Home »National News »Desh» Royal Wedding In Jaipur, BJP Ministers Presents

આ રોયલ વેડિંગમાં સામેલ થયા મિનિસ્ટર્સ, ચાંદીના વાસણમાં પીરસાયું ભોજન

divyabhaskar.com | Apr 21, 2017, 10:52 AM IST

  • જયપુરના પ્રખ્યાત જ્વેલર્સ વિજય ચૌરડિયાની દીકરી રવીના અને મહારાષ્ટ્રના સાંસદ અજય સંચેતીના દિકરા નિર્ભય
જયપુર:રોયલ વેડિંગસ માટે સમગ્ર દેશમાં પ્રખ્યાત જયપુરના સિટી પેલેસના ભવ્ય આંગણામાં થયેલા વધુ એક લગ્ન ચર્ચાનો વિષય બન્યો છે. તેનુ કારણ એ છે કે, તેમાં રાજવી પરિવારની જગ્યાએ બીજેપી સરકારના નેતાઓ વધારે જોવા મળ્યા હતા. જયપુરના પ્રખ્યાત જ્વેલર્સ વિજય ચૌરડિયાની દીકરી રવીના અને મહારાષ્ટ્રના સાંસદ અજય સંચેતીના દિકરા નિર્ભયના મંગળવારે લગ્ન હતા. 
 
બીજેપીના દિગ્ગજ નેતાઓ થયા ભેગા

- આ લગ્નમાં ગૃહમંત્રી રાજનાથ સિંહ, મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસ, પરિવહન મંત્રી નિતિન ગડકરી, માનવ સંશાશન વિકાસમંત્રી, પ્રકાશ જાવડેકર, સુચના અને પ્રસારણ રાજ્યમંત્રી રાજ્યવર્ધન સિંહ અને ફિલ્મ ડિરેક્ટર મધુર ભંડારકર સામેલ થયા હતા.
- આ પહેલાં દિવસ દરમિયાન પણ એરપોર્ટ પર લોકો આવતા-જતા રહ્યા હતા.
- તેમાં ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા શાહનવાઝ હુસૈન, રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીય,કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા સામેલ થયા હતા. 
- દરેક નેતાઓનું ભાજપના પ્રદેશાધ્યક્ષ અશોક પરનામી, પ્રદેશના ગૃહમંત્રી ગુલાબચંદ કટારયા સહિત ઘણાં નેતાઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.
 
મોગરાની માળાથી કર્યું સ્વાગત

- ચૌરડિયા પરિવાર અને શહેરના ખાસ લોકોએ જાનૈયાઓનું સ્વાગત સિલ્કની શોલ અને મોગરાની માળાથી કર્યું હતું.
- ખાસ લોકો માટે તૈયાર કરવામાં આવેલા ડાઈનિંગ એરિયામાં ચાંદીના વાસણોમાં ભોજન પીરસવામાં આવ્યું હતું.
 
આગળની સ્લાઈડમાં જુઓ રોયલ વેડિંગની વધુ તસવીરો
(Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Royal Wedding in Jaipur, BJP ministers Presents
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended