Home »National News »Latest News »National» Rally Of PM Modi In Badayu For UP Election

'અખિલેશજી, યુપીમાં તમારા કામ નહીં કારનામા બોલે છે': બદાયૂમાં મોદી

divyabhaskar.com | Feb 11, 2017, 15:29 PM IST

  • મારી સરકાર ગરીબો, પીડિતો, ખેડૂતો માટે જ કામ કરશે એવું મેં પહેલા દિવસથી કહ્યું હતું. - મોદી
બદાયુ: આજે બદાયુની રેલીમાં મોદીએ સપા, બસપા સહિતના તમામ વિરોધપક્ષો પર નિશાન તાક્યું. તેમણે અખિલેશ યાદવના એક નારા પર કમેન્ટ કરતા કહ્યું કે અખિલેશજી તમારું કામ નહી કારનામા બોલે છે. તેઓ શનિવારે બદાયુની જનસભાને સંબોધિત કરી રહ્યા છે. સવારથી લોકોની ભીડ જામી છે. ઉલ્લેખનીય છે કે, બદાયુમાં વિધાનસભાની કુલ 6 બેઠકો છે, જેના માટે 15 ફેબ્રુઆરીએ મતદાન થવાનું છે. 
 
મોદીએ શું કહ્યું?
 
- હિદુસ્તાનના 100 પછાત જિલ્લાઓ જ્યાં વિકાસ નથી, કોઇ સુવિધા નથી, તેવા જિલ્લાઓમાં બદાયુ એક છે.
- ઉત્તરપ્રદેશના મજબૂત સપોર્ટથી કેન્દ્રમાં સરકાર બની ને તમારા સહકારથી પ્રધાનમંત્રી બનીને સેવા કરવાની તક મળી.
- આટલા વર્ષો પછી દેશની જનતાએ દેશમાં સ્થિર સરકાર બેસાડી છે. મારી સરકાર હું ગરીબોને સમર્પિત કરું છું. મારી સરકાર ગરીબો, પીડિતો, ખેડૂતો માટે જ કામ કરશે એવું મેં પહેલા દિવસથી કહ્યું હતું.
- આઝાદીના 70 વર્ષ થયા. છતાં, કેટલાય ગામો એવા છે જ્યાં વીજળી નથી. આજે પણ તેવા ગામો અંધારામાં રહેલા છે. વીજકંપનીવાળાઓએ કહ્યું કે દેશના 18,000 ગામો એવા જ્યાં વીજળી નથી. શું આઝાદીના 70 વર્ષો પછી આ વાત એક કલંક નથી? આ કલંક મટવું જોઇએ કે નહી?
- 1000 દિવસની અંદર 18000 ગામોમાં વીજળીના તાર અને થાંભલાઓ જોઇએ. મેં એ ન જોયું કે એ ગામોમાં કોણ છે કે કોની સરકાર છે, બસ એટલું વિચાર્યું કે એ 18,000 ગામોમાં વીજળી આવવી જોઇએ.
- શું કોંગ્રેસ અને સપાનું દાયિત્વ ન હતું આ ગામોમાં વીજળી પહોંચાડવાનું? તમે ચોંકી જશો, કે બદાયુએ 2014 માં ચૂંટણીમાં અમારી મદદ ન કરી. ભલે સપાનો એમપી ચૂંટાઇને આવ્યો પણ બદાયુ જિલ્લો અને તેના લોકો મારા છે. યુપીના 1500 ગામો જ્યાં વીજળી નથી તેમાં બદાયુ જિલ્લાના 495 ગામો સામેલ છે.
- આ 495 ગામોમાં વીજળી ન પહોંચી. પરંતુ, મુલાયમ, માયાવતી અખિલેશને જ્યાં પહોંચવું હતું ત્યાં પહોંચી ગયા. તમે લોકો તો ત્યાં ના ત્યાં જ રહ્યા.
- અખિલેશ કહે છે મારું કામ બોલે છે. પરંતુ, યુપીનો બચ્ચો-બચ્ચો જાણે છે કે અખિલેશના કામ નહી કારનામાં બોલે છે.
- મને બદાયુના 495 ગામોમાં વીજળી પહોંચાડવાનું સૌભાગ્ય મળ્યું છે. હું તમારો આભાર વ્યક્ત કરું છું.
- કોઇપણ પાપ કરો, મુલાયમ કહી દે છે, કે બચ્ચા હૈ, માફ કર દો.
- જ્યારે અખિલેશ બોલે, ભઇ આવા સવાલ કેમ પૂછો છો? તમારા શહેરમાં ભ્રષ્ટાચાર થાય છે? તેઓ આટલા બધા બેજવાબદાર છે. આવા લોકો જનતાનું ભલું ન કરી શકે.
- અખિલેશની સરકાર ગરીબો અને ઇમાનદારોના પૈસા લૂંટે છે.
- માયાવતી અને મુલાયમ લડતા હોય, માયાવતી અને અખિલેશ પણ એકબીજાનું સારું ન બોલે. પણ એક વિષય એવો આવ્યો કે હું કાળાધન અને ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડ્યો તો બધા ભેગા થઇ ગયા.
- કેમકે તેમના પગ નીચેથી ધરતી ખસી ગઇ. કેમકે આ લડાઇનો રેલો તેમના પગ નીચે પણ ક્યારેક આવાનો જ છે તેવી તેમને ખબર છે.
-એમણે જે ગરીબોનું લૂંટ્યુ તે હું ગરીબોને પાછું આપીશ. જનતા ઇશ્વરનું રૂપ છે. તેમણે મને ગરીબો અને ખેડૂતોના કલ્યાણનું કામ આપ્યું છે. 
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Rally of PM Modi in Badayu for UP election
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended