Home »National News »Desh» Priya Sachdev Is Marrying Sunjay Kapur Ex Husband Of Karisma Kapoor

5 વર્ષ પણ ન ટકી શક્યા 100 કરોડનાં આ શાહી લગ્ન, PM - રાષ્ટ્રપતિ હતા મહેમાન

divyabhaskar.com | Mar 21, 2017, 10:24 AM IST

  • વિક્રમ અને પ્રિયાએ જગમંદિર પેલેસમાં 2006માં લગ્ન કર્યા હતા.
ઉદયપુરઃ મોડલ અને એક્ટ્રેસ પ્રિયા સચદેવ હાલ પોતાના લગ્ન અને અફેરને કારણે ચર્ચામાં છે. તે હવે કરિશ્મા કપૂરના પૂર્વ પતિ સંજય કપૂર સાથે લગ્ન કરવા જઈ રહી છે. તેઓ બંને એકબીજાને છેલ્લા ઘણા સમયથી ડેટ કરી રહ્યાં છે. પ્રિયા સચદેવ હોટલ માલિક વિક્રમ ચટવાલની એક્સ વાઈફ છે. વિક્રમ અને પ્રિયાએ જગમંદિર પેલેસમાં 2006માં લગ્ન કર્યા હતા. આ લગ્નએ તે સમયે 10 દિવસ સુધી ચાલેલા સમારોહને કારણે સૌથી મોંઘી લગ્નનો રેકોર્ડ સર્જયો હતો. 
મહેમાનોમાં હતા પીએમ, રાષ્ટ્રપતિ, બિલ ક્લિંટન...

- દિલ્હી, મુંબઈ અને ઉદયપુરમાં 10 દિવસ સુધી ચાલેલા આ સમારોહમાં 126 દેશોના 600 મેહમાનો આવ્યા હતા. લગ્નમાં 20 મિલિયનનો ખર્ચ કરાયો હતો.
- લગ્નમાં મહેમાનો ચાર્ટડ જેટ થકી આવ્યા હતા. શાહરુખ ખાન અને રેપર ડીડી જેવા સ્ટાર્સ હાજર રહ્યાં હતા. 
- આ લગ્નમાં પૂર્વ પીએમ મનમોહન સિંઘથી લઈ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિંટન મહેમાન તરીકે હાજર રહ્યાં હતા.
- કરોડોના ખર્ચે થયેલા આ લગ્ન લાંબો સમય ટકી શક્યા નહીં. 2011માં પ્રિયા અને વિક્રમ ચટવાલ અલગ થયા હતા.
 
વિક્રમ ચટવાલ અને પ્રિયા સચદેવ....

- વિક્રમ સંતસિહ ચટવાલના પુત્ર ઘણો પ્રભાવ ધરાવે છે. તેમણે હિલેરીના કેમ્પેનમાં ઘણો પૈસા ખર્ચ કર્યો હતો.
- 2010માં પદ્મભૂષણથી નવાજવામાં આવેલા સંતસિંહ અમેરિકાના હેમ્પશાયર હોટલ્સ એન્ડ રિસોર્ટસના માલિક છે.
- વિક્રમ ડ્રીમ ગ્રૂપ ઓફ હોટલ્સના ફાઉન્ડર છે. તેઓ ઘણીવાર વિવાદમાં રહ્યાં છે. 2013માં તે અમેરિકન એરપોર્ટ પર ડ્રગ્સ સાથે પકડાયા હતા અને જેલ પણ ગયા હતા.
- 2014 માં વિક્રમના હોલિવૂડ સેલિબ્રિટી લિંડસે લોહાન સાથે અફેર હોવાની ચર્ચા હતી. આ સમયે વિક્રમે ડ્રગ્સની ટેવને કારણે 10 વાર રિહેબિલિટેશન સેન્ટર જવાની વાત સ્વીકારી હતી.
- બીજી તરફ પ્રિયા સચદેવા દિલ્હીમાં જન્મી અને મોટી થઈ. તે ફિલ્મ અને મ્યૂઝિક આલ્બમમાં જોવા મળી છે.
- પ્રિયા સચદેવ સંજય કપૂરને ઘણા સમયથી ડેટ કરી રહી છે. બંને ઘણીવાર સાથે જોવા મળ્યા છે.
 
(આગળની સ્લાઈડ્સમાં જુઓ સંબંધિત તસવીરો............)
(Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Priya Sachdev is marrying Sunjay Kapur ex Husband Of Karisma Kapoor
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended