Home »National News »Latest News »National» Rahul Tweets On Pm Comment On Manmohan Singh

મનમોહન અંગે વાત કરવી PMને શોભતું નથીઃ રાહુલ ગાંધી

divyabhaskar.com | Feb 09, 2017, 15:50 PM IST

  • મોદીએ મનમોહન પર કરેલી ટિપ્પણી રાહુલે શરમજનક ગણાવી. ફાઈલ
સોમેશ્વર.ઉત્તરાખંડના સોમેશ્વરમાં ચૂંટણી સભાને સંબોધતા  રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, મોદીએ ચૂંટણી વાયદા પૂરા નથી કર્યા. મોદી કહે છે કઈંકઅને કરે છે કઈંક. જ્યાં જાય ત્યાં નવા વાયદા કર છે. મનમોહન સિંહ અંગે બોલવું વડાપ્રધાનને શોભતું નથી. ઉલ્લેખનીય છે કે મોદીએ બુધવારે રાજ્યસભામાં કહ્યું  હતું કે, આટલા બધા કૌભાંડ થવા છતાં મનમોહનસિંહ બેદાગ રહ્યા, રેનકોટ પહેરીને બાથરૂમમાં સ્નાન કરવું તેઓ જ જાણે છે. મોદીની આ ટીપ્પણી બાદ રાજ્યસભામાં હોબાળો થયો હતો અને કોંગ્રેસે વોકઆઉટ કર્યું હતું. જ્યારે મીડિયાએ મનમોહનને મોદીની કમેંટ્સ અંગે પૂછ્યું તો કહ્યું, હું કંઈ કહેવા નથી માંગતો.
 
રાહુલે ચૂંટણી સભામાં શું કહ્યું...
 
- રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદીએ ગઈકાલે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ પર કરેલી ટિપ્પણીનો જવાબ આપતાં કહ્યું કે, મનમોહન અંગે વાત કરવી PMનો શોભતું નથી.
- લોકસભા ચૂંટણી વખતે મોદીએ કરેલા વાયદા અંગે રાહુલે સભામાં જણાવ્યું કે, મોદીએ વાયદા પૂરા કર્યા નથી. તેઓ કહે છે કંઈ અને કરે છે કંઈ. જ્યાં જાય ત્યાં નવા વાયદા કરે છે.
- નોટબંધીનો ઉલ્લેખ કરી રાહુલે કહ્યું, આમ કરીને તેમણે ગરીબોને લાઈનમાં ઉભા રાખી દીધા. આ લાઈનમાં એક પણ ભ્રષ્ટ વ્યક્તિ ન દેખાયો.
- 2014 લોકસભા ચૂંટણી વખતે બ્લેકમની પરત લાવી દરેકના ખાતામાં 15 લાખ જમા થશે તે વાતનો ઉલ્લેખ કરી તેમણે લોકોને પૂછ્યું હતું કે શું તમારા ખાતામાં રૂપિયા જમા થયા?
 
બીજું શું કહ્યું રાહુલે
 
-  બીજેપી નફરતની રાજનીતિ કરે છે,
- મોદીએ  50 પરિવારોનું ઋણ માફ કર્યું
- ચોરોના નામ સંસદમા નથી રાખતાં
 
મોદી પોતાનું જ મહત્વ ઘટાડી રહ્યા છેઃ રાહુલનું ટ્વિટ
 
રાજ્યસભામાં બુધવારે નરેન્દ્ર મોદીએ મનમોહન સિંહ પર કરેલી કૉમેન્ટને રાહુલ ગાંધીએ 2 ટ્વિટ કરીને શરમજનક અને સંસદની ડિગ્નિટીની વિરુદ્ધ ગણાવી હતી.
 
પ્રથમ ટ્વિટઃ તેમણે (પીએમ) બીજા કરતાં ખુદ પોતાના જ પદની ગરિમા ઘટાડી છે. જે પણ ઘટના બની તે ખરેખર શરમજનક છે.
બીજું ટ્વિટઃ જ્યારે કોઈ પીએમ સીનિયર નેતા અંગે આવું બોલે ત્યારે તેનાથી સંસદ અને દેશની ડિગ્નિટીને નુકસાન પહોંચે છે.
 
મોદીની કૉમેન્ટ પર કોંગ્રેસ નેતા શું બોલ્યા
 
- પી. ચિદમ્બરમે કહ્યું કે, આ પ્રકારની  કૉમેન્ટ્સ ક્યારેય મંજૂર નથી. તેથી અમે વિરોધમાં વોકઆઉટ કર્યું. આ પહેલા કોઈપણ પીએમે કોઈ પૂર્વ પીએમ અંગે આ પ્રકારની કૉમેન્ટ કરી નથી.
-પૂર્વ પીએમ અંગે આ પ્રકારની ભાષાનો ઉપયોગ કરવો કોઈપણ પીએમ માટે બિલકુલ સારી વાત નથી. કોઈપણ માટે આ પ્રકારનું નિવેદન આપવું યોગ્ય નથી.
- અહેમદ પટેલે કહ્યું, આ ઘટનાની નિંદા કરવા માટે શબ્દો નથી.
- કપિલ સિબ્બલે કહ્યું, તેના (મોદીના) અહંકારને જૂઓ. જ્યારે બધા લોકો બોલી ચૂક્યા હોય ત્યારે તે બોલે છે. જે પછી તેઓ પાયાવિહોણા આરોપ લગાવે છે.
 
મોદીએ શું કહ્યું હતું
 
રાષ્ટ્રપતિના બજેટ અભિભાષણ પર ચર્ચાનો જવાબ આપતા મોદીએ રાજ્યસભામાં બુધવારે કહ્યું હતું કે ભ્રષ્ટાચાર સામેની લડાઈ રાજકીય નથી. ભ્રષ્ટાચારના કારણે ગરીબ અને મધ્યમ વર્ગની આકાંક્ષાઓ પર અળગી અસર પડી રહી છે. ઈન્દિરાજીએ ચૂંટણીઓના કારણે વિમુદ્રીકરણને લાગુ નહોતું કર્યું. મનમોહનસિંહને ઉદ્દેશીને મોદીએ કહ્યું કે, ડોક્ટર સિંહ 35 વર્ષ સુધી ભારતની અર્થવ્યવસ્થાની પોલિસી પર પ્રભાવશાળી રહ્યા. મોદીએ કોંગ્રેસ શાસન કાળમાં થયેલા કૌભાંડોનો ઉલ્લેખ કરતા કહ્યું - આટલા બધા કૌભાંડ થવા છતાં મનમોહનસિંહ બેદાગ રહ્યા, રેનકોટ પહેરીને બાથરૂમમાં સ્નાન કરવું તેઓ જ જાણે છે.   
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Rahul tweets on pm comment on manmohan singh
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended