Home »National News »Latest News »National» Rights To Increase Of Tax Authorities In Income Tax Act Section 132 And 153 A / C

બજેટમાં આવકવેરા કાયદામાં સુધારાથી આવશે ઇન્સ્પેક્ટર રાજ: કારણ આપ્યા વિના થશે સર્ચ

Bhaskar News, Bhopal, Jaipur | Feb 04, 2017, 02:31 AM IST

ભોપાલ, જયપુર, રાયપુર:બજેટમાં આવકવેરા કાયદાની કલમ 132 અને 153એ/સીમાં સુધારો કરીને ટેક્સ અધિકારીઓના અધિકાર વધારવામાં આવ્યા છે. તેના કારણે ઉદ્યોગજગત ભયભીત છે. ટેક્સ નિષ્ણાતો પણ કહી રહ્યા છે કે નવી જોગવાઇઓથી ટેક્સ અધિકારીને એવા અધિકાર મળી જશે કે જેમનો દુરુપયોગ થઇ શકે છે, ઇન્સ્પેક્ટર રાજની વાપસી થઇ શકે છે. ઇન્ડસ્ટ્રીએ સરકારને આ પ્રસ્તાવ અંગે ફેરવિચારનો આગ્રહ કર્યો છે.
કન્સલ્ટન્સી ફર્મ અર્નેસ્ટ એન્ડ યંગના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે સરકાર ટેક્સ ન ચૂકવનારાઓને ઘેરવાના ઉપાય કરી રહી છે પણ નવી જોગવાઇઓથી ઇન્સ્પેક્ટર રાજ પાછું ફરવાની ભીતિ છે.

લૉ ફર્મ શેફાલી ગોરદિયાએ કહ્યું કે કારણ જણાવવાની જરૂરિયાત ન રહેવાથી ટેક્સ અધિકારીને ઘણા અધિકાર મળી જશે. અગાઉ પણ આવા કિસ્સામાં કરદાતા કોર્ટમાં ગયા છે અને કોર્ટે આવકવેરા વિભાગની કાર્યવાહી પર રોક લગાવી છે. તેથી કરદાતાના હિતમાં ટેક્સ અધિકારી પર પણ થોડો અંકુશ લાદવામાં આવે તો સારું રહેશે. જયપુર સ્થિત ટેક્સ સલાહકાર પંકજ ઘીયાનું કહેવું છે કે આ ફેરફારોથી ‘ટેક્સ ટેરરિઝમ’ વધશે. સરકારે ટેક્સ કાયદા સાનુકૂળ બનાવવા જોઇતા હતા, જેનાથી ઉલટું ઇન્સ્પેક્ટર રાજને પ્રોત્સાહન આપ્યું છે.
 
રાયપુર સ્થિત સીએ દીપિકા નત્થાનીના જણાવ્યાનુસાર ઇન્સ્પેક્ટર લેવલ પર કેસની પતાવટમાં મદદ મળશે પણ ઇન્સ્પેક્ટર રાજની વાપસી નિશ્ચિત છે. ફાયનાન્સિયલ એડવાઇઝર એસ. વી. વિશ્વનાથે કહ્યું, જુનિયર ઓફિસર્સના અધિકાર વધવાથી એસેસમેન્ટ ઝડપી બનશે પણ ઇન્સ્પેક્ટરની બોલબાલા હશે. સરકારે આ અંગે ફેરવિચાર કરવો જોઇએ. બીજી તરફ આવકવેરા અધિકારીઓનું કહેવું છે કે અગાઉ પણ અધિકારી 6 વર્ષ જૂના કેસ ખોલી શકતા હતા. હવે આ સમયગાળો વધારીને 10 વર્ષ કરાયો છે. સર્ચ અને સીઝરની કાર્યવાહી કમિશનરના આદેશથી થાય છે. આગળ પણ એસેસી અોફિસર ઉચ્ચ સ્તરે આદેશ મળે ત્યારે જ કાર્યવાહી કરશે.
 
આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને વાંચો અધિકારીઓ અંગત અદાવત રાખી શકે છે


Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Rights to increase of Tax authorities in Income Tax Act Section 132 and 153 A / C
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext