Home »National News »Latest News »National» End Of VIP Culture: Red Beacon Lights Ban On VIP Car But VIP Culture Continues

ફક્ત લાલ બત્તી હટાવીને જ ખતમ થઈ જશે VIP કલ્ચર? પ્રજાના પૈસે ઠાઠનું શું?

divyabhaskar.com | Apr 21, 2017, 15:53 PM IST

નેશનલ ડેસ્ક:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાંથી વીઆઈપી કલ્ચરને નાબુદ કરવા માટે VIPઓની ગાડીઓ પરથી લાલબત્તી હટાવવાના આદેશ આપ્યા હતા. મોદીએ કહ્યું કે, દેશનો દરેક સામાન્યજન પણ VIP છે. જોકે, હજુ પણ નેતાઓ અને લોકપ્રતિનિધિઓના રાજવી ઠાઠ યથાવત છે. જે જનતાના પૈસે જ છે.
 
લાલબત્તી હટાવવા હોડ, પણ સવલતો યથાવત્
 
હજુ ઔપચારિક સ્વરૂપમાં આવે તે પહેલા જ અલગ-અલગ રાજનેતાઓ તથા ભાજપના મુખ્યપ્રધાનો અને કેબિનેટ પ્રધાનોએ તેને હટાવવાનું શરૂ કરી દીધું. પરંતુ હજુ કેન્દ્ર સરકારના પ્રધાનો, રાજ્ય સરકારના પ્રધાનો, સાંસદો અને ધારાસભ્યોના રાજવી ઠાઠ યથાવત્ છે. તેમને કર-રાહતો મળે છે, સવલતો મળે છે. જે જનતાના પૈસે જ છે.
 
વીઆઈપી કલ્ચરનું પ્રતીક છે લાલબત્તી
 
દેશમાં VVIP કે VIP કલ્ચરના પ્રતીક તરીકે જોવામાં આવે છે. લાલબત્તીવાળી ગાડીમાં બેસનારી વ્યક્તિ ખુદને 'વિશિષ્ટ' સમજે છે. ટ્રાફિક વ્યવસ્થામાં તેમને પ્રાથમિક્તા આપવામાં આવે છે અને ટ્રાફિક વ્યવસ્થા સંભાળનાર તેમને રોકવાનું, અટકાવવાનું કે ટોકવાનું પણ ટાળે છે.
 
નેતાઓને મળતી સવલતો અને લાભો અંગે વાંચવા માટે ફોટોગ્રાફ સ્લાઈડ કરો
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: End of VIP culture: Red beacon lights ban on VIP car but VIP Culture Continues
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended