Home »National News »Latest News »National» Rjp Mp Becom Accuse In Murder Case Filed Against Them

RJDના પૂર્વ સાંસદ પ્રભુનાથ 22 વર્ષ જૂના હત્યા કેસમાં દોષી

Bhaskar News, Patna | May 19, 2017, 03:41 AM IST

  • RJDના પૂર્વ સાંસદ પ્રભુનાથ 22 વર્ષ જૂના હત્યા કેસમાં દોષી,  national news in gujarati
પટણા:રાષ્ટ્રીય જનતા દળના પૂર્વ સાંસદ પ્રભુનાથ સિંહને ધારાસભ્ય અશોકસિંહની હત્યાના કેસમાં હજારીબાગની એક કોર્ટે દોષી જાહેર કર્યા છે. અશોકસિંહની હત્યા 1995માં થઇ હતા. જ્યારે કોર્ટે તેમના ભાઈ દીનાનાથ સિંહ અને તેમના સહયોગી રિતેશકુમારને પણ દોષી જાહેર કર્યા છે. પ્રભુનાથ સિંહની ધરપકડ કરીને જેલ મોકલી દેવાયા છે. સજા 23 મેના રોજ ફટકારવામાં આવશે.

અશોકસિંહ સારણ જિલ્લાના મશરકથી જનતાદળના ધારાસભ્ય હતા.  પટણામાં 3 જુલાઈ, 1995ના રોજ તેમના ઘરમાં ગોળી મારીને તેમને હત્યા કરી દેવાઇ હતી. 1997માં પટણા હાઈકોર્ટના નિર્દેશ પર મામલાને હજારીબાગ ટ્રાન્સફર કરી દેવાયા હતા. પ્રભુનાથ સિવાન જિલ્લાના રહેવાસી છે અને મહારાજગંજથી સાંસદ રહી ચૂક્યા છે. 2009ની લોકસભા ચૂંટણી આરજેડીના ઉમાશંકર સિંહે તેમને હરાવ્યા હતા.
2012માં તેઓ જેડીયુ છોડીને આરજેડીમાં જોડાઇ ગયા હતા. તેમને લાલુ યાદવની નજીક મનાય છે.
 
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Rjp mp becom accuse in murder case filed against them
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended