Home »National News »Latest News »National» Ramdas Athawale Slams On Mayawati

માયાવતીનું અભિમાન તોડવા માટે યુપીમાં આવ્યા છીએ : કેન્દ્રીય મંત્રી અઠવાલે

Dinesh Mishra, Lucknow | Jan 21, 2017, 23:45 PM IST

  • માયાવતીનું અભિમાન તોડવા માટે યુપીમાં આવ્યા છીએ : કેન્દ્રીય મંત્રી અઠવાલે,  national news in gujarati
લખનઉ:ઉ.પ્ર. વિધાનસભા ચૂંટણીમાં કેન્દ્રીય મંત્રી રામદાસ અઠવાલે પોતાના પક્ષ રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા (RPI-A)ના 70થી વધુ ઉમેદવાર ઊભા રાખશે. ભાસ્કર સાથેની વાતચીતમાં તેમણે પોતાની રણનીતિ જણાવી....

યુપીમાં RPI-Aનો જનાધાર કેટલો છે?

અમે દલિતો માટે સતત કામ કરી રહ્યા છીએ. હું ત્યારથી જોડાયો છું જ્યારે ચૌધરી ચરણ સિંહનો ઝંડો લહેરાતો હતો. અમારી પાર્ટીને કોઈના પરિચયની જરૂર નથી.

તમે કેન્દ્રમાં ભાજપની સાથે ગઠબંધનમાં છો અને ઉ.પ્ર.માં એકલા લડી રહ્યા છો. આવું શા માટે?

અણારો પક્ષ ભાજપની સાથે ગઠબંધનમાં પહેલાથી છે અને આગળ પણ રહેશે. અહીં હું દલિતો માટે ચૂંટણી લડવા આવ્યો છું. કોઈ પણ પ્રકારે ભાજપનો વિરોધી નથી.

ભાજપના કહેવાથી તમે ઉ.પ્ર.માં ચૂંટણી લડવા આવ્યા છો?

હું પક્ષનો અધ્યક્ષ છું? મારી મરજીથી આવ્યો છું. અમારા સાથીદાર અને કાર્યકર્તાઓએ પોત-પોતાનાં વિસ્તારમાં ઘણું કામ કર્યું છે. આથી અમે જીતવાના હેતુ સાથે આવ્યા છીએ.

ઉ.પ્ર.માં આવવાનો તમારો ઉદ્દેશ્ય કયો છે?

અમે અહીં દલિતોની તથાકથિત દેવી બની બેસેલી માયાવતીનું અભિમાન તોડવા આવ્યા છીએ. કેમ કે તેઓ દલિત મતદારોને પોતાની સંપત્તિ સમજી બેઠાં છે અને પોતાને દેવી માની ચૂક્યાં છે.

એટલે કે બસપા વિરુદ્ધ ઉમેદવાર ઉતારીને તમે ભાજપને ફાયદો પહોંચાડશો?

મુદ્દો ભાજપના ફાયદાનો નથી, પરંતુ દલિતોને ફાયદો પહોંચાડવાનો છે. ઉ.પ્ર.માં ભાજપની સરકાર બનતાં દલિતોની સ્થિતિમાં સુધારો થશે. અમે માયાવતી વિરુદ્ધ ઉમેદવાર ઊભા રાખીએ છીએ. અમારી લડાઈ તેમની સાથે છે.

માયાવતીના મતદારોને કાપવાનું કામ કરી રહ્યા છો?

અમે સંપૂર્ણપણે ભાજપની સાથે અને માયાવતીના વિરુદ્ધ છીએ. અમે પોતાના મતદારોને પાછા ખેંચવા આવ્યા છીએ, જેમના પર માયાવતી કબજો કરીને બેઠાં છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Ramdas Athawale slams on Mayawati
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended