Home »National News »Latest News »National» Bollywood Actor Rishi Kapoor Targeted Gandhi Family In JLF

દરેક ઇમ્પોર્ટેન્ટ અસેટ આમના નામે જ કેમ? ગાંધી ફેમિલી પર બોલ્યા રિષી કપૂર

Brijesh Upadhyay | Jan 21, 2017, 01:03 AM IST

જયપુરઃઅહીં ચાલી રહેલા જયપુર લિટરેચર ફેસ્ટિવલનાં બીજા દિવસે રિષી કપૂરે ગાંધી ફેમિલ પર શાબ્દિક પ્રહાર કર્યા હતા. રિષીએ કહ્યું કે, ‘આ વાત જરૂરી નથી કે એક જ પરિવારના નામે જ દેશના બધા ઈમ્પોર્ટેન્ટ અસેટ હોય. દેશના અન્ય લોકો પણ છે જેમનું ઘણું યોગદાન છે. બંધારણમાં ફેરફાર કરી મહત્વપૂર્ણ અસેટ પર નેતાઓના નામ રાખવા બાબતે પ્રતિબંધ લાદી દેવો જોઈએ. ગુલઝારે પણ રાજકરણ પર કટાક્ષ કરતા કહ્યું કે-‘ખભા પર ચિતરાવ્યું ગાયનું ટેટૂ, મરી જાત તે વ્યક્તિ રમખાણોમાં, ટેટૂ જોઈ  છોડી દીધો.’
રિષીએ કહી આ વાતો

- રિષીએ ફેસ્ટિવલમાં પોતાના જીવનનાં ઘણા ખુલાસા કર્યા હતા.
- રિષી કપૂરે કહ્યું કે- તેઓ રાજકરણમાં આવવા નથી માંગતા અને કોઈ પક્ષનો સપોર્ટ કે વિરોધ નથી કરતા. મુદ્દો માત્ર દેશથી જોડાયેલો હોવા પર તેઓ દેશને જગાવે છે.
- રિષીએ કહ્યું કે- માત્ર દિલ્હીમાં જ 64 એસેટ્સ એવા છે જેના નામ એક જ પરિવાર પાસે છે.
- દેશમાં અન્ય લોકો પણ છે, જેમકે જેઆરડી ટાટા, લતા મંગેશકર. આ લોકોનું પણ યોગદાન છે.
- ગતવર્ષે મે મહિનામાં પણ ટ્વિટર પર રિષીએ ગાંધી-નેહરૂના નામે ઘણાં મહત્વપૂર્ણ સ્થળો છે તેનો વિરોધ કર્યો હતો.
 
લિટરેચર ફેસ્ટિવલના ઉદઘાટન સત્રમાં રાજસ્થાનનાં મુખ્યમંત્રી વસુંધરા રાજે, ગુલઝાર, ઇશા ફાઉન્ડેશનના સંસ્થાપક  સદગુરુ જગ્ગી વાસુદેવ અને વાલ્ડમેન પણ હાજર રહ્યા હતા. ફેસ્ટિવલમાં આ વખતે 250 કરતાં વધારે લેખક, વિચારક, નેતા અને સાંસ્કૃતિક હસ્તીઓ હાજર રહી હતી. ડિગ્ગી પેલેસની ફ્રન્ટ લૉનમાં ગુલઝારે પોતાના અંદાજમાં વાત કહેવાનું શરૂ કર્યું. આવો વાંચીએ ગુલઝારે તેમના શબ્દોમાં શું કહ્યું
 
મને એ ખુરશીઓ ઉપર બેસતા બીક લાગે છે, જેના ઉપર બેસવાથી પગ જમીન સુધી નથી પહોંચી શકતા
 
દલીલ કરવી મને સૌથી અઘરું લાગે છે. અત્યાર સુધી હું સાંભળીને ચાલ્યો જતો હતો પરંતુ આ વખતે આયોજકોએ મને નોટ સ્પીકર બનાવ્યો. મને એ ખુરશીઓ પર બેસવાનો ડર લાગે છે જ્યાં પગ જમીન સુધી પહોંચતા નથી. ફૂલ ગમે તે ડાળ પર ખીલે, પરંતુ માટી સાથે જોડાયેલું રહે  ત્યારે જ ખીલે છે. જ્યાં સુધી પગ મેલા ન થાય ત્યાં સુધી કલમ પણ શાહી ચૂસવાનું બંધ કરી દે છે. રાજકારણ સમજતો નથી પરંતુ સામાન્ય માણસની જેમ અસર જરૂર કરે છે. તમે કોઇ હલકાને ભોળવી શકો પરંતુ સમગ્ર સમાજને ભોળવી શકો નહીં.
 
સમાજ સાથે તમારું જોડાણ જરૂરી છે અને ફેસ્ટિવલમાં જ્યારે ફૂલ ભેટ કરવામાં આવ્યાં ત્યારે ગુલઝારે તેની સુગંધ લીધી. મારા લખવાથી શું ફર્ક પડે છે. આ હું કેટલીય વખત વિચારું છું પરંતુ ત્યારે લખું છું જ્યારે અંદરથી કઇ ઇચ્છા થાય. જેમ કે એક ચૂલા પર રાખેલી હાંડીમાં કેટલીક વસ્તુ ઉકળે છે અને તેની ‌વરાળથી વાસણ અવાજ કરે છે. આ વરાળ મારા લખવાનું કારણે બને છે. લિટરેચર ફેસ્ટિવલને દસ વર્ષ પૂરાં થવા પર અભિનંદન, પરંતુ આગામી વર્ષથી દેશની કોઇ એક ભાષા પર ફોકસ જરૂરથી કરજો.
 
આપણે ત્યાં કોઇ પણ ભાષા સ્થાનિક નથી. દરેક ભાષાઓ રાષ્ટ્રીય છે. તમે તમિલને,  બાંગ્લાને કોઇ રિઝનમાં કેવી રીતે વહેંચી શકો. હિન્દુસ્તાનમાં તહેવારોની અલગ મજા છે. પતંગ છે તો તહેવાર છે, રંગ છે તો રંગનો તહેવાર છે. હવે પુસ્તકોનો પણ તહેવાર છે. આ સમયે સૌથી સારી કવિતા પૂર્વોત્તર વિસ્તારમાં લખાઇ રહી છે. જે જીવન સાથે જોડાયેલી છે. અને વાત જયપુરની ... સમગ્ર જયપુર અને અહીંયાના લોકો ખૂબજ સુંદર છે. તે લોકો ધન્યવાદને પાત્ર છે. જેમણે મુખ્યમંત્રીના નેતૃત્વમાં જયપુરને આવું રૂપ આપ્યું છે.
તસવીરોઃ મનોજ શ્રેષ્ઠ
 
(આગળની સ્લાઈડ્સમાં જુઓ સંબંધિત તસવીરો)
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Bollywood Actor Rishi Kapoor Targeted Gandhi Family In JLF
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended