Home »National News »Latest News »National» Raid On Allen Coaching Centers By IT Department

દેશમાં એલન ગ્રુપના 40 સેન્ટરો પર ઇન્કમટેક્સનું સર્ચ ઓપરેશન, 300 અધિકારીઓ સામેલ

Alok Khandelwal | Feb 02, 2017, 17:27 PM IST

  • જયપુર સ્થિત કોચિંગ ઇન્સ્ટિટ્યૂટમાં સર્ચ ઓપરેશન દરમિયાન પોલીસ ટીમ તહેનાત રહી.
જયપુર/રાંચી: ઇન્કમટેક્સના 300 અધિકારીઓએ ગુરુવારે એલન કોચિંગ ગ્રુપના રાજસ્થાન સહિત દેશભરમાં 40 સેન્ટરો પર સર્ચ ઓપરેશન ચલાવ્યું. તેમાંથી 27 સેન્ટરો રાજસ્થાનમાં છે. ઉલ્લેખનીય છે કે દેશના ઘણા રાજ્યોમાં એલન ગ્રુપના કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ્સ છે.
 
જયપુર, ચંદીગઢ, પટણા અને લખનઉમાં કાર્યવાહી
 
- એલન ગ્રુપના રાજસ્થાનમાં જયપુર, કોટા, સીકર, જોધપુર, ઉદયપુર સહિત ઘણા જિલ્લાઓમાં કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ્સ છે.
- ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે સવારે 7.30 વાગે ઓપરેશન શરૂ કર્યું હતું. ચંદીગઢ, લખનઉ, પટણા, રાંચી, પૂના વગેરે શહેરોમાં પણ સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું.
- કાર્યવાહીનું મુખ્ય કેન્દ્ર કોટા સ્થિત તલવંડીમાં છે. અહીંયા એલન ગ્રુપના માલિકોના ઘર છે.
- કાર્યવાહી દરમિયાન કોઇને ન તો ઘરની અંદર આવવા દેવામાં આવ્યા કે ન બહાર નીકળવા દેવામાં આવ્યા.
- જે સેન્ટરો પર ફક્ત કોચિંગ ક્લાસીસ જ ચાલતા હતા, ત્યાં કોઇપણ પ્રકારના કામને અસર પહોંચી નથી.
 
રાંચીમાં સવારે 6 વાગ્યાથી ઓપરેશન
 
- રાંચીના હરમૂ રોડ સ્થિત એલન કરિયર ઇન્સ્ટિટ્યૂટના સેન્ટરમાં ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે ગુરુવારે સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું.
- અહીંયા સવારે 6:00 વાગ્યાથી ઇન્કમટેક્સની ટીમે ઇન્સ્ટિટ્યૂટના દસ્તાવેજોની તપાસ કરી.
- ઇન્કમટેક્સના ડેપ્યુટી ડાયરેક્ટર અનુસંધાન મયંક મિશ્રાના નેતૃત્વમાં સર્વેની કાર્યવાહી કરવામાં આવી.
 
નોટબંધી દરમિયાન થયેલા ટ્રાન્ઝેક્શન્સની તપાસ
 
- ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટને સૂચના મળી હતી કે નોટબંધી દરમિયાન કોચિંગ ઇન્સ્ટિટ્યૂટે પણ જૂની નોટોની હેરાફેરી કરી છે.
- ઇન્કમટેક્સ ટીમ મોટાં કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ્સ પર પણ નજર રાખી રહી છે.
- ટીમ એ તપાસ કરી રહી છે કે નોટબંધી પછી ઇન્સ્ટિટ્યૂટ તરફથી કેટલી જૂની નોટો કેટલી-કેટલી બેન્કોના ખાતામાં જમા કરાવવામાં આવી.
- એલન ઇન્સ્ટિટ્યૂટના સેન્ટર હેડ દીપક ઝા એ જણાવ્યું કે, આ એક રૂટિન સર્ચ ઓપરેશન છે અને તેમનું સેન્ટર રોકડમાં વ્યવહારો નથી કરતું.
 
કોટાથી થઇ હતી એલન ગ્રુપની શરૂઆત
 
- એલન કોચિંગ ઇન્સ્ટિટ્યૂટની શરૂઆત કોટાથી થઇ હતી. શરૂઆતમાં અહીંયા, એન્જિનિયરિંગ પ્રવેશ પરીક્ષા માટે કોચિંગ ચલાવવામાં આવતું હતું. ત્યારબાદ મેડિકલ, આઇઆઇટી સહિત તમામ પ્રકારની પરીક્ષાઓ માટે કોચિંગ શરૂ કરવામાં આવ્યું.
- એલન ગ્રુપના કોટા, જયપુર, જોધપુર સહિત રાજસ્થાનના ઘણા શહેરોમાં સેન્ટર છે. બીજા રાજ્યોના શહેરોમાં પણ ગ્રુપની બ્રાન્ચ આવેલી છે.
- ગ્રુપની શરૂઆત તેના ડાયરેક્ટર નવીન મહેશ્વરી અને નાના ભાઈ બ્રિજેશ મહેશ્વરીએ એન્જિનિયરિંગ કર્યા પછી કરી હતી. ત્યારબાદ બીજા બે ભાઇઓ ગોવિંદ મહેશ્વરી અને રાજેશ મહેશ્વરી પણ તેમાં જોડાઇ ગયા.
- હવે ગ્રુપનો વાર્ષિક બિઝનેસ હજારો કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો છે. 
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Raid on Allen coaching centers by IT department
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext