Home »National News »Latest News »National» RSS Thinker Manmohan Vaidya Said Anamat Should Be Finished

હવે અનામત ખતમ કરો, અનામતથી ભાગલાવાદને પ્રોત્સાહન મળે છે: સંઘ

Bhaskar News, Jaipur | Jan 21, 2017, 08:39 AM IST

જયપુર:અનામત હવે ઉત્તરપ્રદેશ-પંજાબની ચૂંટણીઓમાં ભાજપની મુશ્કેલીઓ બનવા જઇ રહી છે. બિહાર ચૂંટણીઓની જેમ સંઘે ફરી અનામત નાબૂદ કરવાનો મુદ્દો ઉઠાવી દીધો છે. સંઘ વિચારક મનમોહન વૈદ્યે જયપુર લિટરેચર ફેસ્ટિવલમાં જણાવ્યું કે અનામતના નામે સેંકડો વર્ષ સુધી લોકોને અલગ કરીને રાખવામાં આવ્યા, હવે અનામત નાબૂદ કરવાની આપણી જવાબદારી છે. તેમને સાથે લાવવા માટે અનામત ખતમ કરવી પડશે. અનામતથી ભાગલાવાદને પ્રોત્સાહન મળે છે.
 
બિહારની ચૂંટણીઓ દરમિયાન સંઘપ્રમુખ મોહન ભાગવતે અનામતનો વિરોધ કર્યો હતો. પરિણામે અનામત ચૂંટણી મુદ્દો બની અને ભાજપનો કારમો પરાજય થયો. હવે વૈદ્યનું નવું નિવેદન પણ ચગી રહ્યું છે. લાલુ યાદવે જણાવ્યું છે કે આવાં જ નિવેદન પછી બિહારમાં ભાજપનો ભારે રકાસ થયો હતો. લાગે છે કે થોડીક કચાસ રહી ગઇ હતી. હવે યુપીમાં પણ બિહારવાળી થશે. જ્યારે કેજરીવાલ અને કોંગ્રેસે આને દલિતવિરોધી માનસિકતા ગણાવી છે. હવે માયાવતી શનિવારે પ્રેસ કોન્ફરન્સ યોજીને આ નિવેદનને મુદ્દો બનાવશે.
 
જ્યાં જાતિ જ મુદ્દો છે, ત્યાં આ નિવેદન અસર કરશે જ
 
- બિહારમાં ભાગવતે અનામતવિરોધી નિવેદન કર્યુ હતું.
- ...અને હવે યુપી અને પંજાબમાં મતદાન થવાનું છે.
 
યુપીમાં 63%, પંજાબમાં 54% ને અનામતનો ફાયદો

યુપીમાં 19 % સવર્ણો, 18% મુસ્લિમો સહિત 63% વસતીને અને પંજાબમાં 54%ને અનામતનો ફાયદો મળી રહ્યો છે.
 
ઉપ્રનું સમીકરણ

સવર્ણ 19%
પછાત 43%
દલિત 20%
અન્ય 18%

પંજાબનું સમીકરણ

સવર્ણ 41%
પછાત 22%
દલિત 32%
અન્ય 05%
 
બિહારમાં પણ 60% વસતી અનામત હેઠળ હતી, આ નિવેદન ભાજપને મોંઘુ પડ્યું હતું
 
બિહારમાં ભાગવતનું અનામત પર નિવેદન ભાજપને મોંઘુ પડ્યું હતું. ત્યાં યુપી અને પંજાબની જેમ 60% વસતી અનામતનો ફાયદો લઇ રહી છે.
 
ઓબીસી 44%
સવર્ણ 17.6%
દલિત 16%
અન્ય 22.4%
 
અનામત સંઘની ખૈરાત નથી : લાલુ

અનામત બંધારણને મળેલો અધિકાર છે. અહીંયા સંઘ જેવાં જાતિવાદી સંગઠનોની ખૈરાત નથી. તેને છીનવી લેવાની વાત કરનારને ઔકાતમાં લાવવાનું મારા વર્ગોને સારી રીતે આવડે છે. - લાલુ યાદવ
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: RSS Thinker Manmohan Vaidya said Anamat Should be finished
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext