Home »National News »Latest News »National» Rahul-Priyanka Will Do Election Campaign Together

'UPને બહારના નેતાની જરૂર નથી,' રાયબરેલીમાં પ્રિયંકાનો મોદી પર પ્રહાર

divyabhaskar.com | Feb 17, 2017, 17:40 PM IST

  • શુક્રવારે રાયબરેલીના મહારાજગંજમાં થયેલી રેલીમાં પ્રિયંકાએ સ્પીચ આપી હતી
લખનઉ: સોનિયા ગાંધીના સંસદીય ક્ષેત્ર રાયબરેલીમાં શુક્રવારથી રાહુલ અને પ્રિયંકા એકસાથે ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. આજે તેઓએ સાથે રાયબરેલીમાં રેલી કરી હતી. રાહુલે મોદીના નોટબંધીના નિર્ણય અમે ગંગાને સાફ કરાવવાની વાત ઉપર પ્રહારો કર્યા હતા. પ્રિયંકાએ મોદીના યુપીએ તેમને દત્તક લીધાની વાતનો જવાબ આપતા કહ્યું કે યુપીને કોઇ બહારના નેતાની જરૂર નથી, યુપીએ કોઇને દત્તક લીધા નથી. રાહુલે કહ્યું કે મોદીજીએ દિલવાલે દુલ્હનિયા ફિલ્મ બતાવી છે અને અઢી વર્ષે ખબર પડી કે ગબ્બર આવી ગયો. 
 
યુપી ચૂંટણીમાં પ્રિયંકાની પહેલી સભા
 
-  પ્રિયંકાએ કહ્યું, યુપીએ કોઇને દત્તક લેવાની જરૂર નથી. યુપીને બહારના નેતાઓની જરૂર નથી. વારાણસીની જનતા માટે વડાપ્રધાને શું કર્યું છે?
- યુપીનો દરેક જવાન નેતા બની શકે છે અને યુપીનો વિકાસ કરી શકે છે. 
રાહુલની સ્પીચની મોટી વાતો
 
- રાહુલે કહ્યું- યુપીના બે કરોડ ખેડૂતોએ કહ્યું છે કે અમારું દેવું માફ કરો.
- બીજી બાજુથી મેં કીધું કે મોદીજી ખેડૂતોનું દેવું માફ કરો, પરંતુ તેઓ ચૂપ ઊભા રહ્યા.  
- મોદીજીએ કહ્યું યુપીમાં બીજેપી સરકાર બનતા જ ખેડૂતોનું દેવું માફ કરશે. યુપીએ એ પણ દેવું માફ કરેલું. શું ત્યારે કોંગ્રેસની સરકાર હતી યુપીમાં? ખેડૂતો માટે મોદીએ પૂરતા પ્રયત્નો નથી કર્યા.
 
મોદીજી જ્યાં જાય છે ત્યાં સંબંધો બનાવે છે પરંતુ કામ નથી કરતા
 
- બિહાર માટે પણ પેકેજની વાત કરી. પણ કર્યું કશું નહી.
- શાહરૂખની ફિલ્મ દિલવાલે દુલ્હનિયા લે જાયેંગેમાં પણ ‘અચ્છે દિન’ ની વાત હતી. મોદીજીએ દિલવાલે દુલ્હનિયા ફિલ્મ બતાવી છે અને અઢી વર્ષે ખબર પડી કે ગબ્બર આવી ગયો. 
- મોદીજી જ્યાં પણ જાય છે સંબંધો બનાવે છે. કહે છે, દોસ્તો, મિત્રો. બનારસમાં ગંગા માટે કીધું, ગંગા મારી મા છે, હું તેનો દીકરો.
- તેમણે કહ્યું, હું બનારસને બદલી નાખીશ. બનારસને સાફ કરીશ, ગંગા સાફ કરીશ, દરેક ઘરમાં પાણી આપીશ, બનારસમાં ભોજપુરી ફિલ્મસિટી બનાવીશ, રિંગરોડ બનાવીશ, ફ્રી ઇન્ટરનેટ આપીશ. બીજા પણ ઘણા વાયદા કર્યા હતા. પણ તેમણે એક પણ વાયદો પૂરો ન કર્યો.
- હું કહેવા માંગું છું કે સંબંધો બનાવવાથી નહી નિભાવવાથી બને છે.
- સ્વચ્છતા અભિયાન ચલાવે છે. પણ થયું ભારત સાફ? થઇ ગઇ ગંગાની સફાઇ?
 
નોટબંધી પર કર્યા પ્રહારો
 
- તમે જે પૈસા કમાયા છો, જે તમારી આવક અને તમારી બચત છે જે તમે 500 અને 1000 રૂપિયાની નોટોમાં કમાયા છો, તેને લઇને મોદીજીને અચાનક એવો વિચાર આવ્યો કે હવે આ નોટોને હું કાગળમાં ફેરવી દઇશ. દેશને લાઇનમાં લગાવી દીધો. શું તમે જોયો એકપણ અમીર માણસને એ લાઇનમાં ઊભેલો?
- માલિયાને ચોકલેટ આપી. મોં ખોલો માલિયાજી 1200 કરોડ રૂપિયાની ટોફી ખાઓ. મજા આવશે.
- નોટબંધીએ નાના દુકાનદારો, બિઝનેસમેન અને ખેડૂતોને જબરદસ્ત નુકસાન પહોંચાડ્યું છે.
 
મેક ઇન ઇન્ડિયા નહી, મેક ઇન ચાઇના ચાલે છે
 
- રાહુલના કહેવા પ્રમાણે યુપીમાં ક્યાંય કોઇ અછત નથી. ફિરોઝાબાદમાં કાચ, બરેલીમાં વાંસ, બધું જ છે.
- અમે લોકો ફૂડ પાર્ક લગાવવા માંગીએ છીએ. આજે અમેઠી, રાયબરેલી, સુલ્તાનપુરનો ખેડૂત સીધા બજારમાં તેમની ચીજો બનાવે છે. અમે અલગ-અલગ ચીજો બનાવતી ફેક્ટરીઓ નાખવા માંગીએ છીએ. અહીંથી માલ પૂરી દુનિયામાં જશે.
- મોદીજી મેક ઇન ઇન્ડિયાની વાત કરી રહ્યા છે. પરંતુ, એકપણ વ્યક્તિને રોજગારી મળી નથી. મેક ઇન ચાઇના જ ચાલી રહ્યું છે.
- 20 હજાર રૂપિયામાં તમે પરિવારને બદલી શકો. તેમણે તમારી પાસેથી ઘણું છીનવ્યું. રેલ્વે, ફેક્ટરીઓને દબાવીને રાખી છે.
- માલ્યા ભારતમાં દારૂ વેચે છે. તેને 10 હજાર કરોડ આપે છે. પરસેવો વહાવનારાને 5 રૂપિયા પણ નથી આપતા. 
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Rahul-Priyanka will do election campaign together
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended