Home »National News »Latest News »National» Prices Of Coronary Stents Fixed, Rates Down By 80%

હાર્ટના દર્દીઓ માટે રાહતના સમાચાર, કોરોનરી સ્ટેન્ટ્સની કિંમત 80% સુધી ઘટી

Agency | Feb 14, 2017, 18:35 PM IST

  • NPPAએ એક મહત્વપૂર્ણ નિર્ણય લેતા કોરોનરી સ્ટેન્ટસની કિંમત નક્કી કરી દીધી છે. (ફાઈલ)
મુંબઈ. હૃદય રોગીઓ માટે એક રાહતના સમાચાર આવ્યા છે. નેશનલ ફાર્માસ્યુટિકલ્સ પ્રાઈસિંગ ઓથોરિટી (NPPA)એ મંગળવારે એક મહત્વપૂર્ણ નિર્ણય લેતા કોરોનરી સ્ટેન્ટ્સની કિંમત નક્કી કરી દીધી છે. ધાતુમાંથી બનેલા સ્ટેંટની કિંમત 7,260 રૂપિયા પ્રતિ યૂનિટ નક્કી કરવામાં આવી છે. બીજી તરફ, બાયોડિગ્રેબલ સ્ટેન્ટની કિંમત 29,600 રૂપિયા યુનિટ નક્કી કરવામાં આવી છે. કિમતોમાં 80% સુધી ઘટાડો કરવામાં આવ્યો છે.
 
તાત્કાલિક અસરથી ભાવ થશે લાગુ
 
- ઉલ્લેખનીય છે કે, કોરોનરી સ્ટેંટનો ઉપયોગ આર્ટરી બ્લોકેજને હટાવવા અને ખોલવા માટે કરવામાં આવે છે.
- નવા ભાવ તાત્કાલિક અસરથી લાગુ કરી દેવામાં આવશે.
- જોકે, નક્કી કરેલી કિંમતમાં સ્થાનિક ટેક્સનો સમાવેશ નથી કરવામાં આવ્યો.
 
જુલાઈ 2016માં NLEMની યાદીમાં સ્ટેંટસનો થયો હતો સમાવેશ
 
- કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના એક્સપર્ટ ઉપ-સમિતિની ભલામણોના આધારે જુલાઈ 2016માં કોરોનરી સ્ટેન્ટ્સને જરૂર દવાઓની રાષ્ટ્રીય યાદીમાં (NLEM)માં સામેલ કરી દેવાયું હતું.
- NLEMના નિયમ મુજબ, જે પણ દવા કે ડિવાઇસ આ યાદીમાં સામેલ થાય છે તેની કિંમત NPPA દ્વારા નક્કી કરવામાં આવે છે.  
 
3 લાખ સુધી વેચાતા હતા સ્ટેન્ટ્સ
 
- અત્યાર સુધી ધાતુથી બનેલી સામાન્ય કોરોનરી સ્ટેન્ટ્સને 7,000થી 20,000 રૂપિયાની વચ્ચે વેચવામાં આવી રહ્યું હતું.
- બીજી તરફ, ડીસોલ્વેબલ સ્ટેંટને ભારતમાં 2થી 3 લાખ રૂપિયામાં વેચવામાં આવતું હતું.
 
હેલ્થકેર ઈન્ડસ્ટ્રી નહોતી ઈચ્છતી કે ભાવ અંકુશમાં આવે
 
- નોંધનીય છે કે, હેલ્થકેર ઈન્ડસ્ટ્રી નહોતું ઈચ્છતું કે સરકાર સ્ટેંટની કિંમતો પર કોઈપણ પ્રકારની કેપિંગ કરે.
- કારણ કે સરકારના આ પગલાથી કંપનીઓના નફામાં ધરખમ ઘટાડો થશે.
 
સ્ટેન્ટસનું 500 મિલિયનનું માર્કેટ, 60% હિસ્સો મલ્ટિનેશનલ ફર્મ્સનો
 
- અંદાજીત 60% સ્ટેન્ટ્સ માર્કેટ જે 500 મિલિયન ડોલરનું છે તેમાં મલ્ટિનેશનલ ફર્મ્સનું આધિપત્ય રહ્યું છે.
- એબોટ લેબોરેટરિઝ, મેડટ્રોનિક, મેરિલ લાઈફસાયન્સિસ પ્રા. લિ. અને બોસ્ટન સાયન્ટિફિક કોર્પ તેમાંની અગ્રેસર કંપનીઓ છે.
- સરકાર દ્વારા ભાવો નક્કી કરવામાં આવતા આ માર્કેટ પર બહુ મોટી અસર પડશે.
 
આગળની સ્લાઈડમાં વાંચો,  2015માં ભારતમાં 4.75 લાખ સ્ટેન્ટસનો થયો હતો ઉપયોગ...
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Prices Of Coronary Stents Fixed, Rates Down By 80%
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended