Home »National News »Latest News »National» Read Latest Update On Bhopal S Akansha Muder Case

પિતાની FD, લોકરમાં રહેલા 4.50 લાખ માટે ઉદયને ઘડ્યો હતો કારસો

divyabhaskar.com | Feb 08, 2017, 13:23 PM IST

  • ઉદયનને પૂછપરછ માટે લઈ જતી પોલીસ
રાયપુર. ભોપાલમાં પ્રેમિકા આકાંક્ષા અને 5 વર્ષ પહેલા રાયપુરમાં માતા-પિતાને મારીને બંગલાના બગીચામાં દફન કરવાના આરોપી ઉદયન દાસે પૈસા માટે અનેક ગોટાળા કર્યા. માતા ઈન્દ્રાણીના મર્ડર બાદ તેણે નકલી દસ્તાવેજો બનાવીને પ્રોપર્ટી તેના નામે કરી વેચી દીધી, એફડી તોડાવી દીધી અને પેન્શન પણ ખુદ લેવા લાગ્યો. પરંતુ પિતા વીરેન્દ્ર દાસના લોકરમાં રહેલાં 4 લાખ રૂપિયા અને 50 હજારની એફડી તે ન તોડાવી શક્યો. તેણે મર્ડર બાદ બેંક ઓફિસરોને પિતાના જ અવાજમાં ફોન કર્યો અને કહ્યું કે મારા દીકરાને લોકરની ચાવી આપો અને એફડી પણ તોડી નાંખો. પરંતુ બેંક ઓફિસર માન્યા નહીં.
 
બેંકની મદદથી પોલીસ લોકર ખોલશે
 
- ઉદયને પિતાના અવાજમાં બેંક ઓફિસરોને ફસાવવાની કોશિશ કરી પરંતુ તે સફળ થયો નહીં.
- ઉદયને વીરેન્દ્ર દાસ બનીને બેંકમાં ફોન કર્યો અને પિતાના અવાજમાં વાત કરી કહ્યું, હું અમેરિકામાં છું. હાલ રાયપુર આવી શકાય તેમ નથી. દીકરા ઉદયન દાસને મોકલી રહ્યો છું. તે બેંકમાં આવશે. તમે તેને એફડીની રકમ આપી દેજો.
- બાદમાં તેણે કહ્યું, લોકરની એક ચાવી અમેરિકામાં અમારી પાસે છે. તેથી બીજી ચાવી ઉદયનને આપી દેજો, જેથી તે લોકર ખોલી તેમાં રાખેલી ચીજો અને રૂપિયા નીકાળી શકે. તમે કહો તો અમેરિકાથી ઉદયનના નામનો ઓથોરિટી ઈમેલ કરી દઉં.
 
બેંક મેનેજરે ન માની વાત
 
- ફોન બાદ પણ બેંક મેનેજર ન માન્યા. તેમણે કહ્યું, જ્યાં સુધી તમે ખુદ નહીં આવો ત્યાં સુધી ન એફડી તુટશે કે ન તો લોકર ખુલશે.
- બાદમાં ઉદયને પિતાનું આ બેંક ખાતું ભોપાલ ટ્રાન્સફર કરાવી લીધું.
 
... તો 3 મહિના પહેલાં જ ઉદયનના કારનામાનો થઈ જાત પર્દાફાશ
 
- આકાંક્ષા મર્ડર મિસ્ટ્રીમાં ભોપાલ પોલીસ પર આરોપ લાગ્યા છે. આકાંક્ષાના પિતા શિવેન્દ્ર શર્માએ બાંકુરા એસપી સાથે થયેલી વાતચીતમાં આરોપ લગાવ્યો કે ભોપાલ પોલીસ સહકાર આપતી નથી.
- નવેમ્બરમાં તેઓ તેમના દીકરા સાથે આકાંક્ષાની શોધમાં ભોપાલ આવ્યા હતા.
- ભાસ્કર સાથે ફોન પર થયેલી વાતચીતમાં શિવેન્દ્રએ આરોપ લગાવ્યો કે પોલીસે તે સમયે સહકાર આપ્યો હોત તો ઉદયનના કારનામાનો પહેલાં જ પર્દાફાશ થઈ જાત.
 
પોલીસે આકાંક્ષાના પિતાના આરોપ નકાર્યા
 
- જોકે, ભોપાલ પોલીસનો દાવો છે કે અમારા સહકારના કારણે જ કેસ ખુલ્લો થયો છે.
- શિવેન્દ્રએ જણાવ્યું, નવેમ્બરમાં ભોપાલ આવ્યા ત્યારે અમે ઉદયનના મકાન પર ગયા હતા. દરવાજા પર લોક હતું તેથી પરત ફર્યા. બાદમાં ગોવિંદપુરા સ્ટેશન પહોંચ્યા. અહીંયા સીએસપીએ કહ્યું, તમારી દીકરી એડલ્ટ છે. તમારી પાસે કોઈ લીગલ ડોક્યુમેન્ટ પણ નથી. અમે વધુ કંઈ ન કરી શકીએ.
- બાદમાં અમે પૂછ્યું કે તમને આકાંક્ષા ગુમ થયાની ફરિયાદ કરી શકીએ છીએ. તેની પણ ના પાડીને જણાવ્યું કે આકાંક્ષા જ્યાંથી ગુમ થઈ છે ત્યાં જ ફરિયાદ થશે. જે બાદ અમે ડિસેમ્બરમાં બાંકુરા સ્ટેશનમાં ગુમ થયાનો રિપોર્ટ નોંધાવ્યો. બાંકુરા પોલીસે 5 જાન્યુઆરી, 2017ના રોજ અપહરણનો કેસ દાખલ કર્યો.
 
આગળની સ્લાઈડ્સમાં વાંચો, શું છે મામલો અને કોણ છે ઉદયન...
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Read latest update on bhopal s akansha muder case
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended