Home »National News »Latest News »National» Congress Leader Rahul Gandhi Slams Modi Govt

દેશમાં યોગની વાતો કરનાર મોદીને પદ્માસન પણ નથી આવડતું: રાહુલ

divyabhaskar.com | Jan 12, 2017, 07:48 AM IST

  • મોદીએ ઇન્ડિયા ગેટ પર લગાવેલું પદ્માસન
નવી દિલ્હી: બુધવારે કોંગ્રેસ દ્વારા તાલકટોરા સ્ટેડિયમ ખાતે 'જન વેદના સંમેલન'નું આયોજન કરવામાં આવ્યું હતું. જેને ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ સંબોધિત કરી હતી. જેમાં તેમણે કેન્દ્ર સરકાર અને મોદીની ઠેકડી ઉડાવી હતી. મંગળવારે મોદી યોગ છોડીને તેમના માતાને મળવા પહોંચી ગયા હતા. ત્યારે બીજા જ દિવસે રાહુલ ગાંધી એ કહ્યું હતું કે, "મોદીએ દેશને યોગાસન કરાવ્યા, પરંતુ પોતે પદ્માસન પણ ન કરી શક્યા."
સરકારની નિષ્ફળતાઓ છૂપાવવા નોટબંધી લાવ્યા
 
- નોટબંધીએ સરકારની નિષ્ફળતાઓને છૂપાવવા માટેનું બહાનું છે. વણવિચારાયેલા પગલાને કારણે બેરોજગારી વધી 
- ઓટો સેક્ટર 16 વર્ષના તળિયા પર છે. દેશને ટ્રાન્સફોર્મ કરવાની વાતો કરતા વડાપ્રધાને આ અંગે વિચારવું જોઈએ. 
- આ દેશને વડાપ્રધાન મોદી અને મોહન ભાગવત ચલાવે છે. તેઓ દેશના અન્ય તમામ અવાજને અવગણે છે. પરંતુ અમે દેશની અવાજ બનીશું. દેશની સંસ્થાઓને બચાવીશું. 
- નોટબંધીએ મોદીનો વ્યક્તિગત નિર્ણય  હતો. જેણે દેશની કમર તોડી નાખી. 
-  દેશની જનતા વિચારે છે કે, 'અચ્છે દિન' ક્યારે આવશે? તેમને કહેવું છે કે, 2019માં જ્યારે દેશમાં કોંગ્રેસનું શાસન આવશે, ત્યારે જ 'અચ્છે દિન' આવશે. 
- પહેલી વખત એવું થઈ રહ્યું છે કે, વડાપ્રધાનપદ પર બેઠેલી વ્યક્તિની મજાક ઉડી રહી છે. 
- વડાપ્રધાને દેશના ખેડૂતો અને ગરીબો સાથે થોડો સમય પસાર કરવો જોઈએ અને તેમની સમસ્યાઓ જાણવી જોઈએ. 
- વડાપ્રધાન મોદી કોંગ્રેસની મનરેગા યોજનાની ઠેકડી ઉડાવતા. ત્યારે આજે ગરીબો શા માટે ગામડાઓ તરફ જઈ રહ્યાં છે ?
- મીડિયાના લોકો દબાણ હેઠળ છે, તેઓ કહેવા માંગે છે. પરંતુ કહી નથી શકતા. આ અંગે તેઓ આવીને મારી પાસે હૈયાવરાળ ઠાલવે છે. 
 
મોદીની ઉડાવી ઠેકડી

- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓ પાસે યોગાસન કરાવ્યા. પરંતુ ખુદ પોતે પદ્માસન ન કરી શક્યા, જે યોગાસનનનું પહેલું  પગલું છે. 
- મારા યોગ ગુરૂ કહેતા જે યોગ કરી શકે તે પદ્માસન કરી શકે અને જે પદ્માસન કરી શકે તે યોગ કરી શકે. મેં નોંધ્યું છે કે મોદી પદ્માસન નથી કરી શકતા.
- ઉલ્લેખનીય છે કે, મંગળવારે વડાપ્રધાન મોદીએ દેશવાસીઓને ટ્વિટ કરીને કહ્યું હતું કે, "યોગ છોડીને માતાને મળવા ગયો. પરોઢિયે તેમની સાથે નાસ્તો કર્યો. સારું લાગ્યું." 
- અઢી વર્ષ પહેલા મોદીએ કહ્યું કે હિન્દુસ્તાનને સાફ કરી દઈશ. બધાયને હાથમાં ઝાડુ પકડાવ્યા. ફેશન હતી, ત્રણ-ચાર દિવસ બધુંય ચાલ્યું અને ભૂલી ગયા. 
- ત્યારબાદ તેઓ 'મેક ઈન ઈન્ડિયા' અને 'સ્કિલ ઈન્ડિયા' લાવ્યા.  
- "અઢી વર્ષમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે કરી દેખાડ્યું તે કોંગ્રેસ 70 વર્ષમાં કરી ન શકી," વ્યંગમાં બોલાયેલના નિવેદનથી સ્ટેડિયમમાં હાસ્યનું મોજું ફરી વળ્યું હતું. 
- કોંગ્રેસે 70 વર્ષ સુધી RBI અને જ્યુડિશિયરી, પ્રેસ જેવી સંસ્થાઓનું સન્માન કર્યું. અને કદાચ 'વધુ' કર્યું. જ્યારે મોદીએ અઢી વર્ષમાં એક પછી એક સંસ્થાનો નાશ કર્યો છે. તેમના આ નિવેદનથી સભાગૃહમાં હાસ્યનું મોજું ફરી વળ્યું હતું. 
 
PMને રબર સ્ટેમ્પ બનાવ્યા હતા: ભાજપ

રાહુલ પર વળતો પ્રહાર કરતા ભાજપે કહ્યું કે, કોંગ્રેસે તો દેશના વડાપ્રધાન મનમોહનસિંઘને રબર સ્ટેમ્પ બનાવી રાખ્યા હતા. ભાજપના પ્રવક્તા જીવીએલ નરસિંહાએ કહ્યું કે રાહુલ ગાંધીએ એક વખત મનમોહનસિંઘનો વટહુકમ ફાડી નાખ્યો હતો. કોલસા અને 2જી કૌભાંડના અહેવાલ વખતે પણ કોંગ્રેસે કેગ પ્રત્યે આદર નહોતો બતાવ્યો.
 
 
પ્રતિક્રિયા
  - 6.3 ટકા સુધી વિકાસ દર નીચે ઉતરી જવાની આશંકા છે. જે દેખાડે છે કે, ડિમોનિટાઈઝેશનના કારણે કેટલી હદે વિપરીત અસર થઈ છે. : ડૉ. મનમોહન સિંહ, પૂર્વ વડાપ્રધાન
- રાહુલ ગાંધી પાર્ટ ટાઈમ પોલિટિશિયન છે. જેઓ તાજેતરમાં જ ભારત પરત ફર્યા છે. જો તેમને જરાપણ ચિંતા હોત તો તેઓ વિદેશ જતા ન રહ્યાં હોત. : ભાજપ 
- વડાપ્રધાને પદ્માસન કરવાની જરૂર નથી. તેમણે આખા દેશને શીર્ષાસન કરાવી દીધું છે. : રાજેશ પાયલોટ, અધ્યક્ષ, રાજસ્થાન કોંગ્રેસ 
 
સોનિયા ગાંધીની ગેરહાજરીમાં કોંગ્રેસનું મોટું સંમેલન. વાંચવા માટે ફોટોગ્રાફ સ્લાઈડ કરો.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Congress leader Rahul Gandhi slams Modi Govt
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended