Home »National News »Latest News »National» Rahul Gandhi Speech At Jan Vedna Summit New Delhi

મને શિવ, બુદ્ધ, મહાવીરની તસવીરોમાં કોંગ્રેસનું ચિહ્ન દેખાય છે: રાહુલ ગાંધી

Agency | Jan 11, 2017, 17:34 PM IST

  • કોંગ્રેસની જનવેદના રેલીને સંબોધી રહેલા રાહુલ ગાંધી
નવી દિલ્હીઃ કોંગ્રેસે બુધવારે દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમ ખાતે જન વેદના સંમેલનનું આયોજન કર્યું હતું. રાહુલ ગાંધીએ અહીં બે વખત સંબોધન કર્યું હતું.  રાહુલે કહ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટી 100 વર્ષ જૂની છે. એક દિવસ હું તસવીરો જોઈ રહ્યો હતો. મને શિવજીના ફોટોમાં કોંગ્રેસનું ચિહ્ન દેખાયું હતું. મેં બુદ્ધનો ફોટો જોયો. એમાં પણ મને આ વસ્તુ દેખાઈ. મહાવીરનો ફોટો જોયો એમાં પણ કોંગ્રેસનું ચિહ્ન દેખાયું હતું. મને દરેક ધર્મમાં કોંગ્રેસનું ચિહ્ન દેખાયા છે. મેં કર્ણસિંહને પૂછ્યું કે મને દરેક જગ્યાએ કોંગ્રેસ પાર્ટીનું ચિહ્ન કેમ દેખાય છે? તેમણે મને કહ્યું કે, વર્તમાન પરિસ્થિતિમાં સત્યનો સામનો કરો. પોતાના વર્તમાનથી ડરો નહીં.
 
 
રાહુલ ગાંધીના ભાષણના હાઇલાઇટ્સ
 
- રાહુલે કહ્યું કે ગાંધી અને નહેરુની પણ એવી શીખ હતી કે, કોઈનાથી ડરો નહીં. અહીં મનમોહનસિંહ-ચિદમ્બરમ છે. તમે યુપીએના કાર્યકાળને યાદ કરો. મનરેગા, જમીન સંપાદન બિલમાં પણ એ જ સંદેશ હતો કે ડરો નહીં.
- રાહુલે કહ્યું કે મને ભગવાન શિવ, બુદ્ધ, મહાવીર અને ગુરુ નાનકજીની તસવીરોમાં કોંગ્રેસનો સિમ્બોલ દેખાય છે.
- હું મારા મિત્રોને મળ્યો અને કહ્યું - ડરશો નહીં. કોંગ્રેસની ફિલોસોફિ છે- ડરો નહીં. બીજી એક ફિલોસોફી છે- ડરો અને ડરાવો.
- બીજેપીનો ઉદેશ્ય જ ડરાવવાનો છે. બે ત્રણ મહિનામાં આ લોકોએ આખા દેશને ડરાવી મૂક્યો છે. અમે કહ્યું હતું કે અમે 100 દિવસની ગેરંટી આપીએ છીએ. અમે કહ્યું હતું કે તમારી જમીન છે એ તમારી જ રહેશે.
 
મોદી ડર ફેલાવી રહ્યા છે
 
- મોદીએ કહ્યું કે આ જમીની અમારી છે. કોઈ આદિવાસી કહે છે કે આ જમીન મારી છે તો તેને ગોળી મારીને પતાવી દેવામાં આવે છે. છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં આવું જ થઈ રહ્યું છે.
- તેમનું સ્ટ્રક્ચર ડરને ક્રોધમાં ફેલાવવાનું છે. અમે જણાવી દઇએ કે ડરવાની જરૂર નથી.
- આ દેશના લોકો જાગૃત છે. તેમને કોઈનાથી ડરવાની જરૂર નથી. જ્યારે તેઓ મજૂર અને ખેડૂતોને કહે છે કે ડરવાની જરૂર છે ત્યારે તે લોકો દેશની ઈજ્જત કરતા નથી.
 
આપણી સેના કોઈનાથી કમ નથી
 
- રાહુલે કહ્યું કે, સર્જિકલ સ્ટ્રાઈક બાદ તેમના એક મંત્રીએ કહ્યું કે, હિન્દુસ્તાનની સેના ઇઝરાઇલ જેવું કામ કરી શકે છે. એનો મતબલ શું એવો છે કે પહેલા આપણું લશ્કર ઇઝરાઇલથી નબળું હતું.
- આ લોકો દેશના ઇતિહાસ અને ભવિષ્યને પ્રેમ કરે છે. અમે લોકો દેશની રિયાલિટીને પ્રેમ કરીએ છીએ.
- આ લોકો ભવિષ્યની વાત કરે છે કે નવું હિન્દુસ્તાન બનાવીશું. તો અત્યારનું હિન્દુસ્તાન શું ખરાબ છે. આ બધુ એક જ વ્યક્તિ જ કરશે.
- તમે નરેન્દ્ર મોદીને તમારું આજ આપો તેઓ તમને આવતી કાલ આપશે. પરંતુ આ દેશના લોકો બહુ સમજદાર છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Rahul Gandhi speech at jan vedna summit new Delhi
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended