Home »National News »Latest News »National» Psycho Killer Had 12 Girlfriend

સાઇકો કિલર ઉદયનની હતી 12 ગર્લફ્રેન્ડ, 2નો પત્તો લાગ્યો, 10 હજી ગાયબ

divyabhaskar.com | Feb 08, 2017, 17:41 PM IST

  • આકાંક્ષા સાથે ઉદયન
ભોપાલ: લિવ-ઇન પાર્ટનર અને માતા-પિતાની હત્યા કરનારા ઉદયનને બાંકુરા (પશ્ચિમ બંગાળ) કોર્ટે 8 દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલી દીધો છે. બીજી બાજુ રાયપુર પોલીસની ટીમ ઇન્દ્રાણી દાસ અને વીકે દાસની હત્યાના કેસની તપાસ માટે બુધવારે ભોપાલ પહોંચી. આ બાજુ ભોપાલ પોલીસ ઉદયનના મોબાઇલમાંથી મળેલા છોકરીઓના નંબરોની તપાસ કરી રહી છે. પોલીસ ડેથ સર્ટિફેકેટની પણ તપાસ કરશે.
 
સાકેતનગરના ઘરમાંથી મળી શકે છે મહત્વની કડીઓ
 
- પોલીસ સૂત્રો પાસેથી મળેલી જાણકારી પ્રમાણે, રાયપુર અને ભોપાલ પોલીસ મળીને ઉદયનના સાકેત નગરના ઘરમાં તપાસ કરશે.
- રાયપુર પોલીસનું અનુમાન છે કે ભોપાલ સ્થિત ઘરના વીકે દાસ અને ઇન્દ્રાણી દાસની બેન્કની વિગતો અને પ્રોપર્ટીની વિગતો મળી શકે છે.
- આ જાણકારીના આધારે પોલીસ ઉદયનને ટ્રિપલ મર્ડર કેસની સાથે-સાથે પ્રોપર્ટી, બેન્ક બેલેન્સ સહિત અન્ય ઘટનાઓ વિશે પણ પૂછપરછ કરશે.
 
12 છોકરીઓના સંપર્કમાં હતો ઉદયન
 
- ભોપાલ પોલીસે ઉદયનની કોલ્સની વિગતોના આધારે 12 છોકરીઓના ફોન નંબરો મેળવ્યાં છે, જે સતત તેની સાથે સંપર્કમાં હતી.
- આ 12 છોકરીઓમાંથી બે સાથે પોલીસે સંપર્ક કર્યો છે. ટુંક સમયમાં તેમની પૂછપરછ કરવામાં આવશે.
- જ્યારે 10 છોકરીઓ હજુ ગાયબ છે. તેમના વિશે માહિતી ભેગી કરવામાં આવી રહી છે.
- જાણકારી મળ્યા અનુસાર, આ છોકરીઓ આકાંક્ષાની હત્યા પહેલાથી જ ઉદયન સાથે સંપર્કમાં હતી.
 
એક ટીમ કરશે મૃત્યુ પ્રમાણપત્રની તપાસ
 
- બુધવારે રાયપુર પોલીસની એક ટીમ ઇન્દ્રાણી દાસના ડેથ સર્ટિફિકેટની તપાસમાં લાગી છે. નોંધપાત્ર છે કે ઉદયને ઇટારસીની નગરપાલિકામાં ડેથ સર્ટિફિકેટના આવેદનમાં માનું મૃત્યુ નર્સ હેલિના દાસના ઘરે 5 ફેબ્રુઆરી, 2013 માં થયું તેમ જણાવ્યું હતું.
- 8 ફેબ્રુઆરીએ તેણે એપ્લિકેશન આપીને સર્ટિફિકેટ બનાવડાવ્યું હતું. આમાં તેણે મૂળ રહેઠાણ સુંદર નગર રાયપુર જણાવ્યું હતું. હેલિના ઇટારસીના શ્યામાપ્રસાદ મુખર્જી હોસ્પિટલમાં કામ કરતી હતી. અત્યારે તે જિલ્લા હોસ્પિટલ હોશંગાબાદમાં છે.
- આ બાબતે હેલિનાનું કહેવું છે કે તે ક્યારેય ઉદયનને મળી સુદ્ધાં નથી. તે તેને જાણતી પણ નથી.
 
ઇટારસીથી બનાવડાવ્યું માનું ડેથ સર્ટિફિકેટ
 
- માતા-પિતાની હત્યા પછી ઉદયને માના નામ પર રજિસ્ટર થયેલા રાયપુરના મકાનને વેચવાની તૈયારી કરી લીધી હતી.
- આ માટે તેણે ઇટારસી, હોશંગાબાદ નગરપાલિકાથી માના નામનું ડેથ સર્ટિફિકેટ બનાવડાવ્યું હતું.
- ડેથ સર્ટિફિકેટમાં ઇન્દ્રાણીનું મૃત્યુ 05-02-2013 ના રોજ થયું હોવાનું જણાવ્યું હતું. જ્યારે સર્ટિફિકેટ બનાવવાની તારીખ 08-02-2013 દર્શાવેલી છે.
- ભોપાલ પોલીસે આ સર્ટિફિકેટને તપાસમાં લઇ લીધું છે.
- જો સર્ટિફિકેટ નકલી રીતે બનાવડાવ્યું હશે તો ઉદયન અને નગરપાલિકાના સંબંધિત કર્મચારીઓ વિરુદ્ધ પણ કેસ નોંધવામાં આવશે.
 
શું છે પૂરો મામલો
 
- પશ્ચિમ બંગાળના બાંકુરામાં રહેતા દેવેંદ્ર કુમાર શર્માની દીકરી આકાંક્ષા ઉર્ફે શ્વેતા (28)ની 2007માં ઉદયન દાસ સાથે ઓરકુટ પર મિત્રતા થઈ હતી.
- જૂન 2016માં ઘરે નોકરી કરવાની વાત કરીને આકાંક્ષા ભોપાલ આવી હતી. અહીંયા તે ઉદયન સાથે રહેવા લાગી. તેણે પરિવારજનોને જણાવ્યું કે હું અમેરિકામાં નોકરી કરી રહી છું.
- જુલાઈ 2016 બાદ આકાંક્ષાએ પરિવારજનો સાથે વાત કરવાનું બંધ કરી દીધું. ભાઈએ નંબર ટ્રેસ કર્યો તો
 
લોકેશન ભોપાલનું નીકળ્યું
 
- પરિવારના લોકોને શક હતો કે આકાંક્ષા ઉદયન સાથે રહે છે. ડિસેમ્બર 2016માં આકાંક્ષા ગુમ થઈ હોવાની ફરિયાદ નોંધાવી.
- એક મહિનાની તપાસ બાદ પોલીસ તેના બોયફ્રેન્ડ ઉદયનના ઘેર પહોંચી અને તેની ધરપકડ કરી.
- પૂછપરછમાં તેણે આકાંક્ષાની હત્યા કરી હોવાની વાતનો સ્વીકાર કર્યો. બાદમાં તેણે માતા-પિતાની હત્યા પણ કરી હોવાનું જણાવ્યું.
 
ઉદયને આકાંક્ષાને કેમ મારી હતી
 
- આકાંક્ષા વારંવાર તેના એક મિત્ર સાથે ફોન પર વાત કરતી હતી. જેના કારણે ઉદયન નારાજ હતો.
-14 જુલાઈ 2016ની રાતે આકાંક્ષા અને ઉદયન વચ્ચે ઝઘડો થયો. આકાંક્ષા ઉંઘી ગઈ પરંતુ ઉદયને રાતભર જાગી તેને મારવાનો પ્લાન બનાવતો રહ્યો.
- 15 જુલાઈની સવારે તેણે આકાંક્ષાના મોં પર તકિયો દબાવી દીધો. જ્યાં સુધી આકાંક્ષા મરી ન ગઈ તેવી ખાતરી થઈ ત્યાં સુધી તેણે તકિયો દબાવી રાખ્યો. જે બાદ તેને બોક્સમાં બંધ કરી પોતાના જ ઘરમાં સીમેન્ટના ચબૂતરામાં દફન કરી દીધી.
 
કોણ છે ઉદયન
 
- ઉદયનના પિતા વીકે દાસ ભેલમાં ફોરમેન હતા. ઉદયનની માતા વિંધ્યાચલ ભવનમાં એનાલિસ્ટની પોસ્ટ પરથી રિટાયર થઈ હતી.
- માતાનું પેન્શન આશરે 30 હજાર રૂપિયા આવતું હતું. ફેડરલ બેંકની એમપી નગર બ્રાન્ચમાં પિતા સાથે ઉદયનનું જોઈન્ટ એકાઉન્ટ હતું.
- આ રૂપિયાથી જ ઉદયન અને આકાંક્ષાનો ખર્ચ નીકળતો હતો.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Psycho Killer had 12 girlfriend
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended