Home »National News »Latest News »National» Rbi May Train Bsf Jswant To Check Rs 2000 Real Or Fake Note

BSF જવાનોને 2000ની નકલી નોટ ઓળખવાની ટ્રેનિંગ આપી શકે છે RBI

divyabhaskar.com | Feb 12, 2017, 16:53 PM IST

  • 2000ની નકલી નોટ ઓળખવા આરબીઆઈ બીએસએફ જવાનોને ટ્રેનિંગ આપી શકે છે. ફાઈલ
કોલકાતા. 2000ની નકલી નોટ ઓખળવા માટે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા જલ્દી BSF જવાનોને ટ્રેનિંગ આપી શકે છે. બીએસએફના એક અધિકારીએ કહ્યું કે, આ અંગે આરબીઆઈ સાથે વાતચીત ચાલી રહી છે. ઈન્ડિયા-બાંગ્લાદેશ બોર્ડર પર સતત 2000ની નકલી નોટો પકડાવાના કારણે ઈન્ટેલિજન્સ એજન્સીઓ અને બીએસએફની પરેશાની વધી ગઈ છે.
 
ટ્રેનિંગને લઈ થઈ રહી છે વાતચીત
 
- નામ ન જણાવવાની શરતે બીએસએફ અધિકારીએ કહ્યું, છેલ્લા એક મહિનામાં ઈન્ડિયા-બાંગ્લાદેશ બોર્ડર પર અનેક વખત 2000ની નકલી નોટો પકડાઈ છે.
- સિક્યુરિટી એજન્સીએ જે નકલી નોટોની ખેપ પકડી છે તેનાથી અમારી પરેશાની વધી ગઈ છે.
- આરબીઆઈ સાથે અમારી વાતચીત ચાલી રહી છે. અમારા જવાનોને નકલી નોટો ઓળખવાની ટ્રેનિંગ આપવામાં આવે તેમ અમે ઈચ્છીએ છીએ.
 
નકલી નોટમાં પણ છે સિક્યુરિટી ફીચર્સ
 
-ઓફિસરના જણાવ્યા મુજબ, આરબીઆઈમાંથી ટ્રેનિંગ મળ્યા બાદ જવાનો પણ ડ્યુટી દરમિયાન 2000ની નકલી નોટ સરળતાથી ઓળખી શકશે. સેન્ટ્રલ બેંક સાથે વાતચીતનું જલ્દી પરિણામ આવે તેવી આશા છે.
- 2000ની નોટમાં 17 સિક્યુરિટી ફીચર્સ ઉમેરવામાં આવ્યા છે. બોર્ડર પર જે નકલી નોટો પકડાઈ તેમાં પણ અડધા સિક્યુરિટી ફીચર્સ છે.
- ટ્રેનિંગ મળ્યા બાદ જવાનો પણ નકલી અને અસની નોટોની ઓળખ કરી શકશે. જવાન નોટના દરેક ફીચર્સથી માહિતાગાર હોય તેમ અમે ઈચ્છીએ છીએ.
- ટ્રેનિંગ દ્વારા અમારા જવાનો ટેકનિકલી અને ફિઝિકલી નકલી નોટોની ઓળખ કરવા સક્ષમ બની શકે તેવી કોશિશ છે.
 
ડિમોનેટાઈઝેશન બાદ બોર્ડર પર વધી ઘટનાઓ
 
-ડિમોનેટાઈઝેશન બાદ બાંગ્લાદેશ બોર્ડર પર નકલી નોટનો સપ્લાય વધ્યો છે. પોલીસ અને સિક્યુરિટી એજન્સીએ માલ્દા જિલ્લો અને તેની આસપાસના વિસ્તારમાંથી નકલી નોટોની ખેપ પકડી છે.
- 8 ફેબ્રુઆરીએ બંગાળ પોલીસે એક યુવકને 2000ની 40 નોટો સાથે મુર્શિદાબાદમાંથી પકડ્યો હતો.
- પોલીસ મુજબ પકડાયેલી નવી નોટોમાં અસલી 2000ની નોટમાં હોય તેવા જ ફીચર્સ મળ્યા છે. તેમાં કલર સ્કીમ, વોટરમાર્ક અને એક્સક્લુઝિવ નંબર પેટર્ન પણ છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Rbi may train bsf jswant to check rs 2000 real or fake note
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended