Home »National News »Photo Feature» City Mumbai Named After Hindu Goddess Mumba Devi

લોકલ બાદ બુલેટ ટ્રેનની દિશામાં વધતું મુંબઈ, જુઓ આઝાદી અગાઉની તસવીરો

divyabhaskar.com | Jan 28, 2017, 11:08 AM IST

  • આઝાદી અગાઉ મુંબઈમાં મોટાભાગે બળદગાડી અને ઘોડાગાડી જ ટ્રાંસપોર્ટનો વિકલ્પ હતા.
મુંબઈઃ દેશનું આર્થિક પાટનગર મુંબઈમાં હવે બુલેટ ટ્રેનની વાતો ચાલી રહી છે. આ જ શહેરમાં આઝાદી અગાઉ માત્ર બળદગાડી જ વાહનવ્યવહારનો વિકલ્પ હતો. ભારતે તાજેતરમાં પોતાનો 68માં રિપબ્લિક-ડે મનાવ્યો છે. આ સમયે ભાસ્કર.કોમ તમારી સમક્ષ એક અમેરિકન ફિલ્મ મેકર દ્વારા મુંબઈ પર 83 વર્ષ પહેલા બનાવેલી ડોક્યૂમેન્ટ્રી અંગે જણાવવાની સાથે શહેરની રેર તસવીરો રજૂ કરી રહ્યું છે.
200થી વધુ ડોક્યુમેન્ટ્રી બનાવી હતી...

- ‘ગેટ વે ટૂ ઈન્ડિયા’ નામની આ શોર્ટ ફિલ્મને નિર્માતા જેમ્સ એ. ફિટ્ઝ પેટ્રિકે 1930-32 વચ્ચે તૈયાર કરી હતી. આ ફિલ્મનું નરેશન પેટ્રિકે જ કર્યું હતું.
- ફિલ્મમાં 1932ના મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોને દેખાડવામાં આવ્યા હતા. 8 મિનિટની આ ફિલ્મમાં મુંબઈમાં રહેતા લોકો, બજાર, શેરીઓ, ટ્રાન્સપોર્ટેશન અને સાંસ્કૃતિને દેખાડવામાં આવી હતી.
- 1932માં શહેરની વસ્તી 10 લાખ હતી. તે સમયે અમુક જ ગાડીઓ રોડ પર જોવા મળતી હતી. મોટાભાગે લોકો બળદગાડી અને ઘોડાગાડીનો જ ઉપયોગ કરતા.
- ડોક્યૂમેન્ટ્રીમાં મુંબઈના ફેમસ મહાલક્ષ્મી રેસકોર્સ, કરતબ દેખાડતો કલાકાર, માછીમારોનું એક ગામ અને તેમા રહેતી મહિલાઓને દેખાડવામાં આવી છે.
- પેટ્રિક 1930માં મુંબઈ આવ્યા અને બે વર્ષમાં મુંબઈ ઉપરાંત વારાણસી, જયપુર, દિલ્હી અને આગ્રા પર પણ શોર્ટ ફિલ્મો બનાવી હતી.
- આ ફિલ્મોના નિર્માણ પાછળ પેટ્રિકને 1500 ડોલરનો ખર્ચ થયો હતો. 
- મુંબઈ શહેરને આ નામ હિંદુ દેવી મુંબા દેવીના નામ પરથી મળ્યું છે. શહેર સત્તાવાર રીતે 1995માં પ્રથમવાર મુંબઈ નામ આપવામાં આવ્યું.
 
(આગળની સ્લાઈ્ડસમાં જુઓ આઝાદી અગાઉના મુંબઈની વધુ તસવીરો............)
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: City Mumbai Named After Hindu Goddess Mumba Devi
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext