Home »National News »Latest News »National» Up Election Rld Candidiates Brother And His Friend Shot Dead

યુપીઃ ઉમેદવારે હમદર્દી વોટ મેળવવા ભાઈની કરાવી હત્યા, 4 આરોપી પકડાયા

divyabhaskar.com | Feb 08, 2017, 16:34 PM IST

  • રાલોદ કેન્ડિડેટના ભાઈ અને તેના મિત્રની બોડી 7 ફેબ્રુઆરીએ જંગલમાંથી મળી હતી.
બુલંદશહર. યુપીના ખુર્જામાં થયેલા ડબલ મર્ડરના આરોપમાં પોલીસે રાષ્ટ્રીય લોક દળ (RLD) કેન્ડિડેટ મનોજ ગૌતમ સહિત 4 લોકોની ધરપકડ કરી છે. મૃતકમાં એક ગૌતમનો ભાઈ છે. પોલીસ મુજબ, ગૌતમ ભાઈની હત્યાના બદલામાં લોકો પાસેથી હમદર્દી વોટ મેળવવા માંગતો હતો. જોકે, તેણે બીએસપી કેન્ડિડેટ અર્જુન સિંહ પર ભાઈના મર્ડરનો આરોપ લગાવ્યો.
 
મર્ડરના કાવતરાનો ઓડિયો લીક
 
-પોલીસના જણાવ્યા મુજબ, ખુર્જા સીટથી આરએલડી કેન્ડિડેટના ભાઈ વિનોદ અને તેના મિત્ર સચિનની બોડી મંગળવારે જંગલમાંથી મળી. પોલીસે ગૌતમના ડ્રાઈવર પ્રવીન્દ્ર અને 2 લોકોને એરેસ્ટ કર્યા.
-ગૌતમે ચૂંટણી જીતવા માટે વિનોદ અને સચિનની હત્યા કરાવી હોવાનો આરોપ છે. ઘટના સમયે ઉપયોગમાં લેવાયેલી પિસ્તોલ પણ મળી આવી છે. પોલીસે ગુનેગોરોએ ગૌતમ સાથે કરેલી વાતચીતનો ઓડિયો બહાર પાડ્યો છે.
- બીએસપીએ પહેલા ગૌતમને ખુર્જા સીટ પરથી કેન્ડિડેટ બનાવ્યો હતો પરંતુ બાદમાં ટિકિટ કાપીને અર્જુન સિંહને ઉમેદવાદ જાહેર કર્યો હતો.
 
પોલીસની કહાણી ખોટીઃ RLDકેન્ડિડેટ
 
- 6 ફેબ્રુઆરીએ સાંજે સભા બાદ બંને આરએલડી નેતા જયંત ચૌધરીને સી-ઓફ કરવા ગયા હતા. આ દરમિયાન તેને કિડનેપ કરી લેવાયા.
- વિનોદની સાથે કારમાં સચિન પણ હાજર હતો, જેની કદાચ હત્યારાઓને ખબર નહોતી. આરોપી બંનેને કિડનેપ કરીને જંગલમાં લઈ ગયા.
- એસએસપી સોનિયા સિંહે જણાવ્યું કે, ગૌતમ અને પ્રવીન્દ્રએ પ્લાનિંગ મુજબ ઘટનાને અંજામ આપ્યો. ગોળી ગૌતમની લાઈસન્સવાળી પિસ્તોલમાંથી મારવામાં આવી.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Up election rld candidiates brother and his friend shot dead
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended