Home »National News »Latest News »National» Reactions And Update After Sc Verdict On Da Case On Sasikala

શશિકલાના અનુગામી બન્યા પલાનીસ્વામી, પન્નીરની પક્ષમાંથી હકાલપટ્ટી

divyabhaskar.com | Feb 14, 2017, 18:35 PM IST

  • સરેન્ડર કરતાં પહેલા શશિકલાએ પલાનીસ્વામી (જમણી બાજુ)ની ધારાસભ્ય જૂથના નેતા તરીકે નિમણૂક કરી છે. (ફાઈલ)
ચેન્નઈ. શશિકલાની આવક કરતાં વધુ સંપત્તિના મામલે આજે સુપ્રીમ કોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો. જેમાં બે જજોની બેન્ચે ટ્રાયલ કોર્ટના ચુકાદાને યથાવત્ રાખ્યો હતો. શશિકલાને 4 વર્ષની જેલની સજા અને રૂપિયા 10 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે. શશિકલાએ સરેન્ડર કરતાં પહેલા ઈકે પલાનીસામીને AIADMKના ધારાસભ્યોના જૂથના નેતા બનાવી દીધા છે. પલાનીસ્વામી ગવર્નરને મળીને સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે. બીજી તરફ શશિકલાએ પન્નીરસેલ્વમને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા છે. તામિલનાડુના  ગવર્નર સી વિદ્યાસાગર રાવે પલાનીસ્વામી મળવા માટે સાંજે 5.30નો સમય આપ્યો છે.
કોણ છે પલાનીસ્વામી?
 
- પલાનીસ્વામીનો જન્મ 2 માર્ચ, 1954ના રોજ થયો છે. તેઓ કોંગુ ક્ષેત્રના સલેમ જિલ્લાના ઈદાપડી વિસ્તારમાંથી ધારાસભ્ય છે.
- ઈદાપડી સીટ પરથી તેઓ 1989, 1991, 2011 અને 2016માં ધારાસભ્ય તરીકે ચૂંટાયા.
- જયલલિતા સરકારમાં તેઓ મંત્રી હતા. તેમને મિનિસ્ટર ફોર હાઈવેઝ એન્ડ માઈન પોર્ટ્સની જવાબદારી મળી હતી.
- જ્યારે જયલલિતાને હાર્ટ એટેક આવ્યો અને હોસ્પિટલમાં એડમિટ હતા ત્યારે પન્નીરસેલ્વમ ઉપરાંત પલાનીસ્વામીનું પણ નામ આવ્યું હતું. બાદમાં પન્નીરસેલ્વમને સીએમ બનાવાયા હતા.
- પલાનીસ્વામી ગૌંડર કમ્યુનિટીમાંથી આવે છે. આ બેકવર્ડ જાતિને થેવર કમ્યુનિટીની સાથે AIADMKની સૌથી મોટી વોટ બેંક માનવામાં આવે છે.
- ઉલ્લેખનીય છે કે શશિકલા થેવર કમ્યુનિટીની છે.
 
શું બોલી શશિકલા?
 
આવકથી વધારે સંપત્તિના મુદ્દે સુપ્રીમ કોર્ટના ફેંસલા બાદ ભાવુક થઈને શશિકલા નટરાજને કહ્યું કે,  જ્યારે જ્યારે અમ્મા અને પાર્ટી પર સંકટ આવ્યું ત્યારે મેં તકલીફો ઉઠાવી છે. આ વખતે પણ હું તકલીફો સહન કરી લઈશ. ફેંસલા બાદ તેણે રિસોર્ટમાં બંધક બનાવાયેલા ધારાસભ્યો સાથે વાતચીત કરી હતી.
 
પ્રતિક્રિયા
 
-  ન્યાય તોળાયો છે. ચુકાદાથી સાબિત થયું છે કે, ભારતનું ન્યાયતંત્ર સ્વતંત્ર અને નિષ્પક્ષ છે. - બી. વી. આચાર્ય, પૂર્વ એડ્વોકેટ જનરલ, કર્ણાટક
- મને ખાતરી હતી કે, શશિકલા દોષિત ઠરશે. ચાર વર્ષની જેલની સજામાંથી નહીં બચી શકે.- સુબ્રમણ્યમ સ્વામી, જયલલિતા-શશિકલા સામે ફરિયાદ કરનાર અરજદાર
- તામિલનાડુમાં કેન્દ્રની કોઈ ભૂમિકા નથી. ગવર્નર સ્થિતિ અનુસાર ફેંસલો કરશે. - વેંકૈયા નાયડુ
- SC તરફથી આવા ફેંસલાની આશા નહોતી. અમે પુનઃઅપીલ કરીશું, કારણકે અમ્મા પણ તેમાં સામેલ છે. જે પાર્ટીની પ્રતિષ્ઠાને પ્રભાવિત કરી શકે છે. - એમ. તંબીદુરાઈ
- શશિકલા સત્તાની ભૂખી છે. સુપ્રીમ કોર્ટે આ મુદ્દે યોગ્ય ફેંસલો આપ્યો છે. શશિકલાને જે લોકો નાપસંદ છે તેને તે પાછળ ધકેલી દે છે. અમ્માએ ક્યારેય શશિકલાને પસંદ કરી નહોતી. - દીપા, જયલલિતાની ભત્રીજી
- શશિકલા પાસે કોઈની હકાલપટ્ટી કરવાનો કાનૂની કે નૈતિક અધિકાર નથી. કોઈ પલાનીસામીના નેતૃત્વનો સ્વીકાર નહીં કરે. તે પાર્ટી સંભાળવા સક્ષમ નથી. - એસ. સેમ્મલાઈ,AIADMK
 
પન્નીરસેલ્વમ જૂથમાં આનંદનો માહોલ
 
આવકથી વધુ સંપત્તિના કેસમાં શશિકલા સામે ચુકાદો આવ્યા બાદ પન્નીરસેલ્વમ જૂથમાં આનંદનો માહોલ છે. પન્નીરસેલ્વમના ઘરની આગળ સમર્થકો ખુશી મનાવી રહ્યા છે.
 
જયલલિતાના ઘરને મેમોરિયલ બનાવાશે
 
- પન્નીરસેલ્વમે થોડા દિવસો અગાઉ કહ્યું કે તે જયલલિતાના ઘર પોયસ ગાર્ડનને એક સ્મારક બનાવશે. તેના પર શશિકલા જૂથે વાંધો ઉઠાવ્યો હતો.
- શશિકલા જૂથનું કહેવું હતું કે પોયસ ગાર્ડન એક પ્રાઈવેટ પ્રોપર્ટી હોવાથી સરકાર ત્યાં સ્મારક ન બનાવી શકાય. ઉલ્લેખનીય છે કે હાલ શશિકલા પોયસ ગાર્ડનમાં જ રહે છે. ચૂકાદો આવ્યા બાદ શશિકલાએ તાત્કાલિક આ ઘર ખાલી કરવું પડશે.
 
જયલલિતાના મોતની તપાસ કરાવાશે
 
- પન્નીરસેલ્વમે શશિકલા પર આરોપ લગાવ્યો હતો જયલલિતા 75 દિવસ હોસ્પિટલમાં એડમિટ રહી. પરંતુ તેને એકવખત પણ મળવા ન જવા દેવાયો.
- તેમણે કહ્યું, અમ્માની મોતને લઈને જે સવાલ ઉઠી રહ્યા છે તેનો જવાબ મળવો જોઈએ.
- બાદમાં એક તપાસ પંચ બનાવવાની જાહેરાત કરી હતી જે મુજબ હવે આ કેસમાં નવેસરથી તપાસ કરાવશે કે નહીં તે પણ જોવાનું રહેશે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Reactions and update after sc verdict on da case on sasikala
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended