Home »National News »Latest News »National» Raninder Singh Stands On Lambi Seats In Punjab Election

‘મારો પુત્ર માત્ર 13 વર્ષનો છે, બાદલના ઘરે લગ્ન નથી થઈ રહ્યા’- રણઈન્દ્ર સિંહ

Narindra Sharma, Lambi | Jan 24, 2017, 00:30 AM IST

  • ‘મારો પુત્ર માત્ર 13 વર્ષનો છે, બાદલના ઘરે લગ્ન નથી થઈ રહ્યા’- રણઈન્દ્ર સિંહ,  national news in gujarati
લંબી(મુવતસર):કેપ્ટન અમરિંદર સિંહ લંબી બેઠક પર એટલા માટે જ ઉતર્યા છે, કેમ કે આમ આદમી પાર્ટીએ બાદલ પરિવારની સાથે કેપ્ટન પરિવારના નજીકના સંબંધોની વાતો લોકો સુધી પહોંચાડી દીધી છે. એટલા માટે જ કેપ્ટને પોતાના પુત્ર રણઈન્દ્ર સિંહને ચૂંટણી સુધી લંબીમાં જ કેમ્પ કરવા માટે મોકલી દીધા છે. 2009માં સીએમ પ્રકાશ સિંહ બાદલની પુત્રવધુ હરસિમરત સામે દોઢ લાખ વોટથી લોકસભા ચૂંટણીમાં હારવાના 8 વર્ષ બાદ લંબીમાં ઉતરેલા રણઈન્દ્રએ અહીંના લોકોને પોતાની તરફે ખેંચવા માટે ઘણી મહેનત કરવી પડી રહી છે.
 
સાથે જ ‘આપ’ તરફથી બાદલ પરિવાર સાથે તેમનાં સંબંધ હોવાના આક્ષેપનો ભ્રમ તોડવો પણ તેમના માટે મુશ્કેલ થઈ રહ્યું છે. દરેકસભામાં રણઈન્દ્રને પોતાના પુત્રનાં બાદલ પરિવાર સાથે ઘરનો સંબંધ હોવાની અફવા દૂર કરવા માટે મોબાઈલ ફોન પર 13 વર્ષના પુત્રનો ફોટો દેખાડીને પુરાવો આપવો પડી રહ્યો છે. તેઓ જણાવે છે કે, ‘મારા પુત્રને તો હજુ દાઢી પણ નથી આવી, બાદલ પરિવાર સાથે સંબંધ ક્યાંથી જોડાઈ જશે.’
 
આવું એટલા માટે કેમ કે શુક્રવારે જ લંબામાં ‘આપ’ના  ઉમેદવાર જરનૈલ સિંહે પ્રચાર કરવા આવેલા અરવિંદ કેજરીવાલને કેપ્ટનનાં બાદલ પરિવાર સાથે નજીકના સંબંધ હોવાની વાત કરીને મેળાપીપણાંનો આક્ષેપ લગાવ્યો હતો. રણઈન્દ્રને 2009માં સૌથી વધુ 50 હજારની લીડ લંબીમાં આરામથી મળી હતી. ત્યાર બાદ રણઈન્દ્ર ક્યારેય બઠિંડા કે લંબી આવ્યો નથી. શનિવારે જ્યારે તેઓ લંબીના ગામ આલમવાલામાં પહોંચ્યા ત્યારે લોકોને તેમનાં 8 વર્ષ બાદ પાછા આવવાનો અહેસાસ ન થાય એટલા માટે કહ્યું કે, ‘પહેલાં જદ્દ આપણે વાસ્ત આયા સી તાં તુસીં મૈંનુ ઘોડે તે બિઠાકે પિંડ લૈકે, આએ સી, ઇસ બાર સાથ દે દેયો, સાડ્ડા જટ્ટ જુબાન દ બડા પક્કા એ’.
 
ચૂંટણી દાવ

‘આપ’ પક્ષ એવો પ્રચાર કરી રહ્યો છે કે સુખબીર બાદલની પુત્રીનાં લગ્ન કેપ્ટનનાં પૌત્ર સાથે થઈ રહ્યા છે...

એટલા માટે સ્પષ્ટતા

પિતા માટે વોટ માગવા ઉતરેલા રણઈન્દ્રને મુશ્કેલી પડી રહી છે.
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Raninder Singh Stands on Lambi Seats in Punjab Election
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext