Home »National News »Latest News »National» Rss Clears Its Stand On Reservation In Jlf After Row

સંઘનો U ટર્ન, કહ્યું દેશમાં જાતીય અસમાનતા રહેવા સુધી ચાલુ રહે અનામત

divyabhaskar.com | Jan 21, 2017, 17:41 PM IST

  • જ્યાં સુધી દેશમાં જાતિ અને જન્મ આધારિત અસમાનતા રહે ત્યાં સુધી અનામતની સુવિધા રહેવી જોઈએ તેમ હોસબોલેએ કહ્યું. (ફાઈલ)
જયપુર. અનામત પર આરએસએસ દ્વારા આપવામાં આવેલા નિવેદનથી રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. હવે ડેમેજ કન્ટ્રોલની કોશિશ કરવામાં આવી રહી છે. જયપુર લિટરેચર ફેસ્ટિવલમાં આરએસએસે પોતાનું વલણ સ્પષ્ટ કરતાં કહ્યું હતું કે અનામત ચાલુ રહેવી જોઈએ. એમ પણ કહ્યું કે, અમારું પાક્કું સ્ટેન્ડ એવું ઠે કે જ્યાં સુધી દેશમાં જાતિ અને જન્મ આધારિત અસમાનતા રહેશે ત્યાં સુધી અનામિતની સુવિધા રહેવી જોઈએ. આરએસએસના સહસરકાર્યવાહ દત્તાત્રેય હોસબોલેએ શનિવારે કહ્યું, અનામતને લઈને બિનજરૂરી વિવાદ પેદા કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
 
બંધારણમાંSC, ST, OBCમાટે જોગવાઈ
 
- હોસબોલેએ કહ્યું, બંધારણ મુજબ અનામત ચાલુ રહે તેવો સંઘે હંમેશા પ્રયત્ન કર્યો છે. બંધારણમાં અનુસૂચિત જનજાતિ (એસટી), અનુસૂચિત જાતિ (એસસી) તથા અન્ય પછાત વર્ગને અનામતની જોગવાઈ છે.
- આ તમામ વર્ગોને અનામતનો પૂરે પૂરો લાભ મળે, તેથી સંઘની અખિલ ભારતીય પ્રતિનિધિ સભાએ 1991માં પ્રસ્તાવ પાસ કર્યો હતો.
- પ્રસ્તાવમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું હતું કે, એસટી, એસસી અને ઓબીસીને અનામતની જોગવાઈનો લાભ મળે તેનો પ્રયત્ન કરતા રહેવું જોઈએ.
- હોસબોલેએ કહ્યું, સંઘના પદાધિકારી હોવાના કારણે હું સ્ષ્ટ કરવું માંગુ છું કે બિનજરૂરી વિવાદ ઉભો કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. જ્યાં સુધી દેશમાં જાતિ અને જન્મ આધારિત સુવિધા રહે ત્યાં સુધી અનામતની સુવિધા રહેવી જોઈએ.
-  આ વાક્ય મેં સાહિત્ય ઉત્સવમાં પણ કહ્યું હતું અને આ જ આરએસએસનું પાક્કુ સ્ટેન્ડ છે, તેમ સંઘ સહસરકાર્યવાહકે જણાવ્યું હતું.
- આ વિષયનો વિવાદ ઉભો કરવાનો પ્રયત્ન થયો છે. તેથી એક વખત ફરી એકવાર આ અંગે જણાવવું પડી રહ્યું છે.  
- હોસબોલેએ અપીલ કરી કે સંઘને લઈ વિવાદ ઉભો કરવાનો પ્રયાસ ન કરો. તેનાથી સામાજિક તણાવ ઉભો થવાની સ્થિતિ ઉદભવે છે.
 
 શું બોલ્યા હતા મનમોહન વૈદ્ય?
 
- સંઘના મનમોહન વૈદ્યએ શુક્રવારે જયપુર લિટરેચર ફેસ્ટિવલમાં કહ્યું હતું કે, “અનામતના નામે અનેક વર્ષો સુધી લોકોને અલગ કરીને રાખવામાં આવ્યા, જેને ખતમ કરવાની જવાબદારી અમારી છે. આ લોકોને સાથે લાવવા માટે અનામત ખતમ કરવું જરૂરી છે.
- “અનામતનો વિષય ભારતમાં એસસી-એસટી માટે અલગથી આવ્યો છે. આ સમાજનું ભૂતકાળમાં શોષણ થયું છે. તેમને સાથે લાવવા માટે બંધારણમાં પ્રારંભથી જ અનામતની જોગવાઇ કરવામાં આવી છે. આંબેડકરે કહ્યું હતું કે કોઇપણ દેશમાં અનામતની વ્યવસ્થા હંમેશાં રહે તે પણ યોગ્ય નથી. બાકીના સહુને વધુ મોકા આપવા જોઇએ. તેમને વધુ શિક્ષણ મળવું જોઈએ.”
 
વિવાદ વધતાં પાછળથી સ્પષ્ટતા કરી
 
- વૈદ્યએ પોતાના નિવેદન બાબતે પાછળથી સ્પષ્ટતા કરી. તેમણે કહ્યું કે, “મેં કહ્યું હતું કે જ્યાં સુધી સમાજમાં ભેદભાવ છે, ત્યાં સુધી અનામત રહેશે. સંઘ અનામતના પક્ષમાં છે.”
 
બિહાર ચૂંટણી પહેલા ભાગવતના નિવેદન પર થઇ હતી બબાલ
 
- બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા મોહન ભાગવતે એક નિવેદનમાં કહ્યું હતું કે પ્રવર્તમાન અનામત વ્યવસ્થાની સમીક્ષા કરવાની જરૂર છે.
- ત્યારબાદ વિરોધપક્ષે તેને ચૂંટણીનો મુદ્દો બનાવી દીધો. ચૂંટણીમાં બીજેપીની બહુ ખરાબ રીતે હાર થઇ.
- બીજેપીની હાર પછી વિરોધપક્ષે જ નહી પરંતુ બીજેપીના પણ ઘણા નેતાઓએ ભાગવતને હાર માટે જવાબદાર ઠેરવ્યા હતા.
 
બિહારમાં મતદાનના 20 દિવસ પહેલા આપેલું નિવેદન
 
- બિહારમાં મતદાનના 20 દિવસ પહેલા ભાગવતે અનામત વિરોધી નિવેદન આપ્યું હતું.
- યુપીમાં 21 દિવસ અને પંજાબમાં 15 દિવસ પહેલા તબક્કાનું મતદાન યોજાશે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: rss clears its stand on reservation in jlf after row
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended