Home »National News »Latest News »National» Delhi CM Kejriwal Backing Perpetrators Of Blast In Punjab: Rahul Gandhi

પંજાબમાં જેમણે બ્લાસ્ટ કરાવ્યો, તેમની મદદ કરી રહ્યા છે કેજરીવાલ - રાહુલ

divyabhaskar.com | Feb 02, 2017, 14:58 PM IST

  • પંજાબના બલ્લિયા ગામમાં મહિલાઓના સાંઝા ચૂલ્હા વચ્ચે રાહુલ ગાંધી. પંજાબમાં પ્રચારનો ગુરુવારે અંતિમ દિવસ છે.
ચંદીગઢ. રાહુલ ગાંધીએ સંગરુરમાં ગુરુવારે રેલી સંબોધી હતી. જેમાં તેઓએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર આરોપ લગાવ્યા. રાહુલે કહ્યું, થોડા દિવસો પહેલા પંજાબમાં બ્લાસ્ટ થયા હતા જેમાં 6 લોકો માર્યા ગયા હતા. કેજરીવાલ જે દિલ્હીના સીએમ છે, તેઓ તે શક્તિઓને મદદ કરી રહ્યા છે. તેમને માથું ઊંચું કરવાની તક આપી રહ્યા છે. મહત્વપૂર્ણ છે કે રાહુલ 31 જાન્યુઆરીના રોજ બઠિંડાના મૌડમાં થયેલા બ્લાસ્ટનો ઉલ્લેખ કરી રહ્યા હતા. રાહુલે કહ્યું, તે શક્તિઓ, જેઓએ પહેલા પંજાબને બર્બાદ કર્યું, જેના કારણે હિંસા થઈ હતી, તેજ શક્તિઓ ફરી ઊભી થવાનો પ્રયાસ કરી રહી છે.
 
કોની પર થયો હતો હુમલો?
 
- કોંગ્રેસના ઉમેદવાર અને ડેરા સચ્ચા સૌદા પ્રમુખ ગુરમીત રામ રહીમ સિંહ ઈન્સાંના વેવાઈ હરમંદર જસ્સીને નિશાન બનાવીને આ હુમલો કરવામાં આવ્યો હતો.
- એક પછી એક ત્રણ ધમાકા થયો હતો. તે તો બચી ગયા પરંતુ ત્રણ લોકોએ જીવ ગુમાવ્યા.
- જે જનસભા ડેરા સચ્ચા સૌદાના પ્રેમી હેમરાજની આરકે એન્ટરપ્રાઈઝિજ શોપની બહાર યોજાઈ રહી હતી.
- 1991 બાદ વિધાનસભા ચૂંટણી દરમિયાન ચૂંટણી સભામાં હુમલાની આ પહેલી ઘટના છે. તે સમયે આતંકવાદના દોર બાદ જેટલી પણ ચૂંટણીઓ થઈ, આ પ્રકારના હુમલા નથી થયા.
 
જસ્સીની કાર પર થયું હતું ફાયરિંગ
 
- ઘટના મંગળવાર રાત્રે સાડા આઠ વાગ્યાની છે. પહેલો બ્લાસ્ટ તે સમયે થયો જ્યારે જસ્સી ચૂંટણી સભામાંથી પોતાની ફોર્ચ્યુનર કારમાં બેસીને જવા લાગ્યા.
- આ કાર જસ્સીની ગાડીની પાસે જ ઊભી હતી. ત્યારબાદ વધુ બે બ્લાસ્ટ થયા. જસ્સીના ડ્રાઈવર ગાડી ઝડપથી આગળ લઈ ગયો તો કાર પર ફાયરિંગ પણ કર્યું.
- 3 ગોળીઓ જસ્સીની ગાડીની પાછલી વિન્ડોમાં વાગી. જસ્સીએ કારથી ભાગીને જીવ બચાવ્યો.
- બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે 12 ફુટ ઉપર 11 કેવીની વીજળીની લાઈન તૂટી ગઈ અને એક કિલોમીટર સુધીના ઘરોમાં કાચ અને દરવાજા સુધી હલી ગયા.
 
રાહુલે બીજું શું કહ્યું?

- પંજાબમાં પ્રચારના અંતિમ દિવસે રાહુલે કહ્યું, ગુરુ નાનકજીએ આપણે શીખવાડ્યું છે કે તમામ વસ્તુ તમારી છે. તેઓએ સેવા અને સમર્પણની ભાવના આપણને શીખવાડી છે. ગુરુ નાનકજીએ તો આપણને એવી શીખામણ આપી પરંતુ પંજાબની હાલની સરકાર તમામ વસ્તુ મારી હોવાની વાત કરી રહી છે.
- પંજાબમાં અમારી સરકાર બની તો અમે એક મહિનામાં નશાની સમસ્યા ખતમ કરી દઈશું. સત્તામાં આવતા અમે એવું કાયદો બનાવીશું કે નશાની સમસ્યા ખતમ થઈ જશે. નશાનો કારોબાર કરનારા સંપત્તિ અમે જપ્ત કરાવીશું.
- મહત્વપૂર્ણ છે કે, પંજાબમાં 4 ફેબ્રુઆરીના રોજ સિંગલ ફેઝમાં વોટિંગ થવાનું છે.
 
 
વધુ તસવીરો જોવા આગળની સ્લાઈડ્સ ક્લિક કરો...
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Delhi CM Kejriwal backing perpetrators of Blast in Punjab: Rahul Gandhi
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended