Home »National News »Latest News »National» Replica Of Nobel Prize Of Kailash Satyarthi Is Recovered

સત્યાર્થીના ઘરેથી ચોરાયેલ નોબેલ પુરસ્કાર રેપ્લિકા-સર્ટિફિકેટ પાછા મળ્યા

divyabhaskar.com | Feb 12, 2017, 15:48 PM IST

  • દિલ્હી પોલીસે કૈલાશ સત્યાર્થીના ઘરેથી ચોરાયેલ નોબેલ પુરસ્કાર ની રેપ્લિકા અને સર્ટિફિકેટ પાછાં મેળવી લીધાં છે.
નવી દિલ્હી: દિલ્હી પોલીસે કૈલાશ સત્યાર્થીના ઘરેથી ચોરાયેલ નોબેલ પુરસ્કાર ની રેપ્લિકા અને સર્ટિફિકેટ પાછાં મેળવી લીધાં છે. પોલીસે તેમના ઘરેથી ચોરાયેલો બીજો બધો સામાન પણ પાછો મેળવ્યો છે અને આ મામલે 3 આરોપીઓની ધરપકડ પણ કરી છે.  કૈલાશ સત્યાર્થીએ આ બાબતે દિલ્હી પોલીસનો આભાર વ્યક્ત કર્યો છે.
 
ઉલ્લેખનીય છે કે નોબેલ પુરસ્કાર વિજેતા કૈલાશ સત્યાર્થીના ઘરે સોમવારે રાતે ચોરી થઇ હતી. બદમાશો તાળું તોડીને તેમના ઘરમાં ઘૂસ્યા હતા. ઘરેણા, રોકડ, નોબેલ પુરસ્કાર નું સર્ટિફિકેટ અને રેપ્લિકા લઇને ભાગી ગયા હતા.
 
સત્યાર્થીએ માન્યો દિલ્હી પોલીસનો આભાર
 
કૈલાશ સત્યાર્થીએ ચોરાયેલ સામાન અને નોબેલ પુરસ્કાર પરત મેળવી આપવા માાટે દિલ્હી પોલીસનો આભાર માન્યો છે. તેમણે કહ્યું કે તેમને ઓથોરિટી પર વિશ્વાસ હતો. વધુ વિશ્વાસ એટલા માટે હતો કારણ કે તેઓ પોતે એક પોલીસ કોન્સ્ટેબલના પુત્ર છે.
 
સાઉથ દિલ્હીમાં રહે થે સત્યાર્થી
 
- સત્યાર્થી સાઉથ દિલ્હીના કાલકાજી વિસ્તારમાં અરાવલી એપાર્ટમેન્ટમાં રહે છે. દિલ્હીના સૌથી પૉશ વિસ્તારોમાં તેની ગણના થાય છે.
- મંગળવારે એનજીઓના કર્મચારીઓ તેમના ઘકે પહોંચ્યા ત્યારે તાળું તૂટેલું મળ્યું અને સામાન ગાયબ હતો.
- જે સમયે ઘરમાં ચોરી થઇ હતી, ત્યારે સત્યાર્થી એક કાર્યક્રમમાં ભાગ લેવા માટે વિદેશ ગયા હતા.
- પહેલા નોબેલ પ્રાઇઝ ચોરી થયાના સમાચાર આવ્યા હતા. ત્યારબાદ સત્યાર્થીની ઑફિસમાંથી નિવેદન આવ્યું હતું કે મેડલ ચોરી નથી થયો.
- સત્યાર્થીએ એવોર્ડ દેશને સમર્પિત કર્યો હતો, એટલે મેડલ રાષ્ટ્રપતિ ભવનમાં રાખવામાં આવ્યો છે.
 
સત્યાર્થીએ ચોરોને કરી હતી અપીલ- પુરસ્કારનું મહત્વ સમજો
 
- ચોરીની ઘટના પર સત્યાર્થીએ કહ્યું હતું, “મારો નોબેલ પુરસ્કાર દેશ અને બાળકો સાથે જોડાયેલો છે. મારી લોકોને વિનંતી છે કે જેઓ આ કામ (ચોરી) માં સામેલ છે તેઓ નોબેલ પુરસ્કારના મહત્વને સમજે.”
- “પોલીસ તપાસ શરૂ થઇ ચૂકી છે અને દેશની કાયદાકીય સંસ્થામાં મને સંપૂર્ણ ભરોસો છે.”
 
કોણ છે સત્યાર્થી?
 
- મધ્યપ્રદેશના વિદિશામાં 11 જાન્યુઆરી, 1954 ના રોજ જન્મેલા કૈલાશ સત્યાર્થી ‘બચપન બચાઓ આંદોલન’ એનજીઓ ચલાવે છે. 144 રાષ્ટ્રોમાં તેમના પ્રયાસોથી 83 હજાર કરતા વધુ બાળકો બાળ મજૂરીની ચૂંગાલમાંથી છૂટ્યા છે.
- સત્યાર્થીના પ્રયાસો થકી જ ઈન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશને કન્વેન્શન 182 સ્વીકારવામાં આવ્યું. જે વિશ્વની તમામ સરકારોને બાળ મજૂરી નિવારવા માટે માર્ગદર્શક છે.
- તેમને બાળકોના કલ્યાણ માટે કામ કરવા બદલ 2014 માં શાંતિનો નોબેલ પુરસ્કાર મળ્યો હતો.
- સત્યાર્થીની મૂળ અટક શર્મા છે. કૈલાસ સત્યાર્થીએ બાળકોની સુરક્ષા માટે અભિયાન હાથ ધર્યું તે પહેલા તેઓ એક કોલેજમાં લેક્ચરર હતા.
- તેમને પાકિસ્તાનની મલાલા યુસુઝફઇ સાથે સંયુક્ત રીતે આ એવોર્ડ આપવામાં આવ્યો હતો. બંનેને સંયુક્ત રીતે 9 લાખ યુરોનું ઈનામ આપવામાં આવ્યું હતું. 
- ઇલેક્ટ્રોનિક એન્જિનિયર રહેલા સત્યાર્થીએ 26 વર્ષની ઉંમરમાં જ કારકિર્દી છોડીને બાળકો માટે કામ કરવાનું શરૂ કર્યું હતું.
 
ટાગોરનો નોબેલ પુરસ્કાર પણ ચોરાયો હતો
 
- નોબેલ પુરસ્કાર ચોરી થવાનો આ પહેલો મામલો નથી. 25 માર્ચ, 2004 ના રોજ રવીન્દ્રનાથ ટાગોરનો નોબેલ પુરસ્કાર પણ ચોરી થયો હતો.
- બંગાળમાં વિશ્વભારતી યુનિવર્સિટી તરફથી ટાગોરને મળેલો નોબેલ પુરસ્કાર, મેડલ અને મહત્વના દસ્તાવેજો ચોરાઇ ગયા હતા. તેમાં એક રેપ્લિકા ગોલ્ડ અને એક બ્રોન્ઝની હતી.
- બંગાળ સરકારે આ મામલાની તપાસ સીઆઇડીને સોંપી હતી. 
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Replica of Nobel Prize of Kailash Satyarthi is recovered
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext