યુપીમાં તેઓ માત્ર કોંગ્રેસ સાથે ગઠબંધન કરશે (ફાઈલ)
લખનઉ. યુપીમાં મહાગઠબંધનની શક્યતા ખતમ થતી નજરે પડી રહી છે. સપાનું કહેવું છે કે તેઓ રાષ્ટ્રીય લોક દળ સાથે નહીં માત્ર કોંગ્રેસ સાથે ગઠબંધન કરશે અને 300 સીટ પર ખુદ ચૂંટણી લડશે. પાર્ટી બાકી સીટ પર કોંગ્રેસ સાથે મળીને લડશે. સપાના વાઈસ પ્રેસિડેન્ટ કિરણમય નંદાએ કહ્યું કે આરએલડી સાથે ગઠબંધનને લઈ કોઈ વાત ચાલી રહી નથી. તેમણે કહ્યું કે અમે માત્ર કોંગ્રેસ સાથે ગઠબંધન કરીશું.
 
કોંગ્રેસ ઈચ્છે તો પોતાની સીટો શેર કરેઃ સપા
 
- સપાના સપાના ઉપાધ્યક્ષ કિરણમય નંદાએ કહ્યું કે રાલોદ સાથે કોઈ ગઠબંધન નહીં થાય ફક્ત કોંગ્રેસ સાથે તાલમેલ બેસાડીશું.
- તેમણે કહ્યું કે સપા 300 બેઠકો પરથી લડશે અને બાકીની 100 કોંગ્રેસને મળશે.
- નંદાએ સ્પષ્ટ કહ્યું કે અન્ય ક્ષેત્રીય પાર્ટીઓ સાથે પણ કોઈ ગઠબંધન નહીં કરીએ.
-  હજુ સપા અને કોંગ્રેસના ગઠબંધનની સત્તાવાર જાહેરાત થવાની બાકી છે. કિરણમય નંદાએ અંગે જાહેરાત કરી હતી.
- આરએલડી પ્રવક્તા અનિલ દુબેએ કહ્યું કે, અમે અમારી પસંદની સીટો ઈચ્છતા હતા પરંતુ તેના પર સમજૂતી ન થઈ શકી.
- રિપોર્ટ્ સમુજબ કોંગ્રેસે આરએલડી ચીફ અજિત સિંહના દીકરા જયંત ચૌધરીને 20 સીટની ઓફર કરી હતી. જયંત ચૌધરી સતત રાહુલ ગાંધીના સંપર્કમાં હતા.
 
ફર્સ્ટ અને સેકન્ડ તબક્કાનું લિસ્ટ ફાઈનલ- નંદા
 
- કિરણમય નંદાએ કહ્યું, એસપીએ ફર્સ્ટ અને સેકન્ડ તબક્કાના ઉમેદવારનું લિસ્ટ ફાઈનલ કરી લીધું છે. હવે કોંગ્રેસે તેના ઉમેદવાર જાહેર કરવાના છે.
- કોંગ્રેસ સાથે ગઠબંધન બાદ અમે યુપીમાં પૂર્ણ બહુમતિથી સરકાર બનાવીશું અને અખિલેશ યાદવ ફરીવાર સીએમ બનશે.
- સમાજવાદી પાર્ટી ટૂંક સમયમાં ચૂંટણી ઢંઢેરો જાહેર કરશે. સીટોની જાહેરાત અખિલેશ યાદવ જ કરશે.
 
ઓવૈસી સાથે ચાલી રહી છે આરએલડીની વાતચીત
 
- આરએલડીના યુપી અધ્યક્ષ મસૂદે divyabhaskar.com સાથેની વાતચીતમાં કહ્યું કે, લોકો કહી રહ્યા છે કે અમે કોંગ્રેસ પાસેથી લીટ લેવાની વાત કરી છે, જ્યારે કોંગ્રેસ ખુદ સપા આગળ હાથ ફેલાવીને બેઠી છે.
- અમને કેટલાંક લોકો કાવતરું કરતા હોય તેમ નજરે પડી રહ્યું છે. જો ગઠબંધન નહીં થાય તો અમે મીડિયામાં તેનો ખુલાસો કરીશું.
- મારી ઓવૈસી સાથે પણ ફોન પર વાત થઈ છે. તે લખનઉ આવી રહ્યા છે અને તેઓ અમારી સાથે છે.
- જો સપા-કોંગ્રેસ સાથે વાત નહીં બને તો ઓવૈસીની પાર્ટી એઆઈએમઆઈએમ, પીસ પાર્ટી, બીએસ 4 અને બીજા નાના ગઠબંધનો સાથે મળીને 403 સીટ પર ચૂંટણી લડીશું.
 
આરએલડી શું ઈચ્છતી હતી
 
- રાષ્ટ્રીયલોક દળ(રાલોદ) 3 સીટ સિવાલખાસ (મેરઠ), સાદાબાદ (હાથરસ) અને બુઢાના (મુઝફ્ફરનગર) પર પોતાના ઉમેદવાર ઉતારવા માંગે છે. પરંતુ સપા આ માટે તૈયાર નથી.
- ઉપરાંત વર્તમાન એમએલએની સીટ બદલવા તથા બાકી બંને સીટોમાંથી એક છોડવાની ફોર્મુલા રજૂ કરવામાં આવી હતી. જોકે તેના પર અખિલેશની મહોર લાગી નથી.
 
2012માં કોને કેટલી સીટો મળી
 
- 2012ની વિધાનસભા ચૂંટણીમાં સપાને 224 સીટો મળી હતી. સપાને કુલ વોટના 29.3 ટકા વોટ મળ્યા હતા.
- 2012માં કોંગ્રેસની 28 સીટો હતી અને પાર્ટીને 11.7 ટકા વોટ મળ્યા હતા.
- આરએલડીને તે ચૂંટણીમાં 9 સીટો મળી હતી. 
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Samajwadi party only to alliance with congress not rld
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext