Home »National News »Latest News »National» Rajnath Sing Says Kashmiri People Are Indians Give Them Safety

J&K: નમાજ બાદ દક્ષિણ કાશ્મીરમાં ભડકી હિંસા, સુરક્ષાબળો પર પથ્થરમારો

divyabhaskar.com | Apr 21, 2017, 16:40 PM IST

  • નમાજ બાદ દક્ષિણ કાશ્મીરના કેટલાક ભાગમાં પથ્થરમારો કરવામાં આવ્યો. ફાઇલ
શ્રીનગર:શુક્રવારે વધુ એક વખત હિંસા ફાટી નીકળી હતી. દક્ષિણ કાશ્મીરના પુલવામા અને કૂપવાડામાં  જુમ્માની નમાજ બાદ કેટલાક તોફાની તત્વોએ પોલીસ અને સુરક્ષાબળો પર પથ્થમારો કર્યો હતો. રાજ્યની સ્થિતિ અંગે ભાજપ-પીડીપીની મહત્વપૂર્ણ બેઠક મળી હતી. ભાજપના  સુબ્રમણ્યમ સ્વામીએ કાશ્મીરની સ્થિતિ માટે ડોભાલને જવાબદાર ઠેરવ્યા છે. બીજી બાજુ, કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથસિંહે કાશ્મીરીઓને ભાઈ ગણી અન્ય રાજ્યોમાં તેમની સાથે દુર્વ્યવહાર ન કરવા તાકિદ કરી હતી. 
 
શુક્રવારે થયેલા કાશ્મીરના અન્ય અપડેટ્સ 

- એપ્રિલના અંતભાગમાં ભાજપના અધ્યક્ષ અમિત શાહ કાશ્મીરની મુલાકાત લેવાના છે. આ પહેલા ભાજપ અને પીડીપી નેતાઓની બેઠક મળી હતી. 
- 90 મિનિટ ચાલેલી બેઠકમાં ભાજપના મહાસચિવ રામ માધવ, નાયબ મુખ્યપ્રધાન નિર્મલસિંહ, હસિબ ડુર્બુ સહિતના નેતાઓએ ભાગ લીધો હતો. 
- ભાજપના વરિષ્ઠ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વિટ્સ કરીને કાશ્મીરમાં પ્રવર્તમાન તણાવ અને હિંસા માટે રામ માધવ અને ડોભાલ (રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ) જવાબદાર છે. ગઠબંધન માટે કૂદી પડતાં પહેલા તેમણે પૂરતી ચકાસણી કરી હતી?
- JKLF અને હુર્રિયત (M)ના કાર્યકરોએ જમ્મુ અને કાશ્મીરના નૌહાટામાં જુમ્માની નમાજ બાદ કોલેજ જતાં વિદ્યાર્થીઓના સમર્થનમાં દેખાવો કર્યા હતા.  
- શુક્રવારે સતત ચોથા દિવસે કાશ્મીરની શાળાઓ અને કોલેજો બંધ રહ્યા હતા. 
 
 
કાશ્મીરીઓને તમારા ભાઈ માનો: રાજનાથ
 
- રાજનાથે કહ્યું, “ઘણી જગ્યાઓએ કાશ્મીરી સ્ટુડન્ટ્સ સાથે ખરાબ વ્યવહાર થઇ રહ્યો છે. હું સાથી મંત્રીઓને આ મામલામાં દખલ કરવાની અપીલ કરું છું. અમે હોમ સેક્રેટરીને એડવાઇઝરી જાહેર કરવા કહ્યું છે.”
- “તમામ ભારતીયોને અપીલ કરું છું કે કાશ્મીરના લોકોને પોતાના ભાઈ સમજો, તેઓ પણ દેશના નાગરિક છે.”
- “દેશના વિકાસમાં કાશ્મીરીઓની પણ એટલી જ મહત્વની ભૂમિકા છે, જેટલી કોઇ અન્ય રાજ્યોના લોકોની હોય. તેમનો ખ્યાલ રાખો, તેઓ આપણા પરિવારનો હિસ્સો છે.”
 
મેવાડ અને મેરઠમાં લાગ્યા હતા કાશ્મીરીઓ વિરૂદ્ધના પોસ્ટર્સ. વાંચવા માટે ફોટોગ્રાફ સ્લાઈડ કરો. 
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Rajnath Sing says Kashmiri people are Indians Give them safety
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended