Home »National News »Desh» BJP Leader Yogi Adityanath Exclusive Interview With Divyabhaskar

રાજનાથ બને યૂપીના CM, હું દાવેદાર હતો જ ક્યાં? - યોગી આદિત્યનાથ

Rohitashwa Krishna Misra | Mar 02, 2017, 12:12 PM IST

  • યોગી આદિત્યનાથે કહયું કે, હું ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીપદની રેસમાં હતો જ નહીં. (ફાઈલ)
ગોરખપુર. (ગોરખપુરના ગોરખનાથ મંદિરથી divyabhaskar.com) ઉત્તર પ્રદેશમાં બીજેપીની સરકાર બનવા પર મુખ્યમંત્રી કોણ હશે, તેની પર પાર્ટીના ફાયરબ્રાન્ઢ નેતા યોગી આદિત્યનાથે ચોંકાવનારું નિવેદન સામે આવ્યું છે. divyabhaskar.comના જર્નાલિસ્ટ રોહિતાશ્વ કૃષ્ણ મિશ્રાને આપેલા એક્સક્લૂસિવ ઈન્ટરવ્યૂમાં યોગીએ રાજનાથ સિંહનું નામ લેતા કહ્યું, યૂપીમાં બીજેપીની સરકાર બને છે તો રાજનાથ સિંહ સીએમ બને.. તેમનું સ્વાગત છે.. મારી શુભેચ્છાઓ છે.. આટલું જ નહીં તેઓએ બીજા જ સવાલના જવાબમાં એવું પણ કહી દીધું કે, હું યૂપીમાં મુખ્યમંત્રીનો દાવેદાર હતો જ નહીં.. આ પહેલીવાર છે જ્યારે કોઈ ઈન્ટરવ્યૂમાં યોગીએ રાજનાથ સિંહને યૂપીમાં સીએમ બનવાને લઈને સમર્થનભર્યા સ્વરમાં શુભેચ્છાઓ પાઠવી છે.  
 
વાતચીતમાં આદિત્યનાથે કારગિલ યુદ્ધના શહીદની દીકરી ગુરમેહર કૌરના મામલે પણ વાંધાજનક નિવેદન આપ્યું. તેઓએ આ વિવાદને સાચો ઠેરવતા આગામી સમયમાં જડબાતોડ જવાબ આપવાની વાત કહી છે. વાંચો, બીજેપીના ફાયર બ્રાન્ડ નેતા અને યૂપીમાં બીજેપીના મુખ્યમંત્રીપદના ઉમેદવાર માનવામાં આવતા યોગી આદિત્યનાથ સાથેનો આ એક્સક્લૂસિવ ઈન્ટરવ્યૂ..  
 
Q. રાજનાથ સિંહને લઈને કહેવામાં આવી રહ્યું છે કે યૂપી જીતશે તો સીએમ બનશે..હારશે તો કેન્દ્રમાં પીએમ. આ અંગે તમારું શું કહેવું છે?
A. રાજનાથ સિંહજી અમારા સિનિયર લીડર છે.. જો યૂપીમાં બીજેપીની સરકાર બનશે તો રાજનાથ સિંહ સીએમ બને. તેમનું સ્વાગત છે. અમારી શુભેચ્છાઓ છે.   
 
Q. તો પાંચ વાર ગોરખપુરથી સાંસદ રહેલા યોગીનું શું થશે?
A. હું મુખ્યમંત્રીનો દાવેદાર હતો જ નહીં. સમર્થકો ચોક્કસ આવું બોલ્યા હતા. પરંતુ તેમના બોલવાથી શું થાય. છેલ્લો નિર્ણય પાર્ટીનો હોય છે.
 
Q. પરંતુ થોડા દિવસો પહેલા તો એવી વાત તમારા તરફથી આવી હતી કે CM બનવાની ત્રણ લાયકાતો તમારામાં છે. તમારા સમર્થકો બીજેપી સરકાર બનવા પર તમને સીએમ બનાવવાની મુહિમ ચલાવી રહ્યા છે. શું આ પાર્ટી પર દબાણ લાવવાનો પ્રયાસ છે?
A. ના. આવું નથી.
 
Q. યૂપી ચૂંટણીમાં દરેક પાર્ટીની પાસે સીએમ ફેસ છે. પરંતુ બીજેપી સીએમ ફેસ વિના પીએમ મોદીના નામે ચૂંટણી લડી રહી છે. શું પાર્ટીમાં સીએમ માટે એફિશિયન્ટ લીડરની ઘટ પડી ગઈ છે કે શું?
A. ના, તમે કેવી રીતે કહી શકો કે બીજેપીમાં એફિશિયન્સ સીએમ કેન્ડિઠેટ નથી. અમારી પાર્ટીનો દરેક કાર્યકર્ત સીએમ બનવાની રેસમાં હોઈ શકે છે. અમે રાહુલ ગાંધી કે કોંગ્રેસ નથી!
 
Q. કારગિલ યુદ્ધના શહીદની દીકરી ગુરમેહર કૌર મામલામાં દિલ્હી યુનિવર્સિટીમાં ગત થોડા દિવસોમાં શરૂ થયેલા હોબાળા પર શું કહેશો?
A. હોબાળો તો થશે જ. ભાઈ જુઓ, અભિવ્યક્તિની આઝાદી રાષ્ટ્રીય એકતા અને અખંડતાથી મોટી ક્યારેય ન હોઈ શકે. રાષ્ટ્રીય એકતા સાથે કોઈ રમત સહન નહીં થાય. દેશનો દરેક યુવાન તેની રક્ષા કરશે. રાષ્ટ્રીય એકતા પર કોઈએ પણ આંગળી ઉઠાવવાનો પ્રયાસ કર્યો તો તેનો જડબાતોડ જવાબ આપવાની પણ તૈયારી છે.
 
આગળની સ્લાઈડમાં વાંચો, divyabhaskar.comના બીજા સવાલો પર યોગીએ શું આપ્યા જવાબ?
(Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: BJP leader Yogi Adityanath exclusive interview with divyabhaskar
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended