Home »National News »Desh» He Stayed In Space For 7 Days, 21 Hours And 40 Minutes

અંતરિક્ષમાંથી કર્યો હતો ઈન્દિરા ગાંધીને ફોન, પૂછતા આપ્યો હતો આ જવાબ

divyabhaskar.com | May 17, 2017, 10:46 AM IST

લુધિયાણા:  રાકેશ શર્મા અંતરિક્ષમાં જતા પહેલા ભારતીય છે. ટી-સોયુઝ મિશનના અંતર્ગત જ્યારે રાકેશે તે સમયના વડાપ્રધાન ઈન્દિરા ગાંધીને કોલ કર્યો હતો ત્યારે ઈન્દિરા ગાંધીએ પૂછ્યું હતું કે, અંતરિક્ષથી આપણું ભારત કેવુ દેખાય છે? આ વિશે રાકેશ શર્માએ કહ્યું હતું કે- 'સારે જહાં સે અચ્છા હિંદુસ્તાન હમારા'. 17મે એ કોમ્યુનિકેશન ડે છે. આ દિવસે આજે અમે તમને અંતરિક્ષ સાયન્સમાં આ ઉપ્લબ્ધિ મેળવનાર રાકેશ શર્માએ વિશે જણાવી રહ્યા છીએ. 
 
7 દિવસ 21 કલાક અને 40મિનિટ સુધી રહ્યા હતા અંતરિક્ષમાં

- ઈસરો અને સોવિયત જેવી એજન્સીના જોઈન્ટ સ્પેસ પ્રોજેક્ટમાં રાકેશ શર્માને ભારત તરફથી પસંદ કરવામાં આવ્યા હતા. તેઓ દુનિયાના 138માં અંતરિક્ષ યાત્રી છે.
- 32 વર્ષ પહેલા 2 એપ્રિલ1984ના રોજ ટી-સોયુજ 11 મિશન અંતર્ગત કઝાકિસ્તાન તરફથી ઉડાન ભરી હતી.
- તેઓ અંતરિક્ષમાં 7 દિવસ, 21 કલાક અને 40 મિનિટ સુધી રહ્યા હતા. તેમનું કામ બાયો મેડિસિન અને રિમોટ સેંસિંગ સાથે જોડાયેલુ હતું.
- અંતરિક્ષથી પરત ફર્યા પછી રશિયાએ રાકેશ શર્માને 'હીરો ઓફ સોવિયત યૂનિયન' તથા ભારતે 'અશોકચક્ર'થી સન્માનિત કર્યા હતા.
 
18 મહિનાની ટ્રેનિંગ પછી ગયા હતા મિશન પર

- સોવિયત યૂનિયને ઈન્દિરા ગાંધી સામે 2 ભારતીયોને મિશનમાં સામેલ કરવાની ઓફર આપી હતી પરંતુ એરફોર્સ ઓફિસરો સિવાય તેની પાસે અન્ય કોઈ ઓપ્શન નહતો.
- તે સમયે ઈસરો પાસે સંસાધનોની અછત હતી. આવા સંજોગોમાં ઈન્ડિયન એરફોર્સના બે ઓફિસરો રાકેશ શર્મા અને રવીશ મલ્હોત્રાને 18 મહિનાની કડક ટ્રેનિંગ આપવામાં આવી હતી.
- બીજા ભારતીય રવીશ મલ્હોત્રા પણ આ મિશન માટે સ્પેસમાં ગયા હતા પરંતુ રાકેશ સીનિયર હોવાથી તેમનું નામ વદારે પ્રખ્યાત થયું હતું.
 
ઈન્ડિયન એરફોર્સમાં પાયલટ હતા રાકેશ...

- રાકેશ શર્માનો જન્મ 13 જાન્યુઆરી, 1949માં પંજાબના પટિયાલા શહેરમાં થયો હતો.
- તેમનો શરૂઆતનો અભ્યાસ હૈદરાબાદમાં થયો હતો, 1970માં ઈન્ડિયન એરફોર્સમાં સામેલ થયા અને 1984માં સ્ક્વાડ્રન લિડર બન્યા હતા.
- તેમનો દીકરો કપિલ શર્મા ફિલ્મ ડિરેક્ટર અને દીકરી કાર્તિકા મીડિયા આર્ટિસ્ટ છે.
 
આગળની સ્લાઈડમાં જુઓ રાકેશ શર્માના મિશન સમયની અન્ય તસવીરો
(Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: He stayed in space for 7 days, 21 hours and 40 minutes
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended