Home »National News »Latest News »National» Samajwadi Party And Congress Announce Alliance For 2017 Uttar Pradesh Elections

ખેંચતાણ બાદ ગઠબંધન: સોનિયા અને પ્રિયંકાના પ્રયાસોથી UPમાં કોંગ્રેસ અને સપાનું જોડાણ

Bhaskar News, Gandhinagar | Jan 23, 2017, 02:02 AM IST

  • ખેંચતાણ બાદ ગઠબંધન: સોનિયા અને પ્રિયંકાના પ્રયાસોથી UPમાં કોંગ્રેસ અને સપાનું જોડાણ,  national news in gujarati
લખનઉ:ઉત્તરપ્રદેસ વિધાનસભાની ચૂંટણી માટે સપા અને કોંગ્રેસે અંતે યુતિ બનાવી છે. સીટોની ફાળવણીમાં લાંબી ખેંચતાણ બાદ રવિવારે સાંજે સપાના પ્રદેશ અધ્યક્ષ નરેશ ઉત્તમ અને કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ રાજ બબ્બરે આ જાહેરાત કરી હતી. યુપીની કુલ 403 વિધાનસભા બેઠકોમાંથી સપા 298 બેઠકો ઉપર પોતાના ઉમેદવારો ઉતારશે જ્યારે કોંગ્રેસના ભાગે 105 બેઠકો આવી છે. નરેશ ઉત્તમે જણાવ્યું હતું કે યુપીમાં બંને પક્ષોનાં રાજકારણની નવી શરૂઆત છે. સાંપ્રદાયિક તાકાતોને મૂળમાંથી ઉખાડી નાખવા માટે આ યુતિ કરવામાં આવી છે.
 

 ઉલ્લેખનીય છે કે બંને પક્ષો વચ્ચે લાંબા સમયથી બેઠકોની ફાળવણીનો મુદ્દો અટવાયેલો હતો. સપા પોતાના માટે 330 બેઠકો માગી હતી. જ્યારે કોંગ્રેસ 120 બેઠકોની માગણી ઉપર અડગ હતી. શનિવારે સાંજે સપાના નેતાઓએ યુતિની શક્યતાઓ નકારવાનું શરૂ કરી દીધું હતું. પરંતુ ત્યાર બાદ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધીએ દખલ કરીને આ યુતિ શક્ય બનાવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર આ સમાધાનમાં પ્રિયંકાએ અગત્યની ભૂમિકા ભજવી છે.
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Samajwadi Party and Congress announce alliance for 2017 Uttar Pradesh elections
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext