Home »National News »Latest News »National» Reserve Bank Of India To Soon Put New Rs 100 Banknotes In Circulation

100ની નવી નોટ બહાર પાડશે RBI, 24 હજારની રોકડ ઉપાડની મર્યાદા હટાવાશે

divyabhaskar.com | Feb 04, 2017, 09:09 AM IST

  • આરબીઆઈએ સ્પષ્ટ કર્યું છે કે પહેલા બહાર પાડવામાં આવેલી 100 રૂપિયાની નોટ લીગલ ટેન્ડર બની રહેશ. તેના ઉપયોગ પર કોઈ રોક નહીં રહે. (પ્રતીકાત્મક)
નવી દિલ્હી. સરકારે સંકેત આપ્યા છે કે ટૂંક સમયમાં 24 હજાર રૂપિયાની અઠવાડિયે કેશ વિથડ્રૉઅલ ખતમ કરવાનો નિર્ણય લઈ શકે છે. આર્થિક મામલાઓના સચિવ શક્તિકાંત દાસે શુક્રવારે કહ્યું હતું કે બહુ ઓછા લોકો અઠાવાડિયામાં 24 હજાર કે મહિનામાં 96 હજાર રૂપિયા સેવિંગ એકાઉન્ટમાંથી ઉપાડે છે. તેને જોતા ટૂંક સમયમાં RBI વીકલી વિથડ્રૉઅલ લિમિટ હટાવવવાનો નિર્ણય લઈ શકે છે. આ દરમિયાન, આરબીઆઈએ કહ્યું કે 100 રૂપિયાની નવી નોટો સક્ર્યુલેશનમાં આવશે. તે 2005ની મહાત્મા ગાંધી સીરીઝની નોટ જેવી જ હશે.
 
કેવી હશે 100 રૂપિયાની નવી નોટ
 
- RBIએ શુક્રવારે એક નોટિફિકેશનમાં કહ્યું કે 100 રૂપિયાની નવી નોટ મહાત્મા ગાંધી સીરીઝની 2005ની નોટો જેવી હશે.
- જેમાં મહાત્મા ગાંધીની તસવીર હશે. બંને નંબર પેનલ પર R ઈનસેટ સેટર હશે.
- નોટ પર આરબીઆઈ ગવર્નર ઉર્જિત પટેલની સહી હશે.
- નોટના પાછલા ભાગ પર પ્રિન્ટિંગ યર તરીકે 2017 લખવામાં આવ્યું હશે.
- આરબીઆઈએ સ્પષ્ટ કર્યું છે કે બેન્ક તરફથી પહેલીવાર બહાર પાડેલી 100 રૂપિયાની નોટ લીગલ ટેન્ડર બની રહેશે. તેના ઉપયોગ પર કોઈ રોક નહીં રહે.
1 ફેબ્રુઆરીના રોજ વધારી હતી રોકડ ઉપાડની લિમિટ
 
- RBI દ્વારા 1 ફેબ્રુઆરીથી ATMs માંથી રોકડ ઉપાડની મર્યાદામાં રાહત આપી હતી. હવે એક પ્રયાસમાં 24 હજાર રૂપિયા ઉપાડી શકાય છે પરંતુ બીજી વખત પૈસા ઉપાડવા માટે એક અઠવાડિયાની રાહ જોવી પડશે.
- મહત્વપૂર્ણ છે કે નોટબંધી બાદ એટીએમથી પૈસા ઉપાડવાની મર્યાદા સતત વધારવામાં આવી હતી. હાલમાં જ આ મર્યાદા 4500થી વધારીને 10000 રૂપિયા રોજની કરી દેવામાં આવી હતી. આરબીઆઈએ બેન્કોને આ સલાહ આપી હતી કે તેઓ ગ્રાહકોને કેશથી નોન કેશ મોડ પર લઈ જવાના પ્રયાસ કરે.

ATMથી રોકડ ઉપાડની મર્યાદા કેટલી?
 
પહેલાઃ એટીએમથી 2000 રૂપિયા ઉપાડી શકતા હતા. બાદમાં પોતાના બેન્કના એટીએમથી 2500 રૂપિયા ઉપાડવાની મંજૂરી મળી. નોટબંધીના 50 દિવસ બાદ ડિસેમ્બરના અંતમાં આ મર્યાદા વધારીને 4500 રૂપિયા કરી દેવામાં આવી. જાન્યુઆરીમાં તેને વધારીને 10 હજાર રૂપિયા કરવામાં આવી.
હવેઃ આરબીઆઈના સર્કુલર મુજબ, આ મર્યાદાને દૂર કરી દેવામાં આવી. એટલે કે હવે એટીએમથી એક વ્યક્તિ એક કાર્ડનો ઉપયોગ કરી એક પ્રયાસે કે એક અઠવાડિયામાં 24 હજાર રૂપિયા ઉપાડી શકાશે.
 
સેવિંગ એકાઉન્ટમાંથી બેન્ક જઈને કેટલી રકમ ઉપાડી શકાય છે?
 
પહેલાઃ બેન્કના કાઉન્ટર પરથી સેવિંગ્સ એકાઉન્ટ્સમાંથી એક અઠવાડિયામાં 10 હજાર રૂપિયા ઉપાડવાની મર્યાદા હતી. પછી તે મર્યાદા વધારીને 24 હજાર કરવામાં આવી.
હવેઃ સેવિંગ એકાઉન્ટ્સ પર રોકડ ઉપાડ ચાલુ રહેશે. તેની પર પછી નિર્ણય લેવામાં આવશે. તેના કારણે અત્યારે એટીએમથી 24 હજાર રૂપિયાથી વધુ નહીં ઉપાડી શકાય.
 
બાકી એકાઉન્ટ્સમાં રોકડ ઉપાડની મર્યાદા કેટલી છે?
 
પહેલાઃ કરન્ટ એકાઉન્ટમાંથી એક અઠવાડિયામાં પૈસા ઉપાડવાની મર્યાદા 50 હજાર રૂપિયા હતી. જાન્યુઆરીમાં તેને એક લાખ રૂપિયા કરી દેવામાં આવી.
હવેઃ કરન્ટ એકાઉન્ટ્સ, કેશ ક્રેડિટ એકાઉન્ટ્સ અને ઓવરડ્રાફ્ટ એકાઉન્ટ્સમાંથી પૈસા ઉપાડવાની મર્યાદા તાત્કાલિક ખતમ કરી દેવામાં આવી.
 
નિર્ણયથી શું ફાયદો થશે?
 
- મેટ્રો શહેરોમાં બીજા બેન્કના એટીએમ મહિનામાં 3 અને શહર વિસ્તારોમાં 5 વખત જ ફ્રી છે. ત્યારબાદ દરેક ટ્રાન્ઝેક્શન પર 20 રૂપિયા ચાર્જ લાગે છે. એક સાથે વધુ પૈસા ઉપાડતા આ ખર્ચમાં થોડી બચત થશે.
 
આરબીઆઈએ નિર્ણય કેમ લીધો?
 
- અત્યાર સુધી 67% કરન્સી ફરી ચલણમાં આવી ચુકી છે. ડિજિટલ ટ્રાન્ઝેક્શન 40%, કાર્ડ પેમેન્ટ 39% અને પીઓએસનો ઉપયોગ 41% વધ્યો છે. એવી પરિસ્થિતિમાં એટીએમ અને બેન્કો પર દબાણ ઓછું થયું છે. તેના કારણે રાહત આપવામાં આવી હતી.
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Reserve Bank of India to soon put new Rs 100 banknotes in circulation
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext