Home »National News »Latest News »National» Rail Budget To Focus On Safety And Infra Development And Profit Also

રેલવેએ કમાણી પર ભાર આપ્યો: ત્રણ વર્ષનો વિઝન પ્લાન તૈયાર કર્યો

Pravin Dhingra, Jodhpur | Feb 01, 2017, 09:16 AM IST

જોધપુર:આ વખતે રેલવેનું અલગ બજેટ નહીં આવે. કેન્દ્ર સરકાર 1લી ફેબ્રુઆરીએ સામાન્ય બજેટની સાથે જ તે રજૂ કરશે. રેલવેમંત્રી કોઈ જાહેરાત કરી નહીં શકે, તેથી રેલવે મંત્રાલયે બજેટના બે દિવસ પહેલાં 3 વર્ષ માટે વિઝન પ્લાન જાહેર કરી દીધો છે. તેમાં રેલવેએ કમાણી વધારવા પર સૌથી વધુ ભાર મૂક્યો છે. સાથે જ નવા પ્રકારની ટ્રેન, નવી સુવિધાઓ, અકસ્માત રોકવા અને ટ્રેનોમાં વિલંબની માહિતી જેવા કામોની યોજનાઓ પણ રજૂ કરાઈ છે. આ બધી જ વાતો સામાન્ય રીતે રેલવે બજેટ દરમિયાન પહેલા પણ કરાય છે. સાથે જ કહેવાયું છે કે મુખ્ય ટ્રેનો સિવાય ચાર્ટ બન્યા બાદ અન્ય ટ્રેનોમાં પણ ટિકિટ મળવાની સુવિધા શરૂ થઈ શકે છે.
 
જો પ્રવાસી સર્વિસથી સંતુષ્ટ ન હોય તો કોન્ટ્રાક્ટરોને ચુકવણી નહીં કરવાનો પણ ઉલ્લેખ છે. અધિકારીઓ માટે કેઆરએ (કી રિઝલ્ટ એરિયા) નિશ્ચિત થશે. એટલે કે અપાયેલા કામના આધારે તેમનું મૂલ્યાંકન થશે. બજેટમાં નવી ટ્રેનો અને નવા પ્રોજેક્ટની જાહેરાતની સંભાવના પણ ઓછી છે. રેલવેમાં સુધારા માટે ઉઠાવેલા પગલા અને ભવિષ્યમાં આધારભૂત માળખાને મજબૂત કરવાની વાત થશે. શૂન્ય મૃત્યુ, ટ્રાફિક અને નવી સુવિધાઓનો પણ ઉલ્લેખ છે.
 
9 થીમના આધાર પર બનાવાઈ રણનીતિ આ અંગે વાંચવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો...
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Rail Budget to focus on safety and infra development and Profit Also
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended