Home »National News »Latest News »National» Amrinder Singh Congress Candidate For CM In Punjab

પંજાબમાં કોંગ્રેસના CM પદના ઉમેદવાર બન્યા અમરિન્દર, રાહુલની જાહેરાત

divyabhaskar.com | Jan 27, 2017, 15:03 PM IST

  • મજીઠામાં જાહેર રેલીને સંબોધિત કરી રહેલા રાહુલ ગાંધી
ચંદીગઢ:કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ શુક્રવારે પંજાબના મજીઠામાં જાહેર રેલીને સંબોધી હતી. જેમાં તેમણે જાહેરાત કરી હતી કે પંજાબમાં કોંગ્રેસના મુખ્યપ્રધાનપદના ઉમેદવાર કેપ્ટન અમરિન્દરસિંઘ છે. તેમણે બાદલ પરિવાર પર ટીકાઓ વરસાવી હતી. 

"ડ્રગ્સનું દૂષણ પંજાબને ભરખી રહ્યું છે"

 - કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, ચાર વર્ષ પહેલા મેં જ્યારે કહ્યું કે પંજાબના 70 ટકા યુવાનો ડ્રગ્સના રવાડે ચડી ગયા છે. ત્યારે મારી મજાક ઉડાવવામાં આવી. આજે સમગ્ર પંજાબએ વાત સ્વીકારે છે. 
- કોંગ્રેસ પાર્ટીની સરકાર આવશે તો ડ્રગ્સના દૂષણને નાથવા એટલો કડક કાયદો લાવશે કે વેપાર કરનારા કંપી જશે. 
- જેમણે પંજાબના ગર્વ પર ઘા કર્યો છે તેમને જેલમાં ધકેલી દેવામાં આવશે. કોંગ્રેસ પંજાબીઓની લડાઈ લડશે. 
- પંજાબમાં અહીંની જનતાની સરકાર બનશે. કેપ્ટન અમરિન્દરસિંઘ પાર્ટીના મુખ્યપ્રધાનપદના ઉમેદવાર બનશે. 
- આમ આદમી પાર્ટી માત્ર વાતો કરી શકે છે. જ્યારે કોંગ્રેસ જે કહે છે તે કરી દેખાડે છે. 
- મંચ પર ભાજપ છોડી તાજેતરમાં કોંગ્રેસમાં જોડાયેલા નેતા નવજોતસિંઘ સિદ્ધુ પણ હતા. 

" પંજાબમાં બાદલ પાણી નથી આપતાં" 

- રાહુલ ગાંધીના કહેવા પ્રમાણે, બાદલ (વાદળના સંદર્ભમાં)ને જોઈને ખેડૂતોને આનંદ થાય. પરંતુ પંજાબમાં બાદલ (મુખ્યપ્રધાન તથા નાયબ મુખ્યપ્રધાનના સંદર્ભમાં) પાણી નથી આપતાં. 
- બાદલ પરિવાર પંજાબનું પાણી માત્ર નજીકના લોકોને જ પહોંચાડે છે. 
- પંજાબમાં ક્યાંય પણ જવું હોય તો બાદલ પરિવારની બસમાં જ જવું પડે છે. તમામ ઉદ્યોગો પર એક જ પરિવારનો એકાધિકાર સ્થપાય રહ્યો છે. ઉદ્યોગપતિઓ રાજ્ય છોડી રહ્યાં છે. 
- મોદી કહે છે કે, તેઓ ભ્રષ્ટાચાર સામે લડી રહ્યાં છે. તો તેઓ શા માટે અકાલી દળને સાથ આપી રહ્યાં છે? 
- "ગુરૂનાનક કહેતા 'સબ તેરા, જ્યારે બાદલો કહે છે સબ કા સબ મેરા' (બધુંય તારું, પરંતુ બાદલો કહે છે બધુંય મારું.)"
 
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Amrinder Singh Congress candidate for CM in Punjab
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended