Home »National News »Photo Feature» Road Romeo Gets Lesson Outside Girl's School And College

જીન્સ-ટોપમાં કોલેજ પહોંચી લેડી ASI, યુવકોએ છેડતી કરતા કર્યા આવા હાલ

divyabhaskar.com | Feb 10, 2017, 00:12 AM IST

  • છેડતી કરનારા અને અભદ્ર ટિપ્પણી કરતા અડધો ડઝન રોડ રોમિયોની એએસઆઈએ જાહેરમાં ધોલાઈ કરી હતી.
ધોલપુરઃ શહેરની ગર્લ્સ સ્કૂલ અને કોલેજ આસપાસ રોડ રોમિયોઝનો ત્રાસ વધી ગયો હોવાની ફરિયાદો થતી રહે છે. જેને કારણે એસપી ઓફિસમાં તૈનાત એએસઆઈ ટીનૂ સોગરવાલ જીન્સ-ટોપમાં સ્કૂટી લઈ સ્કૂલ-કોલેજોની બહાર ઊભી રહી હતી. અહીં છેડતી કરનારા અને અભદ્ર ટિપ્પણી કરતા અડધો ડઝન રોડ રોમિયોની એએસઆઈએ જાહેરમાં ધોલાઈ કરી હતી.
 
લેડી સિંઘમે કરી રોડ રોમિયોની ધોલાઈ...

- એએસઆઈ ટીનૂ સોગરવાલ જીન્સ-ટોપમાં સ્કૂટી લઈ એકલી જ 11 વાગે રામ બિહારી મંદિર પાસેની ગર્લ્સ સ્કૂલ બહાર પહોંચી હતી.
- આ સમયે અમુક રોડ રોમિયોએ ટીનૂને જોઈ અભદ્ર ટિપ્પણી કરી તો ઘણા ઘુરતા-ઘુરતા નીકળી ગયા.
- એક બાઈક પર આવેલા 3 યુવકોએ ટીનૂને જોઈ અભદ્ર ટિપ્પણી કરી તો તેણે દોડીને તેમને પકડ્યા, એએસઆઈએ બે યુવકોની જાહેરમાં ધોલાઈ કરી હતી. જ્યારે કે ત્રીજો યુવક ભાગવામાં સફળ રહ્યો હતો.
- એએસઆઈએ પોતાના ઓપરેશન રોમિયો હેઠળ અડધા ડઝનથી વધુ યુવકોની ધોલાઈ કરી હતી. અચાનક થયેલી આ કાર્યવાહીને કારણે ઘણા રોડ રોમિયો ગર્લ્સ-કોલેજ પાસેથી નાસી છૂટ્યા હતા.
- એએસઆઈની કાર્યવાહી બાદ સ્થાનિક લોકોએ આ પ્રકારની કાર્યવાહી સમયાંતરે કરતા રહેવાની અપીલ કરી હતી.
- એએસઆઈ ટીનૂએ જણાવ્યું કે, મને એસપીએ યુનિફોર્મ વગર જઈ કાર્યવાહી કરવાના નિર્દેશ આપ્યા હતા. અગાઉ યુનિફોર્મ અને પોલીસ જીપને જોઈને રોડ રોમિયો પહેલા જ નાસી જતા હતા.
- એએસઆઈ ટીનૂએ સ્કૂલ અને કોલજ ગર્લ્સને કહ્યું કે, હવે કોઈ રોડ રોમિયો હેરાન કરે તો મને કોલ કરજો, તેને છોડીશું નહીં.
 
(આગળની સ્લાઈડ્સમાં જુઓ લેડી ASIએ કેવી રીતે કરી યુવકોની ધોલાઈ........)
(Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Road Romeo Gets Lesson Outside Girl's School And College
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended