Home »National News »Latest News »National» Reaction Of PM Modi And Others Regarding Budget 2017

બજેટમાં દાળથી લઇને ડેટા સુધીનું ધ્યાન, ખેડૂતો માટે ઘણું બધું છે : મોદી

divyabhaskar.com | Feb 01, 2017, 14:41 PM IST

  • મોદીએ કહ્યું કે, દરેકના સપનાને સાકાર કરવા માટેના મક્કમ પગલાંઓ આ બજેટમાં જોવા મળે છે. (ફાઇલ)
નવી દિલ્હી: નાણામંત્રી અરુણ જેટલીએ આજે વર્ષ 2017 માટેનું બજેટ રજૂ કર્યું. આ બજેટના વખાણ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીઅરૂણ જેટલી અને તેમની આખી ટીમને અભિનંદન આપ્યાં છે. તેમણે કહ્યું કે આ બજેટમાં દેશના દરેક લોકો માટે કંઇક ને કંઇક છે. દરેકના સપનાને સાકાર કરવા માટેના મક્કમ પગલાંઓ આ બજેટમાં જોવા મળે છે.
 
આ સાથે દેશના અન્ય નેતાઓએ પણ બજેટને લઇને પોતપોતાની પ્રતિક્રિયાઓ આપી હતી.
 
નરેન્દ્ર મોદીએ કર્યા બજેટના વખાણ
 
- આ બજેટ સરળ અર્થતંત્ર નિર્માણ કરવાની દિશામાં એક પગલું છે. ભારતના દરેકના સપનાને સાકાર કરવા માટેના મક્કમ પગલાંઓ આ બજેટમાં જોવા મળે છે.
- નાણામંત્રી સહિત બજેટની આખી ટીમ અભિનંદનને પાત્ર છે.
- સામાન્ય બજેટ સાથે રેલ્વે બજેટને મર્જ કર્યુ તે ખૂબ મહત્વનું છે. તેનાથી તમામ ટ્રાન્સપોર્ટ સેક્ટર્સને ઇન્ટીગ્રેટ કરી શકાશે.
- કૃષિ, ગ્રામીણ, સામાજિક કલ્યાણ દરેક ક્ષેત્રમાં વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. આ બજેટમાં રોજગારના નવા અવસરો અને રોકાણો વધારવાની સરકારની પ્રતિબદ્ધતા દેખાય છે.
- ખેડૂતોની આવક 2 ગણી કરવાનો ઉદ્દેશ છે. આ વખતે પણ બજેટમાં ગરીબો, દલિતો , ગામડાઓ , ખેડૂતો, પીડિતો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. આ બજેટ ગ્રામીણ લોકોના જીવનમાં બદલાવ લઇને આવશે.
- રોજગાર સર્જનની ક્ષમતા ધરાવતા ક્ષેત્રો જેવાંકે,  ઇલેક્ટ્રોનિક, મેન્યુફેક્ચરિંગ વગેરેને મોટી રકમ ફાળવી છે. યુવાઓને ધ્યાનમાં રાખીને બજેટ વધાર્યું છે. કોઇપણ વર્ષે ના થઇ હોય તેવી વિક્રમી રકમની ફાળવણી આ વર્ષે થઇ છે.
- રેલ્વે સુરક્ષા પર પણ પૂરતી રકમ ખર્ચ થશે. 2500 કરોડના ડિજિટલ ટ્રાન્ઝેક્શન્સનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે, જેનાથી કરચોરી ઓછી થશે અને કાળા નાણાને નાથી શકાશે.
- બજેટમાં થયેલા સુધારાઓથી મધ્યમ વર્ગને રાહત થશે, ઉદ્યોગોની સ્થાપના થશે, રોજગારની નવી તકો ઊભી થશે અને મધ્યમવર્ગ પર કરવેરાનો બોજો ઓછો થશે.
- આ બજેટ દેશના વિકાસ માટે એક મજબૂત પગલું છે. તેનાથી સંપૂર્ણ આર્થિક વિકાસમાં મદદ મળશે. બજેટથી નાગરિકોની જીવન ગુણવત્તા વધવાની સંભાવનાઓ છે.
- નાણાકીય ખાધ વધાર્યા વગર દેશની ખરીદશક્તિ વધારવાની દિશામાં પ્રયાસ કરવામાં આવ્યો છે. આ બજેટ દેશને વિકાસની નવી ઊંચાઇએ પહોંચાડશે.
 
પ્રતિક્રિયાઓ
 
મનીષ તિવારી, કોંગ્રેસ: બજેટના આંકડાઓમાં કોઇ ઉમેરો જોવા મળતો નથી કારણકે વિવિધ યોજનાઓ પર સરકાર દ્વારા થતા ખર્ચમાં ખૂબ વધારો થયો છે.
 
સુરેશ પ્રભુ, રેલ્વે મંત્રી:  ફાળવણી વધવાને કારણે ચોક્કસપણે વિકાસ થશે. આ બજેટને સહર્ષ આવકારું છું. તેનાથી ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો સારો વિકાસ થશે.
 
રાહુલ ગાંધી, કોંગ્રેસ ઉપાધ્યક્ષ : આ શેરો શાયરીનું બજેટ છે. ખેડૂતો માટે કંઇ નથી કર્યું તેમજ યુવાનો માટે પણ કંઇ નથી કર્યું. અમે લોકોએ આતશબાજીની આશા રાખી હતી, પણ આ તો સૂરસૂરિયું નીકળ્યું.
 
ઉદ્ધવ ઠાકરે, શિવસેના: દર વર્ષે બજેટ રજૂ કરવાની શું જરૂર છે? શું ગયા વર્ષે બજેટમાં કરવામાં આવેલી તમામ જાહેરાતો પરિપૂર્ણ થઇ છે ખરી?
 
સોનાલી જેટલી, નાણામંત્રીના દીકરી: આ ખૂબ જ સારું બજેટ છે, જેમાં કૌશલ્ય વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. આ એક વુમન ફ્રેન્ડલી (સ્ત્રીઓને અનુકૂળ) બજેટ છે.
 
ડી.એસ. રાવત, જનરલ સેક્રેટરી, એસોચેમ: આ એક મિશ્ર બજેટ છે. ઇન્ડસ્ટ્રીને ઇન્વેસ્ટમેન્ટ્સના પ્રમોશન માટે ઘણી આશાઓ હતી, પરંતુ મને લાગે છે કે નાણામંત્રીએ શક્ય તમામ પ્રયત્નો કર્યા છે.
 
નીતિન ગડકરી, કેન્દ્રીય મંત્રી: આ એક ઐતિહાસિક અમે મહત્વનું બજેટ છે. આ બજેટની અસરો લાંબા ગાળે જોવા મળશે.
 
અનંથકુમાર, કેન્દ્રીય મંત્રી: 2017 નું આ બજેટ એકદમ ટ્રાન્સફોર્મેટિવ છે. આ આખી પોલિટિકલ સિસ્ટમની સાફસફાઇ કરવાની દિશામાં એક પગલું છે. અમે આ બજેટને આવકારીએ છીએ. 
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Reaction of PM Modi and others regarding budget 2017
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended