Home »National News »Latest News »National» Rail Roko In Tamil Nadu For Jalikattu

ચેન્નાઈ: ચોથા દિવસે પણ જલિકટ્ટુનો વિરોધ, રજનીકાંત, રહેમાન કર્યું સમર્થન

divyabhaskar.com | Jan 20, 2017, 16:18 PM IST

  • દેખાવકારોના હાથમાં જલિકટ્ટુનું કટ-આઉટ
ચેન્નાઈઃજલિકટ્ટુ પર લાગેલા પ્રતિબંધના વિરોધમાં ચોથા દિવસે પણ મરીના બીચ ખાતે દેખાવ ચાલુ છે. આધ્યાત્મિક ગુરુ સદગુરુ જગ્ગી વાસુદેવ, મ્યુઝિક ડિરેક્ટર એઆર રહેમાન, શ્રીશ્રી રવિશંકર, રજનીકાંત તેના સમર્થનમાં આવ્યા છે. સદગુરુએ આ રમતને ખતરનાક બતાવવા અંગે કહ્યું કે, ક્રિકેટમાં બોલિંગ પણ ફાસ્ટ હોય છે. બોલિંગની વધારે ઝડપ પ્લેયર્સ માટે ખતરનાક હોય છે. આથી તેના પર પણ પ્રતિબંધ મૂકી દેવો જોઈએ. બીજી તરફ રહેમાને ટ્વિટ કરીને જલિકટ્ટુના સમર્થનમાં શુક્રવારે ઉપવાસ રાખવાની વાત કરી હતી. સુપ્રીમે ત્રણ વર્ષ પહેલા જલિકટ્ટુ પર પ્રતિબંધ લગાવી દીધો હતો.
 
 
રજનીકાંત અને કમલ હસને કર્યા દેખાવ
 
જલિકટ્ટુના સમર્થનમાં સુપરસ્ટાર રજનીકાંત અને કમલ હસને પણ દેખાવો કર્યા હતા. ચન્નાઈમાં સાઉથ ઈન્ડિયન આર્ટિસ્ટ એસોસિએશનની ઓફિસમાં રજનીકાંત, કમલ હસન, ધનુષ અને સૂર્યા જેવા સ્ટાર્સે મૂક વિરોધ નોંધાવ્યો હતો. મૂક વિરોધમાં તમિલ ફિલ્મ યુનિયન, ટેક્નિશિયન્સ, ડાયરેક્ટર્સ, પ્રોડ્યુસર્સ યુનિયન પણ સામેલ થયું હતું.

કેન્દ્રની વિનંતી બાદ સુપ્રીમે જલિકટ્ટુ અંગેનો ચુકાદો ફ્રીઝ કર્યો
 
તામિલનાડુના મુખ્યપ્રધાન ઓ.પન્નીરસેલ્વમએ યુવાનોને જલિકટ્ટુના સમર્થનમાં દેખાવો પાછા ખેંચી લેવા વિનંતી કરી છે. પન્નીરસેલ્વમના કહેવા પ્રમાણે, વટહુકમ લાવીને આ સમસ્યાને ઉકેલવાનો પ્રયાસ કરવામાં આવશે. કેન્દ્રની અરજીને ગ્રાહ્ય રાખીને જલિકટ્ટુ મુદ્દે એક અઠવાડિયા સુધી વચગાળાનો કે અંતિમ આદેશ નહીં આપવાની સુપ્રીમે તૈયારી દાખવી છે. બીજી બાજુ, વિખ્યાત સંગીતકાર જલિકટ્ટુના સમર્થનમાં આજે અનશન કરશે. વિપક્ષે શુક્રવારે તામિલનાડુ બંધનું એલાન આપ્યું છે. 
એક અઠવાડિયા સુધી ચુકાદો નહીં આપે સુપ્રીમ 

- એક અઠવાડિયા સુધી જલિકટ્ટુ અંગે વચગાળાનો કે અંતિમ આદેશ ન આપે, તેવા મતલબની વિનંતી કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં કરી હતી. 
- કેન્દ્રની આ અરજીને સર્વોચ્ચ અદાલતે ગ્રાહ્યા રાખી છે અને ચુકાદો ફ્રીઝ કરી દીધો છે. 
- આ અંગે ખુદ કેન્દ્ર સરકારના સર્વોચ્ચ કાયદા અધિકારી એટર્ની જનરલ મુકુલ રોહતગીએ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયધીશ જસ્ટિસ જેએસ ખેહરની રજૂઆત કરી હતી.
- રોહતગીએ તર્ક આપ્યો હતો કે, વર્તમાન સ્થિતિને ઉકેલવા માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર પ્રયાસરત હોવાથી થોડો સમય આપવો જોઈએ. 
- ગુરૂવારે સુપ્રીમ કોર્ટે જલિકટ્ટુ મુદ્દે થઈ રહેલા દેખાવોમાં દખલ દેવાનો ઈનકાર કર્યો હતો અને અરજદારોને હાઈકોર્ટના દરવાજા ખખડાવવા નિર્દેશ આપ્યો હતો. 
 
વટહુકમ લાવવાની તૈયારીમાં છે રાજ્ય સરકાર 

- તામિલનાડુના મુખ્યપ્રધાન ઓ. પન્નિરસેલ્વમએ જલિકટ્ટુની માંગ સાથે રાજ્યભરમાં દેખાવો કરી રહેલા યુવાનોને તેમના પ્રદર્શન પાછા ખેંચી લેવા આગ્રહ કર્યો છે. 
- પન્નીરસેલ્વમના કહેવા પ્રમાણે, જલિકટ્ટુ યોજી શકાય તે માટે વટહુકમ લાવવાના માટે સરકારે તજવીજ હાથ ધરી છે. જેને એક-બે દિવસમાં રાષ્ટ્રપતિની મંજૂરી મળી જશે. 
- આ માટે રાજ્ય સરકારના અધિકારીઓ કેન્દ્ર સરકારના અધિકારીઓના સંપર્કમાં છે. 
- કાયદાકીય નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, સ્પોર્ટ્સ એ રાજ્ય સરકારનો વિષય હોવાથી આ અંગે  રાજ્ય સરકારે જ વટહુકમ લાવવો પડે. કેન્દ્ર સરકાર કશું ન કરી શકે. 
 
જલિક્ટ્ટુના સમર્થનમાં દેખાવો

- દ્રવિડ મુનેત્ર કઝગમ (ડીએમકે)ના નેતા સ્ટાલિનના કહેવા પ્રમાણે, તામિલનાડુ વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવા માંગ કરી હતી. તેને સંતોષવામાં નથી આવી. એટલે શુક્રવારે રાજ્ય બંધનું એલાન આપવામાં આવ્યું છે. 
- શુક્રવારે ડીએમકેના કાર્યકરો દ્વારા રેલરોકો કાર્યક્રમ પણ આપવામાં આવ્યો.
- ચેન્નાઈના મામ્બલમમાં વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ ડીએમકેના કાર્યકારી અધ્યક્ષ એમ. સ્ટાલિને કર્યું હતું. 
- ડીએમકેના કાર્યકરોએ પોલીસનું બેરિકેડિંગ તોડવાનો પ્રયાસ કર્યો અને રેલને અટકાવી હતી. 
- સાવચેતીના પગલારૂપે સ્ટાલિનની અટકાયત કરવામાં આવી હતી. 
- શુક્રવારે વિખ્યાત સંગીતકાર એ.આર.રહેમાન એક દિવસના પ્રતીકાત્મક અનશન કરશે. 
- દક્ષિણ ભારતની ફિલ્મ ઈન્ડસ્ટ્રીએ પણ રહેમાનના દેખાવોને સમર્થન આપ્યું અને દેખાવો કર્યા હતા.  
- ચેન્નાઈના ઈગ્મોર રેલવે સ્ટેશન પર વિરોધ પ્રદર્શનનોનું નેતૃત્વ ડીએમકે નેતા કનિમોઝીએ કર્યું હતું. 
- કેન્દ્રીય પ્રધાન પોન રાધાકૃષ્ણને કેન્દ્ર સરકારના પર્યાવરણ પ્રધાન અનિલ દવે સાથે મુલાકાત કરી હતી અને તેમને જનતાની લાગણીઓથી વાકેફ કર્યા હતા. 
 
- જલિકટ્ટુના સમર્થનમાં બેંગલુરૂના ટાઉન હોલની બહાર દેખાવો થયા હતા. 
- ગુરૂવારે સાંજે મરીના બીચ ખાતે દેખાવકારો એકઠા થયા હતા અને મોબાઈલના લાઈટિંગ દ્વારા વિરોધ પ્રદર્શન કર્યા હતા.
 
આ અંગે રાજકીય પ્રતિક્રિયાઓ જાણવા માટે ફોટોગ્રાફ સ્લાઈડ કરો.  
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Rail Roko in Tamil Nadu for Jalikattu
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended