Home »National News »Latest News »National» Relative Of Himachal CM Died After Crushed Thrice Under BMW

હિમાચલ CMના સંબંધીનું BMW નીચે ત્રણવાર કચડી નાખવાથી મોત

divyabhaskar.com | Feb 11, 2017, 11:48 AM IST

  • પૂર્વ સાંસદ પ્રતિભા સિંહના ભત્રીજા આકાંક્ષ. (ફાઇલ)
ચંદીગઢ: હિમાચલના મુખ્યમંત્રી વીરભદ્રના પત્ની પૂર્વ સાંસદ પ્રતિભા સિંહના ભત્રીજા આકાંક્ષનું ચંદીગઢ પીજીઆઇમાં 36 કલાક સુધી ચાલેલી સારવાર પછી મૃત્યુ થયું હતું. ડોક્ટરોએ માથામાં થઇ ગયેલા બ્લડ ક્લોટને મૃત્યુનું કારણ જણાવ્યું હતું. પોલીસના જણાવ્યા પ્રમાણે, સેક્ટર 9 ના બૂમબૉક્સ કેફેમાં એક પાર્ટી દરમિયાન કેટલાક લોકો સાથે આકાંક્ષનો ઝઘડો થઇ ગયો હતો. ત્યારબાદ આકાંક્ષ સાથે મારપીટ કરવામાં આવી. તે પછી તેના પર ત્રણવાર બીએમડબલ્યુ કાર પણ ચડાવી દેવામાં આવી.
 
લગભગ 50 મીટર સુધી ઘસડવામાં આવ્યો
 
- પોલીસના જણાવ્યા પ્રમાણે, આકાંક્ષના મિત્રો શેરા અને બલરાજનો બહુ જૂનો વિવાદ હતો, જે આખી રાત ચાલેલી હાઉસ પાર્ટીમાં ફરી એકવાર સામે આવ્યો.
- સેક્ટર 9 ના આલીશાન બંગલામાં ગુરુવાર સવારના પોણા પાંચ વાગ્યા સુધી પાર્ટી ચાલી. સવારે બહાર આવ્યા તો બલરાજ અને શેરા વચ્ચે મારામારી થઇ ગઇ.
- આકાંક્ષ તેમને છોડાવવા લાગ્યો. પહેલા મારામારીને અટકાવીને આકાંક્ષ અને તેના મિત્રો રાજન અને કરણ સેક્ટર 9 થી ચાલ્યા ગયા, પરંતુ શેરા ત્યાં જ રહી ગયો.
- તેને લેવા માટે જ્યારે આકાંક્ષ પાછો ત્યાં ગયો તો બલરાજ અને તેના સાથીઓએ આકાંક્ષ પર સીધી બીએમડબલ્યુ ચડાવી દીધી. આરોપીઓએ આવું ત્રણવાર કર્યું.
- લગભગ 50 મીટર સુધી આકાંક્ષને ગાડીના ટાયર નીચે ઘસડવામાં આવ્યો અને પછી તેના પર ગાડી ચડાવીને આરોપીઓ નાસી છૂટ્યાં.
- આકાંક્ષના મિત્રો તાત્કાલિક તેને પીજીઆઇ લઇ ગયા, જ્યાં તેને આઇસીયુમાં દાખલ કરવામાં આવ્યો. ત્યારબાદ શુક્રવારે 36 કલાક પછી તેનું મૃત્યુ થયું.
- શનિવારે પોસ્ટમોર્ટમ કરવામાં આવશે.
 
બે લોકોની શોધ ચાલુ
 
- આ મામલામાં બલરાજ અને હરમહતાભની શોધ કરવામાં આવી રહી છે.
- આકાંક્ષના પિતા અરુણ સેન, તેની મા-બહેન અને મુખ્યમંત્રી વીરભદ્રનો સમગ્ર પરિવાર રવિવારે જ ચંદીગઢ પહોંચી ગયો હતો.
- આકાંક્ષનો અંતિમ સંસ્કાર તેના પૈતૃક ગામે કરવામાં આવશે.
 
પાર્ટીમાં હાજર લોકોની પૂછપરછ
 
- પોલીસે શુક્રવારે સવારે પાર્ટીમાં હાજર રહેલા લોકો અને આકાંક્ષના મિત્રોની પૂછપરછ કરી.
- પોલીસે આ બાબતે વિગતો આપવાનો ઇન્કાર કર્યો છે.
 
ગવર્નર સાહેબ સાથે કરી છે વાત
 
- વીરભદ્રના પુત્ર વિક્રમાદિત્યે કહ્યું કે આ મામલને લઇને ગવર્નર સાહેબ સાથે વાત કરી છે. અમને સવારે જ જાણ થઇ છે કે આરોપી છોકરાઓના કોઇ પોલિટિકલ લિંક છે. જો પોલીસે કાર્યવાહીમાં કોઇપણ ઉણપ રાખી તો અમે આ કેસને હાઇ લેવલ પર લઇ જઇશું. 
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Relative of Himachal CM died after crushed thrice under BMW
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext