Home »National News »Latest News »National» Robbery Of 49 Lakhs In 2 Banks Of Jharkhand

ઝારખંડના 2 જિલ્લાઓની 2 બેન્કોમાંથી હથિયારધારી બદમાશોએ લૂંટ્યા 49 લાખ

divyabhaskar.com | Feb 07, 2017, 16:04 PM IST

  • હજારીબાગ સ્થિત અલાહાબાદ બેન્કની ઇચાક શાખામાં લૂંટ પછી સ્થળ પર લોકોની ભીડ જમા થઇ ગઇ.
હજારીબાગ/ગિરિડીહ: ઝારખંડના બે જિલ્લાઓ હજારીબાદ અને ગિરિડીહમાં મંગળવારે કુલ મળીને 49 લાખ 50 હજાર રૂપિયાની લૂંટ થઇ. પહેલી ઘટના હજારીબાગની અલાહાબાદ બેન્ક (ઇચાક બ્રાંચ) માં થઇ. અહીંથી 21 લાખ 30 હજાર રૂપિયાની રકમ લૂંટવામાં આવી. બીજી ઘટના ગિરિડીહની યુનિયન બેન્ક (બેંગાબાદ બ્રાંચ) માં થઇ. અહીંથી 28 લાખ રૂપિયાની રકમ લૂંટવામાં આવી. બેન્ક સ્ટાફ અને ગ્રાહકો સાથે મારપીટ પણ કરવામાં આવી. પોલીસ આરોપીઓની શોધ કરી રહી છે.
 
નકાબ વગર આવ્યા લૂંટારૂઓ
 
- હજારીબાગની અલાહાબાદ બેન્ક સવારે જેવી ખુલી કે તરત તેમાં 8 બદમાશો ઘૂસ્યા. કોઇએ પણ નકાબ પહેર્યો ન હતો.
- આરોપીઓએ બેન્ક સ્ટાફ અને ગ્રાહકો સાથે મારપીટ કરી. ત્યાપબાદ ગ્રાહકોને રૂમમાં બંધ કરી દીધા.
- એ પછી કેશિયર પાસે હતી તે રકમ ઉપરાંત લોકર પણ તોડ્યું. આશરે 21 લાખ રૂપિયા લઇને આરોપીઓ ફરાર થઇ ગયા.
- સાક્ષીઓના જણાવ્યા પ્રમાણે, તમામ બદમાશો પાસે હથિયાર હતા. તેઓ બાઇક લઇને બેન્ક પહોંચ્યા હતા. ઘટના બાદ એસપી અનુપ બિરથરે સ્થળ પર પહોંચ્યા હતા. પોલીસ બેન્કના સીસીટીવી ફૂટેજની મદદથી આરોપીઓને ઓળખવાની કોશિશ કરી રહી છે.
 
ગિરિડીહમાં પણ આ જ રીત
 
- ગિરિડીહમાં કુલ 28 લાખ 13 હજાર 67 રૂપિયા લૂંટવામાં આવ્યા. 7 બદમાશોએ મળીને લૂંટ કરી હતી.
- બેન્ક ખૂલતાંની સાથે જ 5 લોકો અંદર ઘૂસ્યા જ્યારે બાકીના 2 ગેટ પર ઊભા રહ્યા. બદમાશોએ સૌથી પહેલા સીસીટીવી કેમેરા તોડ્યા. ગ્રાહકો અને બેન્ક સ્ટાફને બંદી બનાવી લીધા.
- બેન્ક મેનેજરને મારપીટ કર્યા પછી તેની પાસેથી લોકરની ચાવી લીધી. રૂપિયા કાઢ્યા. ત્યારબાદ તેઓ 4 બાઇક્સ લઇને બિહાર તરફ ભાગી છૂટ્યાં.
- જાણકારી પ્રમાણે, કેટલાક લોકોએ બદમાશોનો પીછો કર્યો. તેમનું ધ્યાન ભટકાવવા માટે બદમાશોએ રસ્તા પર કેટલીક નોટો પણ ફેંકી.
 
પોલીસે શું કહ્યું?
 
- હજારીબાગ એસપી અનુપ બિરથરેએ કહ્યું, આ ઘટનામાં પ્રોફેશનલ ક્રિમિનલ્સનો હાથ છે. તપાસમાં ડોગ સ્ક્વૉડની મદદ લેવામાં આવી છે. સીસીટીવી ફૂટેજ ચકાસવામાં આવી રહ્યા છે. રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. વાહનોની ચેકિંગ કરવામાં આવી રહી છે. ક્રિમિનલ્સ જલ્દીથી પકડાઇ જશે.
- હજારીબાગના ડીઆઇજી ભીમસેન ટૂટીએ જણાવ્યું, બંને ઘટનાઓમાં પોલીસને સીસીટીવીની મદદ મળી રહી છે. હજારીબાગનો સીસીટીવી ફૂટેજ ઘણો સ્પષ્ટ છે. ગુનેગારોના ચહેરાઓ ઓળખી શકાય છે. ગિરિડીહમાં ઘેરો નાખીને ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. શંકા છે કે આરોપીઓ બિહર તરફ ભાગ્યા હશે. બિહાર પોલીસ સાથે સંપર્ક કરવામાં આવ્યો છે. 
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Robbery of 49 lakhs in 2 banks of Jharkhand
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext